________________
શારદા સુવાસ
૩૫૫ - તમારા જેવા પરાક્રમી જ થાય ને! પછી મારી દીકરીના દીકરા અને એના દીકરા થાય એ બધાનું શું? ત્યારે ગાંગેયકુમારે કહ્યું કે જો તને એમ હોય તે હું આજથી સૂર્યની સાક્ષીએ, જીવનપર્યત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરું છું, પછી તને કઈ વાંધે છે? પછી નાવિકે એની પુત્રીને શાંતનુ રાજા સાથે પરણાવી. ગાંગેયકુમારે પિતાના પિતાજીને ખાતર આવી ભીષ્મ-કડક પ્રતિજ્ઞા કરીને જીવનભર શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું. તેથી તે ભીષ્મ પિતા કહેવાયા. એ , સમયના સંતાને પણ કેવા હતા ! પિતાના પિતાને ખાતર પિતે કેટલે ત્યાગ કર્યો! . જીવનભર આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું તે કઈ સામાન્ય વાત નથી. આવા પુત્ર જગતમાં મળવા મુશ્કેલ છે.
જિનસેનાએ કરેલા સુંદર સંસ્મરોનું સિંચન - જિનસેનાએ તેના દીકરાને કહ્યું કે બેટા! તું આ ભીષ્મપિતા જે બનજે. સર્વ જેની દયા પાળજે ને દરેકની સાથે પ્રેમ વધારજે. સદા સત્ય બેલજે. બને તેટલે પરોપકારી બનજે. બેટા ! તને વધુ તે શું કર્યું?
વિશ્વ વિજેતા બનકર બેટા, રખના દૂધકી શાન,
દુખની માતાક દુઃખ મિટાજો, દિલા સન્માન. તું જગતમાં મે વિશ્વવિજેતા બનીને તારી માતાનું દૂધ દીપાવજે અને આ તારી દુખિયારી માતાના દુખ મટાડી તેને જગતમાં મહાન બનાવજે. તારા પિતાએ મારું અપમાન કરીને મને કાઢી મૂકી છે તે તું મેટ થાય ત્યારે તારી માતાનું સન્માન તું વધારજે. આ પ્રમાણે દરરોજ જિનસેના હાલરડા ગાવા લાગી એટલે દરરેજ પુત્રના કાને એવા જ શબ્દો પડવા લાગ્યા તેથી તેના જીવનમાં એવા ગુણે આવવા લાગ્યા. દિવસો ઉપર દિવસે વીતતાં જિનસેનકુમાર ચંદ્રની કળાની જેમ દિવસે દિવસે મોટે થતાં આઠ વર્ષને થયે. જિનસેનાએ એક શુભ દિવસ જોઈને કલાચાર્યને ત્યાં ભણવા મૂકો. માતાએ પહેલેથી એના જીવનમાં સુંદર સંસ્કારોનું સિંચન કર્યું હતું એટલે એનામાં વિનય ને વિવેક આદિ ગુણ તે સહેજે આવી ગયા હતા, છતાં જિનસેનાએ ભણવા મૂકતી વખતે પણ હિત શિખામણ આપી કે બેટા ! ગુરૂની આજ્ઞામાં રહેજે. સદા તેમની સેવા-ભક્તિ અને વિનય કરી તેમની કૃપા મેળવજે ને ખૂબ જ્ઞાન મેળવીને મડાન બનજે. આ રીતે ખૂબ હિતશિખામણ આપીને કલાચાર્ય પાસે ભણવા મૂકો.
જિનસેન કલાચાર્યને ચરણે - માતાની હિતશિખામણને હૃદયમાં અવધારીને જિનસેનકુમાર ભણવા ગયે. જઈને સૌથી પહેલાં કલાચાર્યગુરૂના ચરણમાં નમે ને એમની ચરણરજ માથે ચઢાવીને કહ્યું-ગુરૂદેવ ! આજ્ઞા ફરમાવે. એને વિનય, વિવેક, બેલવાની મીઠાશ અને નમ્રતા વિગેરે જઈને ગુરૂનું મન ઠરી ગયું ને વિચાર કરતા થયા કે આ