________________
૩૬૦
શારદા સુવાસ સૂક્તા નથી. આ તેમની કસોટી હતી. એ કસેટીમાંથી પાર ઉતરતાં આકાશમાં દેવવાણી થાય છે ને કેને હરિશ્ચંદ્ર રાજા અને સતી તારામતીની પિછાણ થાય છે. દેવ સર્પનું રૂપ લઈને રોહિતને કરડ હતું. તેને દેવે સજીવન કર્યો. આવી આકરી કસટી સહન કરી ત્યારે આ જગતમાં મહાન પુરૂષ અને સતીઓ તરીકે એમની ઓળખાણ થઈ
અહીં યશોમતીને પણ કસોટી આવી છે, પણ એના પુણ્યયોગે શંખકુમાર એની વહારે જઈ રહ્યો છે. તમે કઈ કાર્ય કરવાનું હોય તે કહે છે ને કે હિંમત રાખે. “હિંમતે મર્દા તે મદદે ખુદા” જે માણસ હિંમતવાન બને છે તે ખુદાને એની મદદ આવવું પડે છે. એમ યશેમતી બળવાન વિદ્યાધરના હાથમાં સપડાઈ છે પણ અંતરમાં હિંમત છે. પિતાના ચારિત્રમાં એને શ્રદ્ધા છે કે શાસનદેવ જરૂર મને સહાય કરશે. શંખકુમાર આખી રાત જંગલમાં રખડે પણ કયાંય યશોમતીને પત્તો ન લાગે, કારણ કે યશોમતીને લઈ જનાર વિદ્યાધર હતો. એની શક્તિથી ક્યાંને કયાંય લઈ ગયે હેય. શંખકુમારે શેધતાં શોધતાં આખું જંગલ જોઈ લીધું. રાત પૂરી થઈ અને સૂર્યના કિરણે પૃથ્વી ઉપર પડતાં પ્રકાશ પથરાયે. એટલામાં નજીક એક પર્વત જે. શંખકુમાર પર્વત ઉપર ચઢ્યા. ત્યાં એક ગુફામાં કઈ સ્ત્રી-પુરૂષને અવાજ સંભળાયા. તેથી શંખકુમાર ગુફા પાસે ગયે ને બહાર ઉભે રહીને સ્ત્રી-પુરૂષ વચ્ચે થતી વાત સાંભળવા લાગ્યા. ગુફામાં એક પુરૂષ સ્ત્રીને કહેતે હતું કે હે યશોમતી ! તું મારી સાથે લગ્ન કરી તે હું તને મહાન સુખી બનાવીશ. હું આ મહાન વિદ્યાધર છું. મારી પાસે આવી આવી મહાન શક્તિઓ અને વિદ્યાઓ છે.
વિદ્યાધર સામે કડક પડકાર કરતી યશેમતી - હે દુષ્ટ ! હે નરાધમ ! તું આ શું બોલી રહ્યો છે? તને લજજા નથી આવતી? મેં તે તેને પહેલેથી જ કહ્યું છે કે મેં મારા તન, મન અને ધન શંખકુમારને અર્પણ કરી દીધા છે. હું સ્વપ્નામાં પણ અન્ય પુરૂષને ઈચ્છતી નથી, ત્યારે વિદ્યાધરે કહ્યું કે તું શંખ-શંખ શું કરે છે? શંખ તે મારો નકર છે. હું એને રાજા છું. તું મારું કહ્યું માની જા જે નહિ માને તે હું બળાત્કારે પણ તારી સાથે પરણીશ, ત્યારે યશોમતીએ કહ્યું કે લાખ વાતે પણ હું શંખકુમાર સિવાય કોઈની સાથે પરણવાની નથી. હું સતી સ્ત્રી છું. તું મારી સામે બળાત્કાર કરીશ તે બળીને ભસ્મ થઈ જઈશ, એટલે વિદ્યાધર કહે છે કે તું શંખ શંખ કરે છે પણ તારે શંખ તે કયાંય પડયે હશે. એ તારે છે તે તારી હારે કેમ નથી આવતે? એને ખબર નથી કે શંખ બહાર ઉભે છે. આ પ્રમાણે વાત થઈ એટલે શંખકુમાર સિંહની માફક છલાંગ મારીને ગુફામાં ગયે ને કહ્યું હે પાપી ! નાલાયક! એક અબળાને સતાવતાં શરમાતું નથી. તારામાં શુરાતન હોય તે આવી જા મારી સામે. સ્ત્રીને સતાવવામાં તારી શૂરવીરતા નથી. સિંહની સામે સિંહ બાથ બીડે,