________________
શાહા સુવાસ મેટે પાક જોઈ તે હોય તે ખેતરમાં ઘઉં વાવવા જોઈએ ને ? એવી રીતે અનંત ગુણેને પાક આપણે જોઈ તે હોય તે ગુણનાં બીજ વાવવા જોઈએ ને ? ગુણેના બીજ વાવ્યા વિતા અનંત ગુણેને પાક નહિ મળે. આટલા માટે આપણા જિનેશ્વર ભગવતેએ આત્મક્ષેત્રમાં ગુણરૂપી બીજ વાવવાને ઉપદેશ કર્યો છે.
ગુણેનાં બીજ વાવ્યા વિના કરેલી ધર્મસાધના એ તે ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણ અને પાવામાં આવતા પાણી જેવી છે. બીજ વાવ્યા વિના ખેતરમાં ગમે તેટલું ખેડવામાં આવે અને પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે છતાં બધું નિષ્ફળ તેમ ગુણેના બીજ વાવ્યા વિના કરાતી ધર્મ સાધના પણ નિષ્ફળ છે. આજે ઘણાં માણસે આની સામે એવી દલીલ કરે છે કે અમારા જીવનમાં ગુણે હોય તે પછી ધર્મસાધના ન કરીએ તે ચાલે ને? આ દલીલ કેવી છે તે તમે સમજ્યા? કઈ કહે કે અમે ખેતરમાં બીજ વાવીએ પછી વાડ ન કરીએ. પાણી ન પાઈએ તે ચાલે ને? (હસાહસ) આવી જગતના જીવોની દલીલ છે. જીવનરૂપી ક્ષેત્રમાં ગુણેના બીજ વાવ્યા વિના ધર્મની ખેતી એ મજુરી છે. હવે તે ગુણરૂપી બીજ વાવીને જ ધર્મની ખેતી કરે. તે માનવજીવન સાર્થક બનશે.
માનવ બનવા માત્રથી કલ્યાણ નથી થવાનું પણ માનવતાના ગુણરૂપી પુષ્પ ખીલવીને માનવતાની મહેંક આપણે પ્રસરાવવાની છે. દુનિયામાં જેટલા માનવીઓ છે તે બધા કંઈ સદ્દગુણી કે ધમીડ નથી લેતા. જેમ કે આ દુનિયામાં એક સરખી ઘણી વસ્તુઓ દેખાય છે પણ બધી ચીજોના ગુણ સરખા હોતા નથી. થેરીયાનું દૂધ સફેદ હોય છે, આકડાનું દૂધ પણું સફેદ હોય છે, ચુનાનું પાણી સફેદ હોય છે અને ગાય-ભેંસનું દૂધ પણ સફેદ હોય છે. દેખાવમાં દરેક ચીજો સફેદ છે પણ ગુણ સરખા હેતા નથી. ગાય ભેંસનું દૂધ પીવે તે શરીરને પુષ્ટિ મળે છે અને આકડાનું, થેરીયાનું દૂધ પીવે તે મરી જાય અને ચુનાનું પાણી પીવે તે પેટમાં ચાંદા પડી જાય. એ રીતે દરેક માનવમાં અંતર છે. જેનામાં માનવતાના ગુણે ખીલ્યા છે તેનું માનવજીવન સાર્થક બને છે. આપણું ચાલુ અધિકારમાં શંખકુમારની વાત ચાલે છે. એનું જીવન માનવતાની મહેકથી મઘમઘતું હતું, તેથી યશોમતીની વહારે ગયા. યશોમતીને ઉઠાવી જનાર વિદ્યાધર કંઈ સામાન્ય ન હતે. છતાં એની સાથે ઝઝૂમીને વિદ્યાધરને હરાવ્યું અને યમતીને તેના બંધનમાંથી મુક્ત કરાવી. શંખકુમારનું પરાક્રમ જોઈને મણિશેખર વિદ્યાધર ખુશ થઈ ગયો અને બંને વચ્ચે મિત્રતા જામી.
બંધુઓ ! એ સમયના રાજા મહારાજાઓનાં જીવનમાં માનવતાની મહેંક મઘમઘતી હતી. સમય આવે એકબીજા માટે પ્રાણ દેતા હતા. પછી રાજા હોય કે પ્રજા હોય. કોઈને પણ દુખી જોઈને એ લોકો આંખ આડા કાન કરતાં ન હતાં પણું તરત દુખીનું દુઆ અટાડતા હતા. આનું નામ સાગ્રી માનવતા કહેવાય. શંખકુમારની વાત ઘણાં જના સમયની