________________
શારદા સુવાસ નજીક છે. એટલે રમણને તેડવા માણસે મોકલ્યા. રમણ આવે તે ખરે પણ એને બાપને કહે છે તમે મને શા માટે લાવ્યા છેમને એક મિનિટને પણ ટાઈમ નથી. મારી બાજીનો રંગ જામ્યું હતું તે તમે મને બેલાવીને ભંગ પડાવ્યા, ત્યારે બાપે નમ્રતાથી ગળગળા થઈને કહ્યું બેટા! હવે તે આ દીપક બૂઝાવાની તૈયારીમાં છે. હવે તું સુધરી જાય તે સારું. મને તે આશા હતી કે મારો દીકરો દીપક જે બનીને કુળને ઉજાળશે પણ તું તે ઉજાળવાને બદલે કુળને ઉજ્જડ કરી રહ્યો છે. ત્યારે દીકરાએ કહ્યું–બાપુજી! તમારે દીપક બૂઝાવા આવ્યું હોય તે હું ફૂંક મારીને બૂઝવી નાંખું ને પછી જાઉં. બાકી હું જેમ કરતે હે તેમ મને કરવા દે. મારાથી કંઈ બંધ થાય તેમ નથી, પણ હું જે કંઈ કરું છું તે બધું ચાલુ રહે ને તમારી ઈચ્છા સંતોષાય એમ હોય તે કહે. શેઠને તે પુત્રની ઉદ્ધતાઈ જતાં લાગ્યું કે હવે આ છેક સુધરે તેમ નથી. એને સુધારે એ પહેલી વાત નથી. છતાં હજુ ડી ઘણી બાજી હાથમાં છે. જરા અજમાવી જોઉં. શેઠે પ્રેમથી એના માથે હાથ મૂકીને કહ્યું મારા વહાલા દીકરા ! તારે કંઈ જ છેડવું ન પડે એવી ત્રણ પ્રતિજ્ઞાઓ છે. તે લે તે હું ખુશ થઈને જાઉં કે મારા દીકરાએ મારું કહ્યું માન્યું. મારા આત્માને સંતોષ થશે. પિતાજીની વાત સાંભળીને દીકરાનું દિલ સહેજ પીગળ્યું. એટલે કહે છે તમે કહો. જે મારાથી પળાશે તેવી પ્રતિજ્ઞા હશે તે લઈશ.
શેઠે કહ્યું. બેટા ! તને જુગાર રમવાની છૂટ પણ (૧) જ્યારે તને જુગાર રમવાની ઈચ્છા થાય ત્યારે તારે જમવાના સમયે બપોરે બાર વાગે જુગારીના ઘેર જવું. (૨) મીઠાઈ ખાવાનું મન થાય તે બપોર પછી જમીને કંદોઈની દુકાને જવું અને (૩) વેશ્યાને ત્યાં જવું હોય તે સવારના પ્રહરમાં જ જવું. બેલ આ ત્રણ પ્રતિજ્ઞા પાળીશ? રમણે વિચાર કર્યો કે આ બધા તે સારી. મને કંઈ વાંધ આવે તેમ નથી. માત્ર ટાઈમ ફેરવવાને છે. એ તે બની શકશે. એણે કહ્યું. હા, બાપુજી! હું આ પ્રતિજ્ઞા પાળીશ. હવે તે તમને સતેષ થશે ને? પિતાએ કહ્યું –ડા, બેટા ! જતાં જતાં પણ તે મારું કહ્યું માન્યું તેને મારા દિલમાં સંતેષ થયે છે. પુત્રને આ ત્રણ પ્રતિજ્ઞા આપીને એક બે દિવસમાં જ પિતાએ આ ફાની દુનિયાને ત્યાગ કર્યો. પિતાજીના મરણ પછી રમણ તે બે દિવસ તે ઘરમાં રહ્યો પણ એનું ચિત્ત તે જુગાર અને વેશ્યામાં જ રમી રહ્યું હતું.
પિતાની પ્રતિજ્ઞા પાળતા રમણના જીવનને થયેલો પઃ પિતાજીને ગયા આ દિવસ થયા એટલે તે જુગાર રમવા નીકળે, ત્યાં તેને યાદ આવ્યું કે – પિતાજીએ પ્રતિજ્ઞા આપી છે કે બપોરે બાર વાગે જમવા સમયે જુગારીના ઘેર જવું. બપોરે તે મોટા ભાગે જુગારીયા જમવા માટે ઘેર જ ગયા હોય ને? જે જુગારના અડ્ડા અઠંગ જુગારી હતે તેને ત્યાં રમણ બાર વાગે જુગાર રમવા ગયે, ત્યારે જુગારીની પની જુગારીયા પતિને કહી રહી હતી કે નાથ ! આ જુગારે તે નખેદ વાળી દીધું. તમે જુગારમાં બધી મૂડી સાફ કરી નાંખી. મારા સાસરા અને પિયરના રોગને પણ