________________
શાદી સુવાસ
૩૬૩ રાજા એ ઘંટને અવાજ સાંભળીને તરત ઝરૂખે આવીને નગરજનોને પિકાર સાંભળતા અને અટલ ઈન્સાફ કરતા.
“ગાયે માંગેલ ચાય” - યશોવર્મ રાજાના રાજ્યમાં રાય અને રંકને એક સરખો ન્યાય મળતું હતું. રાજાની ન્યાયપ્રિયતાની લોક મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. આવા ન્યાયી રાજા કેને ન ગમે? તમને સૌને ગમેને? આ રાજા પ્રજાજનેના સુખ દુઃખની વાત જાણવા માટે અને ન્યાયની સત્યતા જાળવવા માટે વેશપરિવર્તન કરીને રાત્રે નગરચર્યા નિહાળવા નીકળતા, અને લેકેના દુઃખ દૂર કરતા. અતિદુમકુમારથી અજાણતા વાછરડાની હત્યા થઈ ગઈ તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. ગાયને રડતી જોઈને લોકો એને કહેવા લાગ્યા કે આમ માથા પટકી પટકીને રડવાથી શું વળે ? તું રાજાના મહેલ પાસે જઈને ઘંટ વગાડીને કુમારે કરેલા ગુનાની રાજાને જાણ કર તે તને જરૂર ન્યાય મળશે. આપણા રાજા ખૂબ દયાળુ છે. ગાયને પણ સંજ્ઞા તે છે ને?
એક સજજન માણસ ગાયને દેરીને ઘંટ પાસે લાવે, અને ઈશારાથી ગાયને ઘંટ વગાડવા સમજાવ્યું. ગાય સમજી ગઈ, એટલે એણે ઘંટ સાથે માથું ઘસ્યું તેથી જોરથી ઘંટ વાગ્યે આ સમયે રાજા જમવા બેઠા હતા. મેઢામાં કેળીયે મૂકવા જાય ત્યાં જોરથી ઘંટ વાગે એટલે રાજા હાથમાંથી કેળીયે પડતું મૂકીને તરત ઝરૂખે આવ્યા ને જોયું તે એક સુંદર સફેદ ગાય ઘંટ વગાડી રહી છે. ગાયને ઘંટ વગાડતી જોઈને રાજાના મનમાં થયું કે ગૌમાતાને વળી શી ફરિયાદ હશે ? રાજા તરત નીચે આવીને ગાયની સામે ઉભા રહ્યા એટલે ગાય રાજાના વસ્ત્રને છેડે પકડીને જ્યાં એનું મરેલું વાછરડું પડ્યું હતું ત્યાં લઈ ગઈ.
ખુદ રાજા આવ્યા તેથી લેકેની મેદની જામી. રાજાએ માનવ મેદની સામે જઈને પૂછ્યું કે આવા નિર્દોષ કુમળા ફુલ જેવા વાછરડાને મારનાર મારા નગરમાં કેશુ છે ? સૌ એક બીજા સામું જુવે છે પણ બેલતા નથી, કારણ કે ખુદ રાજાના કુમારે હત્યા કરી છે એટલે કોણ બેલે ? સો મૌન રહ્યા. કેઈ બેલી શકયું નહિ તેથી રાજા પિતાના મહેલે પાછા આવ્યા. પ્રધાને રાજાને કહ્યું-સાહેબ ! આપ ભજન કરી લે, ત્યારે રાજાએ કહ્યું- ગાયને ન્યાય આપ્યા પહેલાં મારે અન્ન પાણી હરામ છે. રાજાએ આ દિવસ તપાસ કરાવી પણ વાછરડાને મારનાર કોણ છે તેની ખબર ન પડી. અતિદુમકુમારને આ વાતની ખબર પડી એટલે સાંજે પિતાજીની પાસે આવે ને પિતાજીના પગમાં પડીને રડતા હૃદયે નમ્રતાપૂર્વક કહ્યું-પિતાજી! મારાથી આ ભયંકર પાપ થઈ ગયું છે. કુમાર પણ ખૂબ દયાળુ ને ગુણીયલ હતે.
કુમારથી થયેલી ભૂલની ક્ષમા માંગતી પ્રજા રાજાએ જાહેરાત કરી કે મારા અતિદુમ કુમારે વાછરડાની હત્યા કરી છે માટે કાલે સભામાં ન્યાય કરવામાં આવશે.