________________
શાહ સુવાસ
મોક્ષમાં જવા માટેના ચાર દરવાજે કયા એ તે તમે જાણે છે ને? દાન, શીયળ, લેપ અને ભાવ. પરિગ્રહે સંજ્ઞાને તેડીને હળવા બનવા માટે દાન છે. જેની પાસે ધન હોય તે ધનનો મેહ છેડીને બને તેટલું દાન કરે. મૈથુન સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે શીયેળ વ્રતનું પાલન કરવાનું છે. જેનાથી બને તે કામના ઉપર વિજય મેળવીને બ્રહ્મચર્યનું પાલન કરે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે તપ કરે. દાન, શીયળ અને તેપ એમાંથી એક પણ તમે કરી શકે તેમ ન હ તે અંતરના ભાવથી એવી શુભ ભાવેને ભાવે કે હે ભગવાન ! હું આવું દાન ક્યારે આપીશ ? શુદ્ધ શીયળવતનું પાલન કરે કરીશ? અને આવા મહાન તપસ્વીઓ જેવી તપ સાધના ક્યારે કરીશ? આજે આપણે ત્યાં તપ મહોત્સવ છે. મલાડ સંઘને આંગણે ચાતુર્માસ આવ્યા ત્યારથી તપશ્ચર્યાના મંગલકારી માંડવડ નંખાઈ ગયા છે. કંઈકે માસખમણ સેળભથ્થુ, સિધિતપ, અડ્ડાઈ કરીને પારણું કર્યા. માનવંતા બહેનને આજે ૩૮ મો ઉપવાસ છે. ઉપવાસના ત્રણ સિદ્ધિતપ ચાલે છે. નવદીક્ષિત બા બ. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૧૭ ઉપવાસનું પારણું છે. સતીજી ઉંમરમાં નાના છે ને દીક્ષામાં પણ નાના છે, પણ તપશ્ચર્યામાં સત્તરે દિવસ જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમાં રક્ત રહ્યા છે. તેમણે સમજણપૂર્વક આત્મલક્ષે આવા મહાન તપની ઉષ્ય સાધના કરી છે.
બંધુઓ! કમની જડને નાબૂ કરવા માટે તપ એ અમેઘ સાધન છે. તજ વિના પુરા કર્મો નાબૂદ થવાના નથી. કપડું સામાન્ય મેલું થયું હશે તે એને સાબુ દઈને મસળવામાં આવશે તે સાફ થઈ જશે પણ જે કપડું ખૂબ મલું અને ચીકણું થઈ ગયું હશે તે એને સાફ કરવા માટે ગરમ પાણીમાં સાબુ ને સેડ નાંખીને બાફવું પડશે, તે જ રીતે આપણું આત્માને ચીકણું કર્મોના લેપ લાગેલા છે તેને સાફ કરવા માટે આત્માને તપ ત્યાગની ભઠ્ઠીમાં બફાવું પડશે તે જ આત્મા સ્વચ્છ બનશે. આપણું પરમ પિતા. મહાવીર પ્રભુ તે તીર્થકર નામ કર્મ બાંધીને આવ્યા હતા ને નિયમો મોક્ષમાં જવાના હતા છતાં કર્મોને ચકચૂર કરવા માટે તેમણે ચોમાસી, છમાસી વિગેરે કેવા ઉગ્ર તપ કર્યા ! સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી તપ કર્યા અને કર્મોને ક્ષય કરીને આત્માની તેજ ઝળકાવ્યા. આપણે પણ અનંત ભવના કર્મોના કાટને કાઢવા માટે તપ કરવાની જરૂર છે. મશીનરીને સાફ કરવા માટે પેટ્રેલની જરૂર છે, સેનાને શુદ્ધ બનાવવા માટે અગ્નિની જરૂર છે, વાસણને ઉજજવળ કરવા ખટાશ અને રખની જરૂર છે, પાણીને શુદ્ધ કરવા ફટકડીની જરૂર છે તેમ આત્માને સ્વચ્છ કરવા માટે તપ અને સંયમની જરૂર છે. તપશ્ચર્યા દ્વારા જુના કમે ખપે છે.
આપણા જૈનશાસનમાં તપની વિશેષતા છે. તપના તેજ અંતકિક છે. તપસ્વીઓના ચરણમાં દેવ પણ ઝૂકે છે. આપણે પણ તપસ્વીઓના તપની અનુમોદના
શા. સુ. ૨૪