________________
૩૩૮
શારદા સુવાસ છે અને રામતીને આત્મા યશોમતી નામે રાજકુમારી બની છે. યશોમતીની દાસી હસ્તિનાપુર જઈને કુમારને મળે અને તેનું આબેહૂબ ચિત્ર દેરીને થોડા જ દિવસમાં ચંપાનારી પહોંચી ગઈ, અને હર્ષભેર યશોમતી કુમારી પાસે આવીને તેણે શંખકુમારનું ચિત્ર યશોમતીને બતાવ્યું.
શંખકુમારનું ચિત્ર જોતાં યશોમતીને લાગેલ રંગ:-શંખકુમારનું ચિત્ર જોઈને યશોમતી સ્થિર થઈ ગઈ અહ....આ કોઈ અદ્દભૂત પુરૂષ છે. આ તે જાણે કઈ સાક્ષાત દેવ જ આ પૃથ્વી ઉપર ઉતર્યો ન હોય! એની મુખાકૃતિ જોતાં એમ લાગે છે કે આ કેઈ ઉત્તમ પુરૂષ છે. એની આકૃતિ જ એનામાં કેવા ગુણ હશે તે કહી આપે છે. અત્યાર સુધીમાં મારી પાસે ઘણુ રાજકુમારે આવી ગયા પણ હજુ સુધી મેં આવા રાજકુમારને જે નથી. શંખકુમારનું ચિત્ર જોઈને જ યશોમતીએ મનથી એવી પ્રતિજ્ઞા કરી કે હું પરણું તે શંખકુમારને જ. એ સિવાય જગતના તમામ પુરૂષે મારે માટે પિતા અને ભાઈ તુલ્ય છે. જે શંખકુમાર મને નહિ મળે તે જિંદગીભર હું કુંવારી રહીશ. આ પ્રમાણે મનથી નકકી કરીને યમતીએ પિતાની પાસે આવીને પોતાના મનની ઈચ્છા પ્રદર્શિત કરી. જિતારી રાજા આ વાત સાંભળીને ખુશ થયા ને પુત્રીને કહ્યું, હું હસ્તિનાપુર દૂત મોકલીને તારા સગપણ માટે નકકી કરું છું. યશોમતી પિતાજીને નમન કરીને ખુશ થઈને પિતાના મહેલમાં આવી, અને જિતારી રાજાએ એક હેશિયાર દૂતને બેલાવીને યશોમતીનું શંખકુમાર સાથે સગપણ કરવા માટે હસ્તિનાપુર મેક ને કહેવડાવ્યું કે જે રાજા હા પાડે તે સગાઈ કરીને જ આવજે, દૂત રાજાને પ્રણામ કરીને હસ્તિનાપુર જવા માટે રવાના થયે. દૂત હસ્તિનાપુર પહોંચે તે પહેલા ત્યાં શું બનાવ બને ?
શ્રી રાજા પાસે આવેલી ફરિયાદ - હસ્તિનાપુરના પ્રજાજનોએ શ્રીષેણ રાજા પાસે આવીને અરજ કરી કે સાહેબ ! આપણું નગરથી ઘેડે દૂર ઇંગરિરી નામને પર્વત છે. તેની બાજુમાં શિશિર નામની નદી વહે છે. ત્યાં સમરકેતુ નામને એક મહાન બળવાન પલીપતિ લૂંટારો રહે છે. તે ત્યાંથી આવતા જતા માણસનું ધન લુંટી લે છે અને માણસને મારી નાંખે છે. તે સિવાય ઘણાં ગામમાં ધાડ પાડીને લોકોના ઘરબાર અને માલમિલકત બધું લુંટી લે છે. એ સમરકેતુ અમને ખૂબ હેરાન પરેશાન કરે છે. અમે તમારી પ્રજા છીએ ને આપ અમારા મહારાજા છે. આપ અમારું રક્ષણ કરે. અમને મદદ કરે. આ પ્રમાણે પ્રજાજનેએ અરજ કરી તે પ્રજાનું દુઃખ દૂર કરવા છીણ રાજાએ તરત જ રણભેરી વગડાવીને નગરમાં સાદ પડાવ્યું કે શ્રીપેણ મહારાજા સમરકેતુ પલ્લીપતિને જીતવા માટે જાય છે. માટે બધા સૈનિકે સજજ થઈ જાઓ. રણભેરી વાગી કે શૂરા સૈનિકે સજજ થયા. શંખકુમાર અને પ્રધાનપુત્ર અતિપ્રભને આ વાતની ખબર પડી એટલે દોડતા પિતાજી પાસે આવ્યા ને કહ્યું-પિતાજી ! આપના જેવા સમર્થ મહારાજા એક