________________
સાક્ષી સુવાસ સહન કરતે કર્મથી હળ બનતે આટલે સુધી પહએ. જીવ કમથી હળ બને છે ત્યારે તેનામાં શુભ ભાવે જાગે છે. રાગ-દ્વેષની મંદતા થાય છે ને વિવેક જાગે છે. અવળાઈ ટળે છે વીતરાગ દેવ, નિર્ગથ ગુરૂઓ અને સર્વજ્ઞ કથિત ધર્મ–આ ત્રણ ત પ્રત્યે પ્રેમ-શ્રદ્ધા જાગે છે. આ ત્રણ તને આરાધ્ય અને ઉપાસ્ય છે એ આત્માને નિર્ણય થાય છે. આનું નામ ધર્મશ્રદ્ધા છે. આવી ધર્મશ્રદ્ધાથી જીવને અપૂર્વ આનંદ અને શાંતિને અનુભવ થાય છે.
કે મનુષ્યને ગુરૂના ઉપદેશનું શ્રવણ, સંત સમાગમ અને શાસ્ત્રનું વાંચન વિગેરેથી થયેલી કર્મની લઘુતાના કારણે ધર્મશ્રદ્ધા પ્રગટે છે. ધામધખતા ઉનાળામાં બપોરે મધ્યાન્હ સમયે સૂર્યના પ્રખર તાપથી તપેલા નિર્જન વનમાં અથડાતા તરસથી આકુળ વ્યાકુળ થયેલા વટેમાર્ગને એક વિશાળ વડલાના વૃક્ષની છાયામાં આરામ લેવાને સુયોગ મળે. અચાનક કેઈ ઠંડુ પાણું પીવા માટે આપે અને આખા શરીરે ચંદનને લેપ કરે તે એના આનંદને પાર રહે ખરે? “ના” એવી રીતે અનાદિ સંસાર રૂપ ઉનાળામાં જન્મ-મરણ રૂપ નિર્જન વનમાં કષા તાપથી સંતપ્ત અને વિષયેની તૃષાથી પીડિત આત્માને જિનશાસન રૂપી વિશાળ અને ઘટાદાર વડલાનું વૃક્ષ દેખાય ત્યારે એ તરફ આત્મા હર્ષપૂર્વક દોડે ને ? એમાં કંઈ નવાઈ ખરી ? ત્યાં તત્વજ્ઞાનના નિર્મળ જળ પીવા મળે, તત્ત્વશ્રદ્ધારૂપ ચંદનને લેપ થાય એના આનંદનું વર્ણન ક્યા શબ્દમાં કરવું ?
બંધુઓ ! જેમ કોઈ જન્માંધ પુરૂષને એકાએક નવી દષ્ટિ મળે અને સમગ્ર જગતને જેવાની તક મળે, ત્રણ ચાર દિવસના ભૂખ્યા માણસને ભેજન મળે, નિર્ધનને ધન મળે ત્યારે કે આનંદ થાય ? તેથી પણ અધિક આનંદ અંદરને મિથ્યાત્વને અંધાપ ટળે અને સમ્યગૂ દર્શન રૂપ નેત્ર મળે ત્યારે થાય છે. અસાધ્ય રોગથી પીડાતા દર્દીને કઈ રામબાણ ઔષધિ હાથમાં આવી જાય છે કે આનંદ થાય તેવી રીતે કર્મરેગના રામબાણ
ઔષધ રૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિથી જીવ અને આનંદ અનુભવે છે. રણસંગ્રામમાં હારી જવાની અણી ઉપર રહેલા સેનાપતિને અચાનક વિજય મળે ને જે આનંદ થાય છે તેનાથી પણ અનંતગણે આનંદ મહરાજાનું જોર હઠાવી આત્મબળ પ્રાપ્ત કરનારે આત્મા અનુભવે એ સ્વાભાવિક છે. આ બધું ધર્મશ્રદ્ધાથી થાય છે.
આ સંસારમાં દ્રવ્ય શીતળતા આપનાર ઘણાં વૃક્ષે રહેલા છે પણ આત્મશાંતિ આપનાર એક વૃક્ષ છે કે જેનું મૂળ ધર્મશ્રદ્ધા છે. થડ શ્રાવક ધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ જેની પાંચ મુખ્ય શાખાઓ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર આ પાંચ પ્રશાખાઓ છે. અહિંસાના પ્રત્યે એ પાંદડા છે. સમતા એ એના પુષ્પ છે, અને મોક્ષ એ આ વૃક્ષનું મીઠું મધુરું ફળ છે. ધર્મ-શ્રદ્ધારૂપ મૂળ વિના જ્ઞાન અને ચારિત્રનું ગમે તેટલું પાણી સીંચીએ છતાં આપણને