________________
શારદા સુવાસ
૩૩૯ સાધારણ લૂંટારાને મારવા જાય એમાં આપની શોભા નથી. સમર્થ તે સમર્થની સામે લડે સસલાને મારવા સિંહ જાય એમાં બહાદૂરી ન કહેવાય. સિંહની સામે સિંહ જોઈએ. આ પલ્લીપતિ તે સસલા જેવો છે. એની સામે આપને જવું તે શોભાસ્પદ નથી. મને જવાની આજ્ઞા આપે. એને તે હું પણ સહેલાઈથી જીતી શકીશ. પુત્રનું વચન સાંભળીને રાજાએ કહ્યું–બેટા! તું તે હજુ નાનું છે. તારું ત્યાં કામ નહિ. પણ શંખકુમારે કહ્યું-પિતાજી ! આપ જુઓ તે ખરા. હું એને પકડી લાવું છું કે નહિ? પુત્રની વાત સાંભળીને રાજાના મનમાં થયું કે મારે પુત્ર ખૂબ શુરવીર ને ધીર છે. જરૂર વિજય મેળવીને આવશે. એટલે શંખકુમારને જવાની રજા આપી. તેથી એને મિત્ર મતિપ્રભ કહે છે મિત્ર! હું પણ તમારી સાથે આવું છું. તમે યુદ્ધ કરવા જાઓ ને હું મહેલમાં બેસી રહું ! મને તમારા વિના ક્ષણ વાર ગમે નહિ. કુમારે તેને ઘણું ના પાડી પણ પ્રધાનપુત્ર કહે સાચો મિત્ર કેને કહેવાય ? એક સુખમાં સહભાગી બને તે નહિ પણ સુખ-દુઃખમાં જે સાથે રહે તે સારો મિત્ર છે.
આજના મિત્રે તે સ્વાર્થના સગા છે. જ્યારે માણસ સુખમાં હોય ત્યારે સંબંધ રાખે ને ખબર પડે કે હવે આ ખાલી થઈ ગયું છે એટલે એના સામું પણ જોવાનું નહિ. સાચા મિત્રની તે દુઃખમાં જ પરીક્ષા થાય છે.
आपत्काले तु संप्राप्ते, यन्मित्रं मित्रमेवतत् ।
वृद्धिकाले तु संप्राप्ते, दुर्जनोऽपि सुहृद भवेत् ।। દુઃખના સમયે જે સાથ આપે છે તે સારો મિત્ર છે. સુખ અને ધનવૃદ્ધિના સમયે તે દુર્જન પણ મિત્ર બની જાય છે. એમાં તે કઈ વિશેષતાં નથી, પણ દુઃખના સમયે સાથ આપે તેમાં વિશેષતા છે. આજના મિત્રે મોટા ભાગે સુખમાં સાથે રહેનારા હોય છે. જ્યારે પાસે પૈસે હોય ત્યારે સાથે હરવા ફરવા જાય, નાટક સિનેમા જેવા જાય, એક બીજાને ઘેર આવે ને જાય ત્યારે જેનારને પણ એમ લાગે કે શું આ મિત્રોને પ્રેમ છે !
એક ગામમાં બે મિત્રે રહેતા હતા. બંને વચ્ચે મિત્રાચારી ખરી પણ એકબીજાને ઘેર જવું, ખાવું પીવું કે લેવા દેવાને કંઈ સંબંધ નહિ. કયારેક રસ્તામાં ભેગા થઈ જાય ત્યારે પ્રેમથી એકબીજાને ભેટી પડે, એકબીજાની ખબર પૂછે ને છૂટા પડે. આટલે જ સબંધ હતે. એક વખત એના મિત્રની સ્થિતિ પલ્ટાઈ. તે પિસેટકે ખલાસ થઈ ગયે. ચિંતામાં ને ચિંતામાં તે બિમાર પડયે. તે વાતની પિલા મિત્રને ખબર પડી કે મારા મિત્રની આ પરિસ્થિતિ થઈ છે એટલે દેડતે મિત્રની પાસે આવ્યું ને મિત્રની પથારીમાં બેસી તેના માથે હાથ ફેરવવા લાગ્યા ને પૂછયું. મિત્ર! તને ચિંતા છે? ખૂબ પૂછ્યું પણ મિત્રે કહ્યું નહિ, પણ પેલે મિત્ર વિચક્ષણ હતે. તે ઘરની પરિસ્થિતિ જોઈને