________________
३५०
શારદા સુવાસ કડાઈ ઉપર ચેરની નજર ગઈ. એટલે તે કડાઈ લાવીને એના કપડામાં મૂકવા જાય છે ત્યાં આટલી વાર મૌન ધરીને ઉભેલે માતૃભક્ત સૌમ્ય બેલી ઉઠશે. વીરા ! તારે જે લેવું હોય તે બધું ખુશીથી લઈ જા પણ મારા ઉપર દયા કરીને આ કડાઈ મૂકી છે. તું એ ન લઈ જઈશ. માલ મિક્ત બધું લીધું છતાં કંઈ નથી બે ને આ નાનકડી કડાઈ લીધી ત્યારે રડતે રડતે કહે છે કડાઈ રહેવા દે. આ શબ્દો સાંભળીને ચોર વિચાર કરવા લાગે કે આટલું બધું લીધું ત્યારે કંઈ ન બે ને આ કડાઈ લેવાની ના પાડે છે માટે નક્કી આ કડાઈમાં કંઈક લાગે છે. નહિતર આટલી બધી ચીજો લેતાં ન બે ને એક કડાઈમાં શા માટે બેલે? ચેરે ધીમે રહીને કહ્યું તું મને કઈ લઈ જવાની ના પાડે છે એટલે મને લાગે છે કે એ ઉપરથી લેઢા જેવી દેખાતી કડાઈ કદાચ સોના ચાંદીની હશે ! સૌપે કહ્યું –ભાઈ! તું જ તપાસ કરી લે ને એટલે ખબર પડશે. ચેરે કડાઈને બરાબર તપાસી તે કડાઈ તે લોઢાની જ છે. તે આ છોકરી કડાઈ લેવાની કેમ ના પાડતે હશે? એને પૂછી જોઉં. આ વિચાર કરીને ચોર સૌમ્ય પાસે આવીને પૂછે છે ભાઈ ! તું ના પાડે છે તે હું તારી કડાઈ નહિ લઉં પણ હું તને એક વાત પૂછું છું કે તે કિંમતી ચીજો લેતાં મને ન અટકાવ્યું કે આ એક નાનકડી લેઢાની કડાઈ લેતા અટકાવ્યો તેનું શું કારણ?
સૌમ્યની માતૃભક્તિથી ચેરને હદય પલ્ટો :-પિતાની માતા ઊંઘમાંથી જાગી ન જાય તેને ખ્યાલ રાખીને ધીમેથી કહ્યું –ભાઈ ! ઘરની બધી ચીજો વિના હું ચલાવી શકું તેમ છું પણ આ કડાઈ વિના મારે ચાલે તેમ નથી. કારણ કે આ મારી માતા વૃદ્ધ છે, અને પાછી બિમાર છે, એટલે એને માટે રોજ સવારે ઉઠતાવેંત આ કડાઈમાં હું રાબ બનાવું છું. હવે તું જ વિચાર કર કે આ કડાઈ તું લઈ જાય તે ઉઠતાવેંત વહેલી સવારે મારે કડાઈ કયાંથી લાવવી. બજાર વહેલી સવારે તે બંધ હોય. કડાઈ ન મળે ત્યાં સુધી મારી માતાને ભૂખ્યા રહેવું પડે એ મારાથી સહન ન થાય. હું ભૂખ્યા રહીશ પણ મારી માતાને હું ભૂખી રાખી શકું તેમ નથી. આ સાંભળીને ચાર તે થંભી ગયે. અહે! આ છોકરાને એની માતા કેટલી વહાલી છે! એક યુવાન છોકરામાં પિતાની માતા પ્રત્યેની અજબ માતૃભક્તિ જોઈને કાળમીંઢ કાળજાને ચેર પણ પીગળી ગયે. અહે! શું એની માતૃભક્તિ છે ! ચેર પણ અંતે તે માણસ જ હતું ને? એને અંતરાત્મા પોકારી ઉઠયે કે આવા પવિત્ર છોકરાના ઘરની એક પણ ચીજ મારાથી કેમ લેવાય? એણે તરત જ સૌમ્યને કહ્યું કે ભાઈ! તારા જેવા માતૃભક્ત પુત્રની એક પણ ચીજ જે હું લઉં તે મારે ભવભવમાં ભટકવું પડે. એમ કહીને તરત જ એને બંધનથી મુક્ત કર્યો અને એના પગમાં પડીને માફી માંગી ને બધી ભેગી કરેલી ચીજે ત્યાં ને ત્યાં મૂકીને ચાલવા લાગ્યો, ત્યારે માતૃભક્ત સૌમ્ય એને કહ્યું કે ભાઈ! તું આ બધું મૂકીને કયાં ચાલે? તું આ બધું ખુશીથી લઈ જા. મારે તે આમાંથી મારી માતાને માટે રાબ બનાવવા આ એક કડાઈ સિવાય કંઈ નથી જોઈતું. મહેનત કરીને