________________
શારદા સુવાસ
૩૪૪
કયાંય સીતાજીને પત્તો ન લાગ્યા ત્યારે રામચંદ્રજી ગમગીન બની ગયા. જેની રગેરગમાં રામચંદ્રજી પ્રત્યે ભક્તિભાવ છે એવા હનુમાનજીએ કહ્યું તમે ચિંતા ન કર. હું સીતાજીની તપાસ કરીને તેમના ક્ષેમકુશળ સમાચાર લઈને આવુ` છુ. આમ કહીને હનુમાનજી લંકામાં આવ્યા અને સીતાજીને શેાધતાં શોધતાં અશોકવાટિકામાં આવ્યા. સીતાજી ઉદાસ બનીને ખેઠા હતા. ત્યાં વૃક્ષ ઉપરથી રામચંદ્રજીના નામથી અંકિત મુદ્રિકા સીતાજીના ખેાળામાં નાંખી. સીતાજીના મનમાં થયું કે મારા પતિની મુદ્રિકા અહીં કોણ લાવ્યુ? 'ચેષ્ટિ કરી તા હનુમાનજીને જોયા એટલે હનુમાનજી નીચે ઉતર્યાં ને સીતાજીને રામચંદ્રજીના કુશળ સમાચાર કહ્યા. પતિદેવના સમાચાર મળતાં સીતાજીના હર્ષોંના પાર ન રહ્યો એના દિલમાં થયું કે મારા પતિના સમાચાર આપનારને શું આપી દઉં ? રામચંદ્રજીએ લગ્ન વખતે પ્રેમના પ્રતીક રૂપે સીતાજીને કરડેની કિ ંમતની મોતીની માળા આપી હતી તે માળા સીતાજીએ ખુશ થઇને હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી, ત્યારે હનુમાનજી એ માળાના માતી ભાંગીને જોવા લાગ્યા, પણુ જેને જોવા હતા તે ન દેખાયા. એટલે મેતીના ટુકડા કરીને એક પછી એક ટુકડા ફેંકવા લાગ્યા, ત્યારે સીતાજીના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે આ લાંબા પૂંછડાવાળાને મારી આવી કિમતી મેતીની માળાની કિંમત કયાંથી સમજાય ? આ તે મને પતિએ પ્રેમથી આપેલી માળા છે. અને આ હનુમાન ટુકડા કરીને ફેંકી રહ્યો છે, ત્યારે હનુમાનજી હસીને કહે છે માતા ! તારી માળા ભલે ને કરેાડાની કિંમતની હાય પણ મને એમાં શામ દેખાતા નથી. જ્યાં રામ નહિં ત્યાં મારું કામ નહિ. રામ વિનાની તારી મેાતીને માળા મને કાચના ટુકડા જેવી લાગે છે. જેમાં મારા ભગવાનના દન થાય એની જ મારે મન કિંમત છે, બાકી જેમાં રામનથી તે કરોડની કિ’મતની ચીજ મારે મન તુચ્છ છે.
ખંધુએ ! તમને આ ઉપરથી સમજાય છે ને કે હનુમાનજી કેવા સ્વામીભકત હતા ! રામચંદ્રજી પ્રત્યે તેમની કેટલી ભકિત હતી ! આ જિનસેના રાણી એના પુત્રને કહે છે બેટા! તું હનુમાનજી જેવા સ્વામીભકત અને પરાક્રમી બનજે, અને ભકત પ્રહલા જેવા ધર્મીમાં તું શ્રદ્ધાશીલ મનજે. ગમે તેવા સકટો આવે તે પણ તું તારા ધમને ચૂકતા નહિં. આ માતા એના પુત્રને માલપણથી જ કેવા મઝાના હાલરડા ગાય છે. આજે પણુ બાળકને ઉંઘાડવા માટે એની માતાએ હાલરડા ગાય છે પણ એ કેવા ગાય છે.
સૂઇ જારે બાબા સૂઈ જા...મામા લાવે ટોપો ને માસી લાવે ટોપલી−3 સૂઈ જા,
તારા મામા તારે માટે ઝરીની સુંદર ટોપી ને ખમીશ લાવશે, તે તુ' પહેરશે અને તારી માસી તારા માટે ખરફી, પેડાની ટાપલી લાવશે, તે ખાઈને મઝા કરજે ને તારી માતા રમકડા લાવશે તે તું રમ્યા કરજે. (હસાહસ) ખસ, આવા હાલરડા ગાય. આવા હાલરડા ગાવાથી બાળકના જીવનમાં શું સ`સ્કાર પડે ! હાલરડા ગામે તે આ જિનસેના