________________
શારદા સુવાસ માનીતી રાણીને પુત્ર છે અને જિનસેન તે અણમાનીતીને પુત્ર છે. છેવટે ગુરૂજીની વાત સાંભળીને પ્રધાનજી પરીક્ષા લેવા માટે તૈયાર થયા. તેમણે જિનસેનને પાસે બોલાવીને ઘણાં ઘણાં પ્રશ્નો પૂછયા. તેને બરાબર જવાબ આપ્યા. એક પણ પ્રશ્ન ફેલ ન ગયે. જિનસેનની પરીક્ષા કરીને પ્રધાને રામસેનને બોલાવ્યો ને તેને ઘણાં પ્રશ્નો પૂછયા પણ એક પ્રશ્નનો જવાબ આપી ન શકે મૌન ઉભો રહ્યો. શું જવાબ આપે? આવડે તે જવાબ આપે ને? મંત્રી સમજી ગયો કે આ તે શેભાને ગાંઠીયે છે.
જિનસેનના વિનયથી પ્રધાનને થયેલ સંતોષ " - બંનેની પરીક્ષા કરીને પ્રધાન પાછા ફરે છે ત્યારે જિતસેન કુમાર પગે લાગ્યું ને કહ્યું, મારા માતા-પિતાને મારા પ્રણામ કહેજે. કાકા! તમે આવ્યા એટલે મને તે ખૂબ આનંદ થયો છે. હવે વહેલા આવજે. એમ કહીને પાછે ભેટી પડે ને દૂર સુધી વળાવવા ગયે. જેનામાં સ્વયં બુદ્ધિ છે તેને કહેવું નથી પડતું કે આમ કર. રામસેન તે પ્રધાનને પગે પણ ન લાગ્યું કે માતાપિતાને સમાચાર પણ ન કહેવડાવ્યા અને મૂકવા પણ ન ગયે. થાંભલાની જેમ ઉભે ઉભે માત્ર આટલું જ બે કે કાકા આવશે. પ્રધાન બંને કુમારની પરીક્ષા કરીને સભામાં આવ્યા અને રાજાને બધી વાત કરી. બે વર્ષ પછી કુમારને અભ્યાસ પૂરે થયે એટલે ગુરૂ એમને બંનેને રાજા પાસે મૂકવા આવ્યા. રાજાએ ગુરૂને સત્કાર કર્યો ને ઘણું ધન આપીને વિદાય કર્યા. પ્રધાને જિનસેન કુમારના રાજા પાસે ખૂબ વખાણ કર્યા હતા પણ રાજાને તે એને પરિચય ન હતું. અત્યારે તે બંને કુમારે પિતાજીને પગે લાગીને પિતાની માતા પાસે ગયા. રાજાએ વિચાર કર્યો કે બંને કુમારે ભણીને આવ્યા છે તે હું તેમની પરીક્ષા કરું,
બંને કુમારેને રાજસભામાં આવવાનું મહારાજાનું આમંત્રણ”:- બંને રાણીઓને કહેવડાવી દીધું કે બંને કુમાર બાર વર્ષ ગુરૂકુળમાં અભ્યાસ કરીને આવ્યા છે તે એમને તૈયાર કરીને આવતી કાલે રાજસભામાં મેકલજે. રાજા ભરસભામાં એમની પરીક્ષા કરશે. બીજી તરફ રાજાએ સેવકને કહ્યું કે આપણાં નગરમાં મોટા મોટા માણસને સભામાં આવવાનું આમંત્રણ આપે ને સભાને ખૂબ શણગારે. એટલે સેવકેએ સભાગૃહને વિજાપતાકા અને તેણેથી શણગાર્યું ને મટામેટા માણસોને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. બીજે દિવસે આખી સભા ઠઠ ભરાઈ ગઈ. જિનસેન અને રામસેન ભણીને આવ્યા છે. એમની પરીક્ષા છે એટલે પ્રજાજને ખૂબ ઉમટયા છે. માનવમેદનીને પાર નથી. સમય થતાં જિનસેન અને રામસેન બને કુમારે સભામાં આવ્યા. રામસેન તે માનીતીને પુત્ર છે. એટલે એને તે એની માતાએ ખૂબ ભારે વસ્ત્રાભૂષણથી શણગારીને મોકલ્યા છે પણ જિનસેનની માતા પાસે ભારે પિશાક ન હતું. એની પાસે જે કપડા હતા તે પ્રમાણે પુત્રને શણુંગારીને એક જિનસેન સભામાં આવતી વખતે પણ માતાને પગે લાગ્યો. માતાએ તેને અંતરના