________________
૭૮
શારદા સુવાસ છે પણ હું તમને થોડા સમય પહેલાંની વાત કરું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ થઈ ગયા. એમને તે તમે જાણે છો ને ? સયાજીરાવ ગાયકવાડ સત્તાધીશ હોવા છતાં પ્રજા પ્રત્યે પૂર્ણ પ્રેમ ધરાવનારા હતા. વિનય અને નમ્રતાના ગુણેથી એમનું જીવન મઘમઘતું હતું. એટલે પ્રજાજનનું નાનામાં નાનું દુઃખ પણ વિના સંકોચે દૂર કરતા હતા. એમને સત્તાનું અભિમાન નડતું ન હતું. મેટાઈ તે મનમાં હતી જ નહિ, તેથી નાનામાં નાનું કામ કરવામાં પણ તેમને નાનપ લાગતી નહિ. એવા એ સયાજીરાવ ગાયકવાડના જીવનમાં બનેલે એક પ્રસંગ છે.
એક દિવસ સયાજીરાવ ગાયકવાડ અને તેમને પ્રધાન અરવિંદ ઘોષ બંને જણા એક દિવસ ઘેડા ઉપર બેસીને પ્રભાતમાં મીઠી અને ઠંડી હવાની મોજ માણવા માટે જંગલમાં જઈ રહ્યા હતા. ગાયનાં ધણ પણ સવારમાં જ જંગલમાં ચરવા માટે જતા હતા, તેથી એક ગરીબ પણ ખાનદાન ઘરની વૃદ્ધ સ્ત્રી સવારમાં જ છાણા વીણવા માટે જંગલમાં આવી હતી. એણે છાણ વીણી વીણીને એક મોટે ટેપલે ભર્યો, પણ પિતાની જાતે માથે ઉપાડી ન શકી. તેથી કોઈ ઉંચકાવનારની રાહ જોતી તે જંગલમાં એકલી બેઠી હતી. દૂરથી ઘેડો આવતે જે. મહારાજાને ઘેડે થેડે આગળ હતું ને પ્રધાનને ઘેડો પાછળ હતું. આ વૃદ્ધ માડીએ જોયું કે ઘોડા ઉપર બેસીને આવનાર કેઈ સારે માણસ લાગે છે. એટલે કહ્યું એ દીકરા! તું ઘેડા ઉપરથી હેઠા ઊતરીને મને માથે આ ટેપલે જરા ચઢાવ ને! મહારાજા તે ખૂબ દયાળુ હતા. એમના જીવનમાં માનવતાની મહેંક મઘમઘતી હતી, તેથી વૃદ્ધ માડીને જોઈને તરત ઘોડેથી નીચે ઉતર્યા. બંધુઓ ! હું તમને પૂછું છું કે તમે આ જગ્યાએ ઘોડા પર બેસીને ચાલ્યા જતા હે ને કઈ વૃદ્ધ માડી કહે કે ભાઈ ! જરા મારું આટલું કામ કરે ને, તે તમે શું કરે? ઘેડા ઉપરથી નીચે ઉતરે કે ચાલ્યા જાવ? (હસાહસ) અરે ! કરવાની તે વાત જ કયાં, સામું પણ ન જુઓ. - “મહારાજાનો નિરાભિમાનતા” – મહારાજા સયાજીરાવ ઘડા ઉપરથી નીચે ઉતર્યા અને બાઈને માથા ઉપર છાણને ટેપલે ઉંચકીને ચઢાવ્યું. રાજા જેવા રાજાને જરા પણ નાનપ ન આવી કે હું મટે રાજા અને એને ટોપલે શેનો ચઢાવું! કે સાથે પ્રધાન હતે તેને કહું! એમ નહિ. પિતાની જાતે જ ચઢાવ્યું. રાજાએ તે ટેપલ ચઢાવ્યો. આ જોઈને પ્રધાનજી ખડખડાટ હસી પડયા. એટલે રાજાએ પૂછયું–પ્રધાનજી! મેં આ વૃદ્ધ માડીને માથે ટેપલે ચઢાવે તેમાં તમને આટલું બધું હસવું કેમ આવ્યું ? પ્રજાને મદદ કરવી એ મારી ફરજ છે. પ્રજાનું ગમે તેવું નાનામાં નાનું કામ કરી આપવું એમાં જ ગૌરવ છે. એ વાતને તમે શું નથી જાણતાં? પ્રધાને કહ્યું સાહેબ ! હું બરાબર જાણું છું, પણ મને સહેજ હસવું આવી ગયું. રાજાએ કહ્યું પણ હસવા હસવામાં ફરક હોય છે. તમે ઘણીવાર મોઢું મલકાવીને સહેજ હસે છે પણ આજે તે નાના બાળકની જેમ ખડખડાટ