________________
યાહ્ય યુવાણ સહર્ષ તેને સ્વીકાર કર્યો ને રાજાએ તેને સભાની વચ્ચે પ્રેમથી અર્પણ કરી. તે બંને ચીને લઈને જિનસેનકુમાર પિતાને, પ્રધાનજીને વિગેરેને પ્રણામ કરીને હર્ષભેર સભામાંથી વિદાય થયા. પ્રજાજને પણ જિનસેનકુમારની પ્રશંસા કરવા લાગ્યા કે આપણા મહારાણી જેવા પવિત્ર છે એ જ એમને કુમાર પણ પવિત્ર છે. જિનસેનકુમાર એક છે પણ એક હજાર જે શૂરવીર છે. આ પુત્ર રાજા બનશે એમ બધા બોલવા લાગ્યા.
આ તરફ રત્નાવતી મનમાં મલકાતી હતી કે મારે પુત્ર પરીક્ષામાં પાસ થશે એટલે એને જ રાજ્યપદ મળશે, કારણ કે હું પટ્ટરાણું છું. મારા પ્રત્યે રાજાને પૂરે પ્રેમ છે એટલે મારા તે માન વધી જશે. રત્નાવતીનું નામ તે ઘણું સારું હતું પણ રત્ન જે પ્રકાશ ન હતું. તે ઈર્ષાની ભરેલી હતી. એને ખબર ન હતી કે મારે પુત્ર પરીક્ષામાં નાપાસ થયો છે. એ તે પુત્રની રાહ જોતી હતી.
રત્નાવતીને ચઢાવવાના કામ કરતી દાસી" - એટલામાં દાસી દેડતી ૨ાવતની પાસે આવીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. રનવતીએ પૂછ્યું–બહેન! તું શા માટે રડે છે? ત્યારે દાસી કહે છે એ મારા મહારાણ સાહેબ ગજબ થઈ ગયે. કંઈ કહેવાની વાત નથી. રાણીએ ઇંતેજારીપૂર્વક પૂછ્યું. શું થયું? તું કહે તે ખરી. ખૂબ પૂછયું ત્યારે દાસી ઉડતી રડતી કહે છે બા સાહેબ ! આપણાં મહારાજાએ તે જિનસેનાના પુત્રને એક સુંદર ઘેડ અને તલવાર ભેટ આપ્યા ને આપણાં રામસેનકુમારને તે કંઈ નથી આપ્યું. પણ દાસીએ એ વાત ન કરી કે મહારાજાએ બંને કુમારની પરીક્ષા કરી. તેમાં રામસેનકુમાર એક પણ પ્રશ્નનો જવાબ ન આપી શકે ત્યારે જિનસેનકુમારે બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. ઘણીવાર દાસીએ રાણીને બેટી ચઢવણી કરે છે. કૈકેયીને મંથરાએ ચઢાવી હતી તેમ રનવતીને તેની દાસીએ ખૂબ ભંભેરી એટલે રત્નાવતી ક્રોધે ભરાઈ કે બસ, રાજા અને કુંવરને આવી ચીજ આપનાર કેશુ? હવે હું રાજાને બરાબર બતાવી દઈશ. રત્નાવતી ખૂબ ક્રોધથી ધમધમી ગઈ છે. હવે એ કેવા નાટક કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૪૫ શ્રાવણ વદ ૧૨ ને બુધવાર
તા. ૩૦-૮-૭૮ મહાન પુરૂષ જગતના છના કલ્યાણ માટે ફરમાવે છે કે આ દુર્લભ માનવભવમાં મહત્ત્વની કઈ વરતુ હોય તે વીતરાગ પ્રભુના પ્રરૂપેલા ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. જેમ પર્વતમાંથી નીકળતી નદીને પથ્થર અથડાતે અથડાતે ઘસાઈને ગેળમટોળ અને લીસ્સે બને છે તેમ આપણે આત્મા પણ આ સંસારચક્રમાં ઘૂમતે, પરિભ્રમણ કરતે, અનેક દુખેને