________________
શારદા સુવાસ પણ જંગલમાં લશ્કરી છાવણીમાં મૂકીને આવ્યો છું. હું નહિ જાઉં તે બધા મારી ચિંતા કરશે ને શોધવા નીકળશે. માટે અત્યારે મને જવા દે. ફરીને કયારેક હું આવીશ પણ મણિશેખરે કહ્યું કે હું તમને નહિ જવા દઉં. એટલે શંખકુમારે તેની માંગણીને સ્વીકાર કર્યો ને કહ્યું – ભલે હું આવું છું. હવે શંખકુમાર મણિશેખરની સાથે જશે અને એના સૈન્યમાં કેવી ચિંતા થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - જિનસેના રાણીએ જિનસેન કુમારને સારા સંસ્કાર આપ્યા હતા એટલે એનામાં વિનય, નમ્રતા વિગેરે ગુણે આવ્યા. જતાવેંત ગુરૂના ચરણોમાં પડીને કહ્યું કે ગુરૂદેવ ! હું તે આપનાં ચરણમાં અર્પણ થઈ ગયો છું. આપ હવે મને જ્ઞાન આપો. આવતાંની સાથે જિનસેન પિતાને ગુણેથી ગુરૂના દિલમાં વસી ગયે. એના માથે હાથ મૂકીને કહ્યું–શાબાશ....બેટા... શાબાશ. તું દરેક કાર્યમાં મહાનિપુણ બનજે. એમ કહી એના માથે હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા.
રનવતી રાણીએ એના રામસેન કુમારને આઠ વર્ષનો કર્યો પણ એણે કદી એના દીકરાને ધર્મના સંસ્કાર આપ્યા નથી. કદી વિનય નમ્રતાના પાઠ પઢાવ્યા નથી. એણે તે એના લાડીલાને બસ ખાવું, પીવું ને ખેલવું એટલું જ શીખવાડયું હતું. એ કયાંથી શીખવાડી શકે ? એનામાં ગુણ હોય તે એના દીકરાને શીખવાડે ને ? એને તે પાંચ પાંચ ધાવમાતાઓ ઉછેરનારી હતી, એટલે ખૂબ લાડ લડાવીને ઉછેર્યો. રામસેન રનવતી જેવો રૂપાળો હતો એટલે એને જોઈ જોઈને રાજા-રાણું ખૂબ આનંદ પામતા હતા કે શું મારે કુમાર છે ! રૂપમાં ઘણે રૂડો હતે પણ ગુણમાં જીરે હતા.
માતા જેસા હૈ અભિમાન, રખતા સબસે એંટ,
નહીં કિસીકે ચરણે મુકતા, નહીં કરતા હે ભેટ, જેવી રત્નવતી અભિમાનનું પુતળું હતી તે તેનો દીકરો રામસેન અભિમાની હતે. બધાની પાસે અકડાઈથી જ વાત કરે. એના માતા-પિતા કે કેઈને કદી નમતિ ન હતે. કહેવત છે ને કે “નમે તે સહુને ગમે.” જે નમે નહિ તે પડે છે. માટે જીવનમાં નમ્રતાની જરૂર છે. નમ્રતાથી માણસ અઘરામાં અઘરા કાર્યો સહેલાઈથી પાર કરી શકે છે. રામસેન આઠ વર્ષનો થયે એટલે એને પણ ગુરૂની પાસે ભણવા મેકલ્યા. રામસેન ભણવા આવ્યું. પણ ગુરૂને નમસ્કાર ન કર્યા. આ જોઈને ગુરૂને થયું કે અહો ! એક જ બાપના બે દીકરા છે પણ એમાં કેટલે બધે ફરક છે! એકમાં કેટલા ગુણો ભરેલા છે ને એકમાં ગુણનું નામ નિશાન નથી. ગુરુ પણ જોતા વેંત રામસેનને પારખી ગયા. - બંને રાજકુમારે ગુરૂકુળમાં ગુરૂજીની પાસે અભ્યાસ કરવા લાગ્યા. બીજા પણ