________________
३६४
શારદા સુવાસ બીજા દિવસે સભા ઠઠ ભરાઈ ગઈ. રાજા એમના દીકરાને કેવી શિક્ષા કરશે તે જાણવાની સૌને ઈંતેજારી હતી. રાજાને પણ ન્યાય કરવાની કસોટી હતી. પ્રજાજને સમજતાં હતાં કે આપણું મહારાજા ન્યાયી છે એટલે કુંવરને પણ આકરી શિક્ષા કરશે, તેથી નગરના મુખ્ય માણસે, બધા ઉભા થઈને નમ્રતાપૂર્વક રાજાને વિનંતી કરવા લાગ્યા કે મહારાજા સાહેબ ! આપ અટલ ઈસાફ કરનારા છે. પુત્ર કે પ્રજા પ્રત્યે આપ ભેદભાવ રાખતા નથી પણ અહીં ખૂબ વિચારીને ન્યાય કરજો. આપને એક જ લાડીલા કુમાર છે એ પણ ગુણવાન છે. યુવરાજ છે અને ભવિષ્યના રાજ્યના વારસદાર છે. માટે જે કંઈ ન્યાય આ હેય તે ખૂબ વિચારપૂર્વક આપજો, એવી અમારી આપને નમ્ર વિનંતી છે.
રાજાના અટલ ન્યાયને ઝીલતે રાજકુમાર:- રાજકુમાર પણ ખૂબ ગુણવાન હતે, એટલે પ્રજાજનેને તેના પ્રત્યે આટલું બધું માન હતું. જે કુંવર ઉન્ફાન હેત તે પ્રજાજને એને માટે રાજાને વિનંતી કરવા ન જાત. પ્રજાની વિનંતી સાંભળીને રાજાએ કહ્યું–હે મારા પ્યારા પ્રજાજને ! સાચે ન્યાય કરે તે માટે પ્રથમ ધર્મ છે. અન્યાયન. ભેગે હું મારા પુત્રને બચાવવા પ્રયત્ન નહીં કરું. આ જગ્યાએ જે કઈ બીજાને પુત્ર હેત તે તમે મને શું સલાહ આપત! જે ન્યાય પ્રજાના પુત્ર માટે તે જ મારા પુત્ર માટે હવે જોઈએ. ન્યાય એટલે ન્યાય, ન્યાયમાં કેઈની લાગવગ કે હોશિયારી ન ચાલે. સભામાં એકદમ ગમગીનતાભર્યું વાતાવરણ છવાઈ ગયું. પ્રજાજને રાજાની સાચી ન્યાય કરવાની ભાવના જોઈને થંભી ગયા. રાજાએ ફરીને કહ્યું કે ન્યાય તે સૌને સમાન મળવું જોઈએ. માટે હું તમને પૂછું છું કે મારે કુમારને શું શિક્ષા કરવી? કેઈન બેલ્યું, ત્યારે રાજાએ કહ્યું-જે તમારે કેઈને ન બોલવું હોય તે અતિદુમકુમારને એના ગુનાની શિક્ષા હું ફરમાવું છું કે એણે વાછરડા ઉપર ઘોડો ચલાવ્યું છે તે તેને પણ રાજમાર્ગ ઉપર સુવાડી તેના ઉપર ઘેડે ચલાવ, કુમારે પણ રાજાને કહ્યું-પિતાજી! બરાબર છે. મને પાપીને એ જ શિક્ષા થવી જોઈએ. હું સહર્ષ મારા ગુનાની સજાને સ્વીકાર કરું છું,
પિતા-પુત્રને થયેલ જયજયકાર – રાજાનું ફરમાન સાંભળીને બાળક, યુવાન અને વૃદ્ધ બધાની આંખમાં આંસુની ધાર વહી, અને રાજાને ફરી ફરીને વિનંતી કરવા લાગ્યા સાહેબ ! કંઈકે તે વિચાર કરો. આપના પછી આ રાજ્ય કેણુ ચલાવશે ? અમે એવી સજા નહિ કરવા દઈએ, પણ રાજા તે મક્કમ રહ્યા, અને સેવકને હુકમ કર્યો કે તમે રાજકુમારને રાજમાર્ગ ઉપર સુવાડીને તેના ઉપર ઘોડો ચલાવે. ત્રણ ચાર વખત રાજાએ કહ્યું પણ સેવકો રાજાની આજ્ઞાનું પાલન કરવા તૈયાર ન થયા ત્યારે રાજાએ કહ્યું કે તમે કેઈનહિ કરે તે હું જાતે કુંવર ઉપર ઘોડે ચલાવીશ પિતાના લાડીલા પુત્ર અતિ દુમકુમારને આજ્ઞા કરી કે જાતું મુખ્ય રાજમાર્ગ ઉપર જઈને સૂઈ જા. પરમ પિતૃભક્ત અને આજ્ઞાંતિ પુત્ર