________________
ચાર સુવાસ
કહ્યું શંખ રાજાએ ત્યાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાના વીસ બોલ છે. “અરિહંત સિદ્ધપવયણ, ગુરૂ ઘેર બહુ સુએ તવક્સિસુ! અરિહંત ભગવાનના, સિદ્ધ ભગવાનના, ગુરૂના, સ્થાવરના, નિર્ગથ પ્રવચનની બહુ શ્રતના અને તપસ્વીઓના ગુણગાન કરવાથી પણ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. કેટલે બધે મહાન લાભ છે! જે આત્મા સવળે પુરૂષાર્થ કરે તો એ પણ તીર્થકર. પદની પ્રાપ્તિ કરી શકે છે.
એક હસ્તિપાળ નામના રાજા થઈ ગયા. ગુરૂના સમાગમથી તેમની આત્મદષ્ટિ ખુલી ગયેલી હતી. ગુરૂએ તેમને અરિહંત અને સિદ્ધપદનું સ્વરૂપ સમજાવ્યું, એટલે રાજાના મનમાં ભાવના જાગી કે હું ક્યારે સિદ્ધ પદને પામીશ? સિધ્ધપદની પ્રાપ્તિ માટે તે “નમો સિધાણું”. ને સદા જાપ કર્યા કરતા હતા. રાજપાટ ચલાવતાં પણ સિદ્ધપદની આરાધના ચાલુ જ રાખી રાજયના કાર્યમાં ગૂંચાયેલા હોવા છતાં આત્મદષ્ટિ ખુલી ગઈ હેવાથી એમને રાજપાટ, સત્તા, વૈભવ, સમૃદ્ધિ, સન્માન વિગેરે કઈ ચીજને મેહ ન હતે. 5. સંસારમાં હતાં એટલે રાજય ચલાવવાની જવાબદારી ઉપાડવી પડે તેથી ઉપાડતા બાકી સિદધપદની આરાધના સિવાય બીજે કયાંય દિલ ઠરતું નથી. અનમેસિદ્ધાણું” એ પદને જાપ અને સિધ્ધ ભગવાનની નિર્મળ અને નિર્વિકારી અવસ્થાનું ચિંતન સદા કર્યા કરતા. હસ્તિપાળ રાજાને સિદ્ધપદનું આરાધન કરતાં કરતાં વૈરાગ્ય આવી ગયું, એટલે સંસારમાં ચેન પડતું નથી. તેમના મનમાં એમ થાય છે કે હું જ્યારે આ સંસારરૂપી પિંજરમાંથી છૂટું? ત્યાં જે ધર્મગુરૂએ ધર્મ પમાડે હવે તે ગુરૂ આવ્યા. રાજાને ખૂબ હર્ષ થયા ને તેઓ સંસાર છોડી સાધુ બન્યા.
ગુરદર્શન માટે અને પાણીને કરેલો ત્યાગ - દીક્ષા લઈને સિદ્ધપદની આરાધના તે જોરદાર ચાલુ રાખી પણ સિદ્ધ ભગવંતની પિછાણુ કરાવનાર ગુરૂ ઘણાં દૂર વિચરતાં હતાં, એટલે ગુરૂદેવના દર્શન કરવાની એમના અંતરમાં તીવ્ર તાલાવેલી જાગી, તેથી ગુરૂના જે સ્થવિર સંતે હતા તેમની આજ્ઞા લઈને ગુરૂના દર્શન કરવા માટે વિહાર કર્યો. તે વખતે અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી મારા ગુરૂ ભગવંતના દર્શન ન કરું ત્યાં સુધી મારે આહારપાણી લેવા નહિ. ગુરૂના દર્શન કરીને પછી આહાર પાણી લેવા. ગુરૂ દર્શનની ઉત્કૃષ્ટ ભાવનાથી હસ્તિપાળ મુનિ ઉગ્ર વિહાર કરી રહ્યા છે. આ સમયે દેવલોકમાં રહેલા ઈન્દ્ર અવધિજ્ઞાન દ્વારા હસ્તિપાલ મુનિની દઢ પ્રતિજ્ઞાની આરાધના જોઈ, તેથી દેવેની સભામાં એમના ગુણ ગાયા કે અહો! આજે આ પૃથ્વીતલ ઉપર હસ્તિપાળ રાજર્ષિ કેટલી બધી ભવ્ય આરાધના કરી રહ્યા છે! જ્યાં સુધી એમને ગુરૂ ભગવંતના દર્શન તુલ થાય ત્યાં સુધી આહારપાણને ત્યાગ એવી પ્રતિજ્ઞા કરીને ગુરૂદર્શનની ઉત્કૃષ્ટ ભાવનાથી ઉગ્ર વિહાર કરીને જઈ રહ્યા છે. એમની પ્રતિજ્ઞાથી એમને કેઈ ચલાયમાન કરી શકે તેમ