________________
૪૧૮
શાક્કા સુવાસ હતી પણ અમારા ગરીબની ફરિયાદ કેણ સાંભળે? ઘણી વાર ફરિયાદ કરી પણ મને કેઈએ દાદ ન દીધી. તમારી પાસે મારી ફરિયાદ પહોંચાડી નહિ. હું શું કરું? કેને કહું? મેં આપને રૂબરૂ મળીને ફરિયાદ કરવા માટે ઘણું ફાંફા માર્યા, આપના મહેલના દરવાજે આવીને ઉભી રહી પણ આપના પહેરેગીએ મને આપની પાસે આવવા જ ન દીધી, એટલે આજે આપના માર્ગમાં આવીને ઉભી રહી છું. આપને મેં બેટી ક્યાં છે તે બદલ હું આપની માફી માંગું છું. ડોશીની વાત ઉપર હવે સુલતાનને વિશ્વાસ બેઠે, એટલે કહ્યું કે તમે મારી પાછળ પાછળ મારા મહેલે આવજે. એમ કહી ફરવા જવાનું છડી દઈને સુલતાન પાછા ફર્યા. ડોશી ધીમે ધીમે ચાલતાં સુલતાનના મડેલે પહોંચી ગયા. તે વખતે ન જમાદાર સુલતાનની સામે આવીને ઉભો રહ્યો. જમાદારને જેઈ ડોશીમા જરા ધ્રુજ્યા પણ સુલતાન સામે બેઠે હતું એટલે ચિંતા ન હતી. હિંમતથી ઉભા રહ્યા.
સુલતાને જમાદારને આપેલી ધમકી - સુલતાને કડકાઈથી જમાદારને કહ્યું કે આ પેશીની વહાલસોયી પુત્રીનું તમારા જિગરજાન મિત્ર આગા મહંમદે અપહરણ કર્યું છે, અને જ્યારે આ ડોશીમાએ તમારી પાસે ફરિયાદ કરી ત્યારે તમે તમારા મિત્રના રાગના કારણે મારી આગળ ફરિયાદ આવતી અટકાવી દીધી છે. દસ્તીની ફરજ આમ અદા ન કરાય. હા, સારા કાર્યમાં તમે તમારા મિત્રને માટે માથું આપે તે એ માથું શિરતાજ જેવું મૂલ્યવાન બની જાય, પણ આવા પાપના કાર્યમાં મિત્રને સાથ આપે તે જન્નતને બદલે જહાનમના માર્ગે જવા જેવું તમે કામ કર્યું છે. હવે જ્યાં સુધી તમારા મિત્રને દસ્તીને દાવ અદા કરવા માટે તમારી સમક્ષ હાજર ન કરું ત્યાં સુધી તમને જેલમાં પૂરવામાં આવે છે. સુલતાનને હકમ સાંભળીને જમાદારના તે મતીયા જ મરી ગયા, પણ હવે શું થાય? સુલતાનને હુકમ થયે એટલે જેલમાં ગયે જ છૂટકો. સિપાઈઓએ જમાદારને કેદખાનામાં પૂરી દીધે.
બીજી તરફ સુલતાને આગામહંમદને પકડી લાવવા માટે સિપાઈઓને મોકલ્યા. સુલતાને પિતાના રાજકાર્યાર્થી નિવૃત્ત થઈને સૂવાની તૈયારી કરતા હતા. તે સમયે વજીર સુલતાનને મળવા માટે આવ્યા ને સલામ ભરીને ઉભે રહ્યો, એટલે સુલતાને વજીરને પૂછયું કે અત્યારે સૂવાના સમયે આ૫નું આગમન શા માટે થયું ? વજીરે કહ્યું-જહાંપનાહ! આ બંને જમાદારેએ અત્યાર સુધી વફાદારીપૂર્વક આપનું કેટલું કાર્ય કર્યું છે. એ બંને ઉપર આપ રહેમ દષ્ટિ રાખે. એ માટે હું અત્યારે આપની પાસે આવ્યો છું. સુલતાને કહ્યું-વજીર! તમે વફાદારી કેને કહે છે? તમે વફાદારીના કેટલા અર્થ કરે છે? શું કોઈની બહેન દીકરીને ઉઠાવી જવી તેને તમે વફાદારી ગણે છે? અને એવા ઉઠાઉગીરને સાથ આપે તેને તમે વફાદારી કહે છે? હું એવા જમાદારને વફાદાર નથી માનતે. તમને ખબર છે ને કે પ્રજાનું રક્ષણ કરવા માટે મેં આ રાજ્યની લગામ હાથમાં લીધી છે. હું સુલતાન