________________
શારદા સુવાસ કેઈ સુપાત્ર જીવ છે. આ છોકરે મહાન જ્ઞાની અને પ્રતાપી રાજા બનશે. આગળના ગુરૂઓ પણ વિદ્યાર્થીઓનું વર્તન જોઈને તરત પારખી લેતા હતા. આજે તે “ગુરૂ” શબ્દ કહેવાનું જ જતું રહ્યું ને સ્કૂલમાં શિક્ષકને ટીચર કહેવામાં આવે છે. એક બાજુ ગુરૂદેવ શબ્દ બેલે ને બીજી બાજુ ટીચર’ શબ્દ બેલે, તમને શું બેલતા ભાવ આવશે? તે વિચારજો. ટીચર શબ્દ કે તે છડો લાગે છે ને ગુરૂ શબ્દ ભર્યો ભર્યો લાગે છે. એવી રીતે માતાને મધર અને મમ્મી કહો એમાં શું ભાવ આવે છે. અને “મા...” કહેવામાં કેવા પવિત્ર ને પૂજ્ય ભાવ આવે છે ! “મા” શબ્દ પ્રેમને ભરેલ છે.
અહીં જિનસેનકુમારે વિનય, વિવેક, આદિ ગુણોથી ગુરૂનું દિલ જીતી લીધું છે. આ એની માતાના સંસકારનું બળ છે. હવે રત્નાવતી એના પુત્રને કેવા હાલરડા ગાય છે ને એના પુત્ર રામસેનમાં કેવા ગુણે આવશે. એક જ રાજાની બે રાણીઓ અને એક જ પિતાના બે પુત્રો હેવા છતાં બંનેના જીવનમાં કેટલે ફરક છે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૩૯ શ્રાવણ વદ ૬ ને ગુરૂવાર
તા. ૨૪-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, પરમ ઉપકારી તીર્થંકર દેવેએ જગતના છના કલ્યાણ માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. સિદ્ધાંત એ જિનેશ્વરદેવની વાણી છે, એટલે એને આપણે જિનવાણું પણ કહીએ છીએ. દુનિયામાં વાણી તે ઘણાં પ્રકારની રહેલી છે પણ જિનવાણીની તેલે બીજી કઈ વાણી આવી શકતી નથી. કહ્યું છે કે “વાણું તે ઘણેરી ભલી પણ વીતરાગ તુલ્ય નહી, પ્યાલાભર પીવે પ્રાણી.” જિનવચન ઉપરની શ્રદ્ધા જીવને મોક્ષના માર્ગ તરફ લઈ જાય છે. મહાન પુણ્યદય હોય ત્યારે જિનવાણું સાંભળવા મળે છે. તમે ઘેર બેઠાં જ રેડિયે (આકાશવાણી સાંભળે છે. તેમાં દેશદેશના સમાચાર અને સિનેમાના સૂર સાંભળવા મળે છે. તેનાથી કંઈ આત્માનું કલ્યાણ થતું નથી. ઉલ્ટે કર્મબંધન થાય છે. ભવભવમાં વિયેના રંગે રંગાઈને જીવે કર્મો બાંધ્યા છે. એ કર્મોના બંધનને તેડનાર જે કઈ શસ્ત્ર હોય તે આ કાળમાં જિનવાણી છે.
જીવને ધર્મ પાળવાની ભૂમિકા પ્રાપ્ત થાય એ ચરમાવર્તકાળ એટલે કે મક્ષ પામવા પહેલાને સંસારને છેલ્લે પુદગલ પરાવર્તનકાળ. આ છેલા પુદ્ગલ પરાવર્તનકાળમાં આવેલા છમાં બધા જીવેને પહેલેથી જિનવચન નથી મળી જતાં, છતાં કોઈ પણ આત્મલક્ષી ધર્મ મળવાથી આત્મા તરફ દષ્ટિ જાય છે, દુઃખમય સંસારની ઓળખાણ થાય છે, પાપને ભય લાગે છે અને મોક્ષ માટે ધર્મ કરવાની રૂચી જાગે છે, છતાં પણ જિનવાણું સાંભળવા નથી મળી હતી ત્યાં સુધી આત્મા, સંસાર, મેક્ષ, સંસારના હેતુ અને મોક્ષના