________________
શારદા સુવાર્ચ
રૂણર અમને ખૂબ આનંદ આવશે. અમે તે બધા નાના નાના છીએ. અમારું આપની સાથે કામ નહિ પણ આપ, દુર્યોધન બધા મોટા મોટા રમશે તે વળી એર મઝા આવશે એમ કહીને બધા યુધિષ્ઠિરને જુગાર રમાડવા માટે વળગી પડયા. એમણે અગાઉથી ગઢવી રાખ્યા પ્રમાણે લગ જોઈને દુર્યોધને કહ્યું કે યુધિષ્ઠિર વીરા ! આજે તે ઘણાં સમયે આપણે બધા ભેગા થયા છીએ. રાજકાર્ય તે છે છે ને છે. આજે તે આ મને રંજન કરવ.ને ગ્રામ છે તે આપણે બધા જુગાર રમવા માટે બેસીએ. ત્યાં તે દુર્યોધનને મામા શકુનિ અવ્યા, કર્ણ આવ્યા ને કહેવા લાગ્યા કે હ ાહા... સાચી વાત છે. તમે અને મેટા જુગાર રમશે તે અમને પણ જોવાની ખૂબ મઝા આવશે. બધાએ ખૂબ આગ્રહ કર્યો એટલે યુધિષ્ઠિરે કહ્યું-ઠીક, ત્યારે રમીએ. આ સાંભળીને દુર્યોધન આદિના આનંદનો પાર ન રહ્યો. હાશ હવે માછવું બરાબર આપણે જાળમાં સપડાઈ જશે, અને આપણી મહેનત લેખે લાગશે. એમ વિચારી દુર્યોધને તેના માણસેને કહ્યું કે જાઓ, અમારે રમવા માટે નવા પાસા લઈ આવે, અને બધાને આમંત્રણ આપો કે યુધિષ્ઠિર અને દુર્યોધન જુગાર રમે છે. માટે બધા સભામાં જવા માટે પધારે.
દુર્યોધનની માયાજાળમાં ફસાતા ધર્મરાજા" - જ્યાં યુધિષ્ઠિરે જુગાર રમવાની હા પાડી ત્યાં ભીમ અને અર્જુને કહ્યું મેટાભાઈ! જુગાર રમવું તે તમારા માટે ચોગ્ય નથી જુગાર એ ભયંકર વ્યસન છે, ત્યારે ધર્મરાજાએ કહ્યું–ભાઈ! આમાં મારી જુગાર રમવાની દષ્ટિ નથી. આ તે બધા ભાઈઓને ખૂબ આગ્રહ છે એટલે હું બે ઘડી મનરંજન ખાતર રમવા બેસું છું. એમ કહીને યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા પણ કેમ રમવું તે આવડતું નથી, એટલે પહેલાં જ પૂછી લીધું કે આ બાજી કેમ રમાય? એટલે દુર્યોધને તેમને બધી વાત સમજાવી કે પહેલા દાવમાં અમુક ચીજ મૂકવાની. જે જીતે તે એ ચીજ લઈ જાય. બંધુઓ ! જુગારમાં પહેલાં નાની નાની વસ્તુઓ મૂકવામાં આવે છે. પછી મેટી ચીજો મૂકાય છે. પહેલાના વખતમાં માણસે આંબીવાથી (ચુકાથી) જુગાર રમવાની શરૂઆત કરતા હતા. આંબલામાંથી પછી પૈસા, રૂપિયા અને દાગીના મૂકતા હતા. અહીં યુધિષ્ઠિર અને દુર્યોધન રમવા બેઠા એટલે બધા જેવા માટે આવ્યા.
જુગારના પ્રથમ દાવમાં પાણી ને પછી આગળ વધતાં સેનાના દાગીના' - યુધિષ્ઠિર પહેલા દાવમાં સોપારી મૂકીને રમ્યા તે જીતી ગયા. બીજા દાવમાં બીજું ફળ મૂકહ્યું તે પણ જીત્યા, ત્રીજા દાવમાં વીંટી મૂકી તેમાં પણ જીત્યા. તેમની જીત થવા લાગી એટલે રમવાને રસ વધે. અત્યાર સુધી યુવિષ્ઠિર કદી જુગાર રમ્યા ન હતા પણ હવે રમ્યા એટલે રમવાને બરાબર ચસકો લાગે. તેથી સોનાની કંઠ્ઠી, કડી વિસેરે નાના નાના આભૂષણે મૂકીને રમવા લાગ્યા. રમતાં રમતાં કઈ વખત યુધિષ્ઠિરની હાર થતી તે દુર્યોધનની જીત થતી અને દુર્યોધનની હાર થતી તે યુધિષ્ઠિરની જીત થતી, એમ