________________
૪૮
શારદા સવાર આશા વ્યર્થ છે તેમ જ્યાં એકાંત દુઃખ જ રહેલું છે ત્યાં સુખની આશા રાખવી વ્યર્થ છે. અહીં એક ન્યાય યાદ આવે છે.
એક બહેન ચુલે સળગાવે છે પણ લાકડા લીલા હેવાથી ખૂબ ધૂમાડે છે. તે ધૂમાડાના ગોટા અને નળીયામાંથી પડતાં સૂર્યના કિરણે બંને ભેગા થતાં એક જાડી શેડ પડે છે. જાણે થાંભલે ન હોય ! એમ લાગતું હતું. આથી એને નાને બા પકડવા દે. એના મનમાં થયું કે આ તે મારે રમવા માટેનું રમકડું છે. એમ માનીને બાબ એ થાંભલા જેવા દેખાતા તેજલિસેટને પકડવા દે, પણ હાથમાં ન આવતા પાછે બેસી ગયો. એમ ઘણી વાર એ થાંભલાને પકડવા ઉઠ ને બેઠો પણ નક્કર થાંભલે હેય તે હાથમાં આવે ને! બંધુઓ! તમારી દશા પણ આવી જ છે ને! તમે પણ જે વૈભવની વાદળ પાછળ આંધળી દેટ લગાવતા હો તે સમજી લેજે કે તમારામાં ને નાના બાળકમાં કંઈ ફેર નથી. આ તમારી આંધળી દેટ તમને દુર્ગતિની ખાઈમાં પટકાવી દેશે માટે આ દેટને ભાવી આત્મા તરફ દષ્ટિ કરે.
આત્મા તરફ દષ્ટિ કરનાર એવા નેમનાથ ભગવાન અને રામતીના આઠ ભવની વાત આપ સાંભળી ગયા. હવે નવમા ભવની વાત ચાલે છે. એમનાથ ભગવાનના માતાપિતા કેણ હતા તે જાણુતા પહેલા તેઓ જે યાદવ વંશમાં જન્મેલા હતા તે યાદવ વંશની ઉત્પત્તિ કયારથી થઈ તે વાત આપણે જાણવી જોઈએ. તે વાતનું આપણે ટૂંકમાં વર્ણન કરવું છે. - જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં યમુના નદીને કિનારે મથુરા નામની નગરી આવેલી હતી. ત્યાં ઘણાં સમય પહેલાં યદુ નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. એના ઉપરથી યાદવવંશ ચાલ્યા છે, યદુરાજા પછી તેને પુત્ર શૂર રાજા ગાદીએ બેઠે. તે સૂર્ય જે તેજસ્વી અને પરાક્રમી હતે. એ શુર રાજાને બે પુત્ર હતા. તેમાં એકનું નામ શૌરી અને બીજાનું નામ સુવર હતું. બંને રાજકુમારે પરાક્રમી, ન્યાયી અને ગુણવાન હતા, તેથી તેમની કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી, અને તેમની પ્રશંસા ખૂબ થતી હતી. સુરરાજા વૃદ્ધ થયા ત્યારે તેમણે શૌરીને રાજ્ય આપ્યું અને સુવીરને યુવરાજપદ આપ્યું અને પોતે આત્મકલ્યાણ કરવા માટે દીક્ષા લીધી. દીક્ષા લઈને કર્મક્ષય કરવા માટે કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમના દીક્ષા લીધા પછી બંને ભાઈઓ સુંદર રીતે રાજકારભાર ચલાવવા લાગ્યા, ત્યારબાદ શૌરી રાજા પોતાના ભાઈ સુવીરને મથુરાનું રાજય સોંપીને કુશાર્ત દેશમાં ગયે. ત્યાં તેણે શૌર્યપુર નામે એક નગર વસાવ્યું. આ સમય જતાં શૌરી રાજાને અંધકવૃષ્ણુિ અને બીજા પુત્રો થયા. તેમાં અંધકવૃરિણ ટા થતાં તેને તેમણે ગાદીએ બેસાડી પોતે દીક્ષા લઈને જ્ઞાન, ધ્યાન કરવા લાગ્યા,