________________
શારદા સુવાસ
યશોગાન ગાયા છે. જે અમૂલ્ય દુર્લભ જીવનને સંખ્યાબંધ આત્માઓ ક્ષણિક, અનિત્ય, નાણાવંત વૈભવૃવિલાસોથી ઉત્પન્ન થતાં ક્ષણિક સુખમાં મસ્ત બનીને વેડફી રહ્યા છે તે જ જીવનને સંખ્યાબંધ વિવેક દેવે સ્વાધીન સુખેને અવગણને પળે પળે ઝંખી રહ્યા છે. ટૂંકમાં જન્મ અને મરણના બે કારમાં રોગને નાબૂદ કરવા માટે રામબાણ ઈલાજ કઈ પણ સ્થળે પ્રાપ્ત થતો હોય તે તે માત્ર માનવજીવનમાં પ્રાપ્ત થઈ શકે છે. તે નિર્વિવાદ વાત છે.
માનવજીવનની સાર્થકતા કઈ રીતે કરશો? :- બંધુઓ ! આ સુંદર માનવદેહ પૂર્વના પ્રબળ પુણ્યદયે પ્રાપ્ત થવા છતાં એની સાથે મોક્ષમાર્ગની આરાધના કરવામાં સહાયક કેટલીક વિશિષ્ટ અને અનિવાર્ય સામગ્રીઓના અભાવે અરણ્યમાં રહેલા માલતીને પુષ્પની માફક તે નિરર્થક જાય છે. જેવી રીતે ખરાબ વસ્તીમાં રહેલું, નીચ પાડોશીની સંગતિવાળું, ચારે દિશાઓની દુર્ગધથી વ્યાપ્ત, હવા ઉજાસ વિનાનું, જરૂરિયાતની સગવડથી રહિત અને તેફાની વાતાવરણમાં આવેલું એવું આલીશાન અને સુંદર મકાન પણ આ લેકની સુખાકારી માટે તદ્દન નિરૂપયેગી ગણાય છે, તેમ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પાંચ ઈન્દ્રિઓની પટુતા, સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપ તત્વત્રયીને સંગ, આરોગ્યતા અને દીર્ધાયુષ આદિ સુંદર સામગ્રી રહિત માનવજીવન પણ મેક્ષમાર્ગની સાધના માટે તદ્દન નિરર્થક નીવડે છે. તમને અને અમને બધાને માનવજીવન મળ્યું છે ને ધર્મારાધના કરવાની સામગ્રી પણ મળી છે. હવે તે આપણે પુરૂષાર્થ કરવાની જરૂર છે. સાસગ્રી હશે પણ જે પુરૂષાર્થ નહિં હોય તે સામગ્રી શા કામની ? જેમ સ્વાદિષ્ટ ભજન તૈયાર કરવા માટેની તમામ સામગ્રી તૈયાર છે પણ તેને પકાવવા માટે કઈ માણસ ન હોય તે રસોઈ તૈયાર થશે ખરી ? બધી જ સામગ્રી તૈયાર હોવા છતાં પણ પકાવવા માટે નિરૂદ્યમી બનેલે આત્મ સ્વાદિષ્ટ ભજનને આસ્વાદ માણી શકતું નથી, તે જ પ્રમાણે માનવદેહની સાથે ઉપરોક્ત તમામ સામગ્રી મળવા છતાં પ્રમાદી આત્માઓ ધર્મની આરાધના કર્યા વિના મેક્ષના સુખને આસ્વાદ લેવા સમર્થ બની શક્તા નથી. માત્ર ઉદ્યમના અભાવે પ્રમાદી આત્માએ સઘળું ગુમાવે છે. આટલા માટે જ્ઞાની ભગવંતે કહે છે કે ધર્મકાર્યમાં પુરૂઝાર્થની અત્યંત આવશ્યકતા છે.
“આત્મક્ષેત્રમાં ગુણરૂપી બીજ” – માનવદેહ મળે, માનવભવ મળે, બધી સામગ્રી મળી અને ધર્મ પણ કરવા લાગ્યા પણ એની સાથે માનવભવને અનુરૂપ માનવતાના
નું પ્રગટીકરણ કરવું એ પણ જરૂરી છે. આ દુનિયામાં માનવ તે ઘણું છે પણ મોટા ભાગના માનમાં માનવતાને અભાવ છે. માનવતાના અભાવમાં માનવજીવન સાર્થક સમતું નથી. એટલે તમને જો તમારા મહાન પુણ્યોદયે બધી સામગ્રી મળી છે તે "માનશતાના ગુણે જરૂર પ્રગટાવે. તે તમે સાચા માનવ છે. જેમ તમારે ખેતરમાં ઘઉંને