________________
શાહા સુવાસ ઈષ્ટ આપનાર ધર્મવૃક્ષ પાંગરતું નથી. ધર્મશ્રદ્ધા એ જ ધર્મવૃક્ષનું મૂળ છે. આત્માથી જેને અમૂલ્ય ખજાને છે. મિથ્યાવરૂપ મહાગને મટાડનાર રામબાણ ઔષધ છે. સંસાર સાગરને પાર કરાવનારી ઉત્તમ નૌકા છે. મુક્તિનગરમાં જવા માટે પાસપોર્ટ છે.
ધર્મશ્રદ્ધારૂપ ધનને લૂંટવા માટે વિષય-કવાયરૂપી લૂંટારાઓ સદા મીટ માંડીને બેઠા છે. જે આત્માઓ પ્રમાદમાં પડયા રહે છે તેનું શ્રદ્ધાધન એ લૂંટારાઓ લૂંટી લે છે. આજે જગતમાં વિષય અને વિકાસમાં મહાલવા માટેની વિવિધ સામગ્રીઓ વધી રહી છે. તેમાં જે આત્માઓ ખૂબ સાવધાન અને જાગૃત રહે છે તે આત્માઓ ધર્મશ્રદ્ધા રૂપ ધનને સુરક્ષિત રાખી શકે છે. બાકી ધર્મશ્રદ્ધારૂપ સિંહણના દૂધને સાચવવા કઠણ છે. આ માટે આત્માએ સુવર્ણપત્ર જેવી યોગ્યતા કેળવવી પડશે, તે જ શ્રદ્ધારૂપી સિંહણના દૂધ ટકી શકશે.
ધર્મશ્રદ્ધા ટકાવવા માટે શાસ્ત્રનું વાંચન, શ્રવણુ અને મનન જરૂરી છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં વસુદેવ રાજા કેરું છે તેનું વર્ણન ચાલે છે. વસુદેવ રાજા સમુદ્રવિજયના નાના ભાઈ હતા. બધા ભાઈઓમાં સમુદ્રવિજય રાજાને પિતાના નાના ભાઈ વસુદેવકુમાર ઉપર ખૂબ પ્રેમ હતા. માતાપિતાને પણ નાને દીકરો લાડકે હોય છે. ભાઈ-બહેનોમાં પણ જે નાના ભાઈ અગર બહેન હોય તે વધુ લાડકા હોય છે. વસુદેવ યુવાન થયા એટલે તેમને જોઈને નગરની સ્ત્રીઓ તેમની પાછળ પાગલ બનવા લાગી. આ બનવાનું કારણ શું? એ વાત આપણે ગઈ કાલે આવી ગઈ છે કે એમણે ગત જન્મમાં એવું નિયાણું કર્યું હતું કે જે મારા તપ, સંયમનું ફળ હોય તે હું આવતા ભવમાં સ્ત્રીવલભ થાઉં. એમની પાછળ સ્ત્રીઓ પાગલ બનવા લાગી. એટલે પ્રજાજનેએ ભેગા થઈને વિચાર કર્યો કે જે રોજ આ પ્રમાણે બનશે તે આપણું ઘર ભાંગી
શે. માટે આ બાબતમાં આપણે મહારાજાને ફરિયાદ તે કરવી જોઈએ. એટલે નગરજને સમુદ્રવિજય મહારાજા પાસે ફરિયાદ લઈને આવ્યા.
આગળના રાજા મહારાજાઓની કેટલી નીતિ હતી કે એ પ્રજાની બધી જ ફરિયાદ સાંભળતા હતા. એમને મન પ્રજા અને પુત્ર સરખા હતા. એ સમજતા હતા કે પ્રજા મારી અને હું પ્રજાને. એ રાજાઓ પ્રજાને પ્રેમ સંપાદન કરીને પ્રજાના હૃદય સિંહાસન ઉપર રાજ્ય કરતા હતા. પ્રજા સુખી તે પિતે સુખી અને પ્રજા દુખી તે પિતે દુઃખી. એવા એ સમયના રાજાઓ હતા, પણ અત્યારે તે રાજા સુખી ને પ્રજા દુઃખી છે. રાજા પ્રજાની દાદ સાંભળતા નથી, પણ એ સમયમાં આવી અંધાધૂંધી ચાલતી ન હતી. પોતાની પ્રજા ગરીબ હોય કે સુખી હોય, દરેકના પ્રત્યે રાજાની સમાન દષ્ટિ હતી. સમય આવ્યે સહુને સરખે ન્યાય આપતા હતા. સમુદ્રવિજયે તે આપણા હિન્દુ રાજા હતા પણ એક મુસ્લીમ રાજને ન્યાય આપું.