________________
શારદા સુવાસ
૩૪૧ બહાર નીકળીને એને ઘેરી લઈ ને પછી પકડી લઈશ, પણ કુમારને ખબર પડી ગઈ કે એ પલ્લી પતિ ગુફામાં છુપાયે છે એટલે ચારે તરફથી ગુફાને ઘેરી લીધી ને શંખકુમારે શંખ જે સિંહનાદ કરીને કહ્યું- હે લૂંટારા ! ગુફામાં શું સંતાઈ ગયે છે ? બહાર નીકળ અને તારામાં તાકાત હોય તે લડવા તૈયાર થઈ જા, એટલે સમરકેતુ બહાર નીકળ્યો ને જોયું તે આ તે રાજા નથી પણ રાજકુમાર છે. સમરકેતુ મનમાં હરખાય. આ છોકરાનું શું ગજું ! હમણાં જ હું તેને ચપટીમાં રોળી નાંખીશ. એમ વિચારીને તે શંખકુમારની સામે શસ્ત્ર લઈને ધો. એના સુભટે પણ બહાર નીકળ્યા, પણ સિંહ આગળ સસલાનું શું ગજું ! કુમારે સિંહની માફક છલાંગ મારીને એને પકડી લીધે. આજ સુધી પિતાને બળવાન માનતે સમરકેતુ જેમ સિંહ સસલાને પકડી લે તેમ શંખકુમારના હાથમાં પકડાઈ ગયો. પછી બધા સૈન્ય ભેગા થઈને એના સુભટને પકડી લીધા. એકને પણ ચસકવા ન દીધો. - શરણે આવેલો સમરકેતુ”:- સમરકેતુ પલ્લી પતિ વિચાર કરવા લાગ્યો કે હવે છટકી શકું તેમ નથી. આ હવે મને મારી નાંખશે. એના કરતાં એના પગમાં પડું તે જીવી શકાશે. બંધુઓ ! જીવવા માટે માણસ શું નથી કરતો ? કેઈને મરવું ગમતું નથી. હવે તે એનું શરણું સ્વીકારે જ છૂટકે છે. એમ વિચાર કરીને સમરકેતુ કંઠમાં કુહાડો લઈને શંખકુમારના ચરણમાં પડ. કઈ પણ માણસ ગળામાં કુહાડો લઈને સામે આવે એટલે સમજવું કે એ શરણે આવ્યો છે. કુમારે પલ્લી પતિને આ રીતે આવેલે જોઈને કહ્યું કે કેમ, તું શરણે આવ્યા છે ને ? સમરકેતુએ કહ્યું, હા. મહારાજા. હું તે માનતે હતો કે આ કુમાર શું કરશે ? પણ તમારું પરાક્રમ જોતાં મને લાગે છે કે તમે તે મહારાજા કરતા પણ સવાયા છે. હું આપના શરણે છું. આપ મારું રક્ષણ કરે. માણસ શરણે આવે એટલે પછી એને કંઈ શિક્ષા કરવાની રહેતી નથી. કુમારે કહ્યું. તે સમરકેતુ ! જે તે મારું શરણું સ્વીકાર્યું છે તે હું તારું રક્ષણ જરૂર કરીશ પણ તારે એક કામ કરવું પડશે, સમરકેતુએ કહ્યું, શું આજ્ઞા છે? ત્યારે કહ્યું કે તે અત્યાર સુધી લેકેનું ધન લુંટી લીધું છે તે બધું કયાં રાખ્યું છે ? એણે કહ્યું.-આ ગુફામાં છે. એ બધું મને સોંપી દે
કુમારે ગુફામાંથી કઢાવેલું ધન:- પલ્લી પતિ પાસે જે ધન હતું તે બધું બહાર કઢાવ્યું ને આસપાસના ગામમાં દાંડી પીટાવી કે જેને માલ સમરકેતુએ લુંટી લીધો હોય તે બધે લઈ જાઓ. એટલે કે આવીને જેને જે માલ હતું તે ઓળખીને લઈ ગયા. પિતાની ગયેલી મિલ્કત પાછી મળતાં લોકો રાજી થઈને શંખકુમારને અંતરથી આશીર્વાદ આપવા લાગ્યા કે હે કુમાર ! તમે દીર્ધાયુષ બને. બધા લેકનું ધન વહેંચી દઈને વિજય મેળવીને શંખકુમાર પલ્લી પતિને સાથે લઈને હસ્તિનાપુર જવા માટે પાછા