________________
શારદા સુવાસ હતા. એમને રાવણની સાથે વેરઝેર ન હતું. એ રાવણની સાથે લડયા ન હતા પણ એની આસુરી પ્રકૃતિ સામે લડયા હતા. દુર્ગુણની સામે સદ્ગુગથી વિજય મેળવ્યું હતું. અન્યાયની સામે ન્યાયથી લડ્યા હતા. આગળના રાજાઓ કરી અન્યાયથી લડતા ન હતા. ન્યાયથી લડતા હતા. એ દરેક માટે ન્યાય મળે જ કરતા હતા. અહીં એક ન્યાયપ્રિય રાજાનું દૃષ્ટાંત યાદ આવે છે.
એક વખત એક યશોવર્મ રાજાને એક અતિમ નામને કુમાર ઘોડે લઈને રાજમાર્ગ ઉપરથી ફરવા માટે જઈ રહ્યો હતે. ઘેડે ખૂબ વેગવાળો હતે. માર્ગમાં એક સફેદ દૂધ જેવી તાજી વી આયેલી ગાય ઉભી હતી. એની બાજુમાં એક સુંદર અને સુકોમળ વાછરડું પડેલું હતું. ગાય એના બચ્ચાને અતિ વહાલથી ચાટતી હતી, અને એને હેત કરતી હતી, ત્યાં આ અતિદુમકુમારને ઘેડે આવી પહોંચ્યા. કુમારના મનમાં થયું કે જો મારા ઘેડાને પગ વાછરડા ઉપર પડશે તે એના પ્રાણ ઉડી જશે. મારાથી આવું પાપ કેમ કરાય? એટલે ઘેડાને ધીમે પાડવા માટે કુમારે ખૂબ લગામ ખેંચી પણ પૂરવેગમાં જઈ રહેલે ઘેડો ધીમો ન પડે, અને કુપળા કુલ જેવા વાછરડા ઉપર રાજકુમારના ઘડાને પગ આવી ગયે, એટલે કુમારના હૃદયમાં ધ્રાસ્કો પડી ગયું અને ઘેડા ઉપરથી નીચે કૂદી પડે. માતા બાળકને ઉંચકી લે તેમ તેણે તરફડતા વાછરડાને ઉંચકી લીધું. તેના ઉપર પાણી છાંટયું પણ કઈ રીતે બચ્યું નહિ. એનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. કુમારના દિલમાં દુઃખને પાર ન રહ્યો પણ પ્રાણ ગયા પછી શું કરવાનું દુઃખત દિલે કુમાર તે ઘડા ઉપર બેસીને પિતાના મહેલે ગયે. આ તરફ ગાય કલ્પાંત કરવા લાગી ને એના વાછરડાને સુંઘવા લાગી. જમીન સાથે માથું કૂટતી ચારે બાજુ ઘમવા લાગી. ખાવાપીવાનું છોડીને આંખમાંથી દડદડ આંસુ સારવા લાગી. ' ગાયના કરૂણ રૂદનને જોતી દુનિયા:- બંધુઓ ! જાનવરને પણ સંજ્ઞા છે ને? જેમ તમને તમારા સંતાને વહાલા છે તેમ પશુ પક્ષીને પણ એના સંતાને વડાલા હેય છે. આ ગાયતી આવી કરૂણ દશા થવાથી આખા ગામના લેકે ગાયને જોવા માટે આવવા લાગ્યા. ગાયને રડતી જોઈને દરેકના દિલ પીગળી જતા હતાં. આખા નગરમાં ગાયના કરૂણ દશ્યથી હાહાકાર છવાઈ ગયે. આ નગરનું નામ કલ્યાણ કટકપુર હતું. અહીંના રાજા ખૂબ વ્યાયી હતા. એમના રાજ્યમાં પશુ પક્ષી કે માનવ કેઈને સહેજ પણ અન્યાય થાય તે રાજાને ગમતું નહિ. દરેકને માટે અટલ ઈન્સાફ હતે. યશોવર્મ રાજા એટલે ન્યાયની મૂર્તિ. આ ન્યાયધર્મના કારણે દેશદેશમાં રાજાની ખ્યાતિ ખૂબ ફેલાઈ હતી આ રાજાને મહેલ નગરની મધ્યમાં હતું. એ મહેલની રમણીયતા અને ભવ્યતા તે જાણે બીજું દેવવિમાન જે ન હોય ! તેવી લાગતી હતી. મહેલની આગળના ભાગમાં એક મોટો ઘંટ બાંધવામાં આવ્યો હતે. નગરમાં કઈપણ જગ્યાએ અન્યાય થતું ત્યારે પ્રજાજનો એ ઘંટ વગાડતા.