________________
શારદા સુવાસ
૩૭૫ અમૃત સાથે રહે તેવું અમે કદી અમારી આંખથી જોયું નથી ને કાને સાંભળ્યું નથી, તેમ તમે અમૃત જેવા છો ને આ વ્યસનનું વિષ તમારામાં કયાંથી ભળ્યું ? જરા વિચાર તે કરે કે જુગાર રમવાથી કેટલું નુકશાન થાય છે? જુગાર રમનાર એક તે પિતાની માલ મિલક્ત બધું હારી જાય છે ને જગતમાં તેની હાંસી થાય છે. માટે કંઈક તે વિચાર કરે. ભીષ્મપિતાએ આટલું સમજાવ્યા છતાં “વિનાશકાળે વિપરીત બુદ્ધિ.” એ રીતે ધર્મરાજાની બુદ્ધિ પણ વિપરીત બની ગઈ. તે કેઈની વાત માનતા નથી ને રમે જ જાય છે. યુધિષ્ઠિરે ધીમે ધીમે કરતાં આકર, પુર, ગામ બધું જ દાવમાં મૂકી દીધું.
આથી લોકોમાં પણ હાહાકાર મચી ગઇ કે મર્યાદા ઉપરાંત જુગાર રમ, આવા મેટા દાવ ખેલવા તે બિલકુલ ઠીક નથી. પણ ધર્મરાજાને હવે જુગાર રમવાને બરાબર રંગ લાગ્યા છે. એ કાઈની વાત સાંભળતા નથી. જુગારમાં બધું હારી ગયા. પાસે કંઈ જ રહ્યું નહિ. શરીર ઉપર પહેરેલા દાગીના પણ હારી ગયા છતાં જુગાર રમવાનું બંધ કરતા નથી. એ જુગારે પાંડવેની કેવી દશા કરી તે વાત ઘણી લાંબી છે પણ મારે તમને સમજાવવી છે. હવે જુગારમાં ધર્મરાજા કોને મૂકશે ને શું બનશે તે વાત અવસરે લઈશું કારણ કે સમય થઈ ગયે છે ને ચાલુ દિવસ છે. બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેનાર ભાઈ-બહેનોને હું પ્રતિજ્ઞા કરાવું છું. સુજાતાબાઈ મહાસતીને ૧૭ ઉપવાસનું પારણું છે તે આજે બધા ઓછામાં ઓછા ૧૭ ઉપવાસ, આયંબીલ, એકાસણુ, બ્રહ્મચર્યનું પાલન કરવું વિગેરે પ્રતિજ્ઞા લઈને જજે. તે જ તપસ્વીનું સાચું બહુમાન કર્યું ગણાશે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૧ શ્રાવણ વદ ૮ ને શનિવાર
તા. ૨૬-૮-૭૮ જન્માષ્ટમી સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર ભગવતે ફરમાવે છે કે હે ભવ્ય છે ! મહાન પુણ્યના ઉદયથી તમને આ માનવદેહની પ્રાપ્તિ થઈ છે. ધર્મ કરવા માટેનું જે કંઈ ઉત્તમ અને અનુકૂળ સ્થાન હોય તો તે માત્ર એક માનવજીવન છે. માનવજીવન એ આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેનું એક કેન્દ્રસ્થાન છે. સમસ્ત સંસારને ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારવાનું બીડું ઝડપવાની તાકાત પણ આ માનવજીવન ધરાવે છે. ત્યાગ ધર્મની આરાધના કરવાથી માનવજીવનના મૂલ્ય અંકાય છે. બાકી વિષયવિલાસેના ગરમાગરમ બજારમાં મહાલતા હે માટે, ક્ષણે ક્ષણે દુખના સાગરમાં ડૂબકી મારી રહેલા નારકીઓ માટે અને બિલકુલ વિવેકરહિત અને પરાધીન તિય માટે ધર્મની સંપૂર્ણ આરાધના અશકય છે. આટલા માટે સર્વ આસ્તિક દર્શનેએ માનવજીવનની મહત્તાના