________________
શારદા સુવાસ
ઘણું વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે. ગુરૂ તે બધાને સમાનભાવથી જ્ઞાન આપે છે, પણ જેની જેવી યોગ્યતા. બધા વિદ્યાર્થીઓમાં જિનસેન કુમાર ખૂબ વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવા લાગે. ભણવામાં એ સૌથી ફર્સ્ટ નંબરે હતો. ગુરૂ ડું શીખવાડે અને વધારે આવડી જાય. જ્યારે ગુરૂ પ્રશ્ન પૂછે ત્યારે ફટાફટ એના જવાબ આપી દેતે, એટલે ગુરૂ એની ખૂબ પ્રશંસા કરતા, તેથી અભિમાની રામસેન ઈર્ષ્યાથી બળીને કહે કે તમે તે એક જિનસેનને જ દેખે છે. એની ભૂલ હોય તે પણ તમને ભૂલ દેખાતી નથી. એ જ તમને દેખાય છે. અમે તે કઈ વિસાતમાં જ નથી. એવા એવા શબ્દો ક્યારેક ગુરૂને કહી દેતે. આવા વિદ્યાર્થીને કદી જ્ઞાન મળે ખરું? કદાચ ક્ષપશમ હોય તે જલ્દી યાદ રહી જાય પણ વિનય વિનાનું જ્ઞાન લાંબે સમય ટકી શકતું નથી. રામસેન ભણે છે પણ એને આવડતું નથી. ક્યાંથી આવડે ? અભિમાન છોડે તે જ્ઞાન મળે ને ?
રામસેનથી સૌને થયેલો ત્રાસ :- એને કઈ કંઈ કહે તે તરત જ કહી તે કે હું તે રાજાની માનીતી રનવતી રાણીને પુત્ર છું. મને કેઈએ કંઈ નહિ. કહેવાનું. મને જે કંઈ કંઈ કહેશે તે હું મારા પિતાજીને કહી દઈશ. એમ કહીને બધા વિદ્યાર્થીઓની સાથે જ ઝઘડો પણ એ તે માનીતી રાણીને દીકરે હવે એટલે એને કઈ કંઈ કહી શકતું નહિ. એને ગુરૂ કંઈ કામ કરવાનું કહે તે પણ કહી દેતો કે હું કંઈ અડી કામ કરવા નથી આવ્યું, ભણવા આવે છે. એ જમાનામાં રાજકુમાર ભણવા જતાં ત્યારે ગુરૂએ તેમની પરીક્ષા કરવા માટે કામકાજ પણ કરાવતા હતા. લાકડાને ભારા લેવા મોકલે, પાણી ભરવા મેકલે. તે વિનયવંત વિદ્યાર્થીઓ હસતા મુખે બધું કામ કરતા હતા. આ જિનસેનકુમાર ગુરૂની દરેકે દરેક આજ્ઞાનું પાલન હસતા મુખે કરતે હતો. ગુરૂની જીભ ફરે ને એના પગ ફરે. ગુરૂ જે કહે તે બધું તહેતુ કહી વધાવી લેતે. આ જોઈને ગુરૂની આંખડી એના ઉપર ઠરી જતી અને અંતરમાં હરખાતા કે આ જિનસેનકુમાર જ રાજ્યને અધિકારી બનશે. બંને કુમારે અહીં ભણે છે. અને કુમારને ગુરૂની પાસે ભણવા મૂક્યા ને પાંચ વર્ષ થયા એટલે પ્રધાનજીના મનમાં થયું કે લાવને, હું ત્યાં જઈને તપાસ તે કરું કે બંને કુમારે શું ભણે છે? હવે પ્રધાનજી જિનસેન અને રામસેનની ખબર લેવા માટે ગુરૂકુળમાં આવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આજે પંદરનું ઘર છે. આ દિવસે સૂચના કરે છે કે આજથી પંદરમા દિવસે સંવત્સરી મહાન પર્વને પવિત્ર દિવસ આવશે. તમે એ થી જાગૃત બની જજો. તપ સાધનામાં જોડાઈ જજો. આપણે ત્યાં ત્રણ ત્રણ સતીઓનાં તપ ચાલી રહ્યા છે. અમારા નાના નવદીક્ષિત બા. બ્ર. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૧૭ મો ઉપવાસ છે. ગુરૂકૃપાએ શાતા સારી છે. આજે તેમની તપસાધનાને છેલ્લે દિવસ છે. બા. બ્ર. શેભનાબાઈ મહાસતીજી અને બા, બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે નવમે ઉપવાસ છે. બીજા