________________
શારદા સુવાસ
૩૫૧ તે આ બધું ભેગું કર્યું છે. એ મારું નહિ તારું જ ગણાય. માટે તું બધું લઈને જ જા. ચેરે કહ્યું-ભાઈ! મને માફ કર. મારે કંઈ નથી જોઈતું, ત્યારે સોમે કહ્યું તું કંઈ પણ લીધા વિના જઈશ તે તારી માતા નિરાશ થશે. તારી માતાને ખુશ કરવા માટે પણ તું આ લઈ જા.
ભાઈ! મારે જેવી માતા છે એવી તારે પણ માતા તે હશે જ ને? મારી માતાને ખુશ કરીને તારી માતાને નાખુશ કરું એ મને ન ગમે, માટે તું લઈ જા. ચોરે ઘણું ના પાડી, ત્યારે સૌએ ચેરને કહ્યું- ભાઈ! હવે તું ચાર નથી રહ્યો. હવે તું મારે ભાઈ કહેવાય. ભાઈ પ્રેમથી જે આપે એ તે લેવાય ને! એમ કહીને ચોરને એક વીટી ભેટ આપી. એ લઈને ચાર ગયે પણ એના હૈયામાં માતૃભક્તિને અમર મુદ્રાલેખ સદાને માટે કોતરાઈ ગયે, અને માતૃભક્ત સૌમ્ય પણ પોતાની માતૃભક્તિના પ્રતાપે અણધારી આફતમાંથી ઉગરી ગયે. જુઓ, માતૃભક્તિમાં પણ કેટલી શક્તિ છે! હું તે આજના યુવાનને કહું છું કે તમે બધું ભૂલી જજે પણ તમારા ઉપકારી માતાપિતાને કદી ભૂલશે નહિ. તમારા ચામડાના જુત્તા બનાવીને માતાપિતાને પહેરાવશે તે પણ એમના અણુમાંથી મુકત નહિ બની શકે. માટે બને તેટલી માતાપિતાની સેવા કરજો. એમના અંતરના આશીર્વાદથી તમે સુખી થશે.
વૃદ્ધાને પૃચ્છા કરતે શંખકુમાર :- શંખકુમાર સ્ત્રીને અવાજ સાંભળીને તેની વહારે આવે. એને ખબર ન હતી કે વૃદ્ધ કે યુવાન સ્ત્રી કેશુ છે? સ્ત્રીની પાસે આવીને જોયું તે આધેડ વયની સ્ત્રી છે, એટલે શંખકુમારે એને પૂછ્યું–હે માતા ! તું કેણ છે? તેણે કહ્યું-ડે દીકરા ! હું કઈ ભૂત કે વ્યંતરી નથી, હું મનુષ્યાણું છું. હું અગદેશમાં ચંપાનગરીના જિતારી રાજાની લાડકવાયી પુત્રી યશોમતીની ધાવમાતા છું, એટલે શંખકુમારે કહ્યું– જિતારી રાજાની કુંવરીની ધાવમાતા અહીં વગડામાં કયાંથી હોય? સાચું બેલે. બાઈએ કહ્યું-દીકરા ! હું બેટું નથી બોલતી પણ સત્ય કહું છું, ત્યારે પૂછ્યું કે તે તમે અહીં કેવી રીતે આવ્યા તે મને કહે. એટલે એણે કહ્યું કે ભાઈ! સાંભળ. જિતારી રાજાની પુત્રી યશેમતી રૂપ, ગુણ અને કળાને ભંડાર છે. એની સાથે ઘણા રાજકુમારે હરીફાઈમાં ઉતર્યા પણ કોઈ એને જીતી શકયું નહિ, એટલે રાજાને ચિંતા થવા લાગી કે મારી દીકરી કેને પરણાવું?
એવામાં યશોમતીએ કેઇની પાસેથી હસ્તિનાપુરના રાજાના પુત્ર શંખકુમારની ખૂબ પ્રશંસા સાંભળીને તેણે એવી પ્રતિજ્ઞા કરી કે પરણું તે શંખકુમારને જ. એ નહિ મળે તે જીવનભર કુંવારી રહીશ પણ બીજે તે નહિ જ પરણું. બાઈની વાત સાંભળી શંખકુમારે વિચાર કર્યો કે હસ્તિનાપુરના રાજાને પુત્ર અને શંખકુમાર તે હું છું. ઠીક, મને એની વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળવા છે, બાઈએ વાત આગળ ચલાવતાં કહ્યું કે યમતીની