________________
શાહી અવાર બધાય પણ એ જીવને દુઃખની પરંપરામાં ન નાખે. સંસારના દરેક કાર્યમાં પાપ છે. આવું સમજાવનાર અરિહંત ભગવાન છે. સંસાર સુખના રાગી આવું નગ્ન સત્ય કયાંથી સમજાવી શકે? જેના હૃદયમાં અરિહંત પ્રભુના વચનની શ્રદ્ધા બેસી જાય તેના હૃદયમાં અરિહંત ભગવાન વર્મી જાય. આનું નામ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણવાળે જીવ રસપૂર્વક પાપ ન કરે અને દુખ આવે ત્યારે એને એ યાદ આવે કે મારા અરિહંત ભગવાનના વચન છે કે તારા પાપ કર્મના ઉદયથી તને દુખ આવ્યું છે. તેને તું શાંતિથી ભેગવી લે અને સુખ આવે ત્યારે એ વિચાર કરે કે આ સંસારના સુખમાં જે હું આસક્ત બનીશ તે જરૂરથી દુઃખ આવવાનું છે. આ આત્મા ખાય, પીવે, સંસારને વ્યવહાર અને વહેપાર બધું સંભાળે છતાં એના હૃદયમાં અરિહંત ભગવાનની રમણતા હેય, અને એનું મન સદા એમ ઝંખતું હોય કે હે પ્રભુ! “રહું એક તાર તારામાં, બીજું સ્મરણ નહીં સ્કુરે.”
હું સંસારમાં રહું ત્યાં સુધી તારી આજ્ઞામાં જ રહું. તારા ચરણકમળની સેવા, તારી ઉપાસના અને તારી આજ્ઞાનું પાલન મારા સંસાર સુખના રાગને નાશ કરીને મને મેક્ષના શાશ્વત સુખ અપાવશે. જીવને આવી અતૂટ શ્રદ્ધા થાય તે જીવ સંસાર સુખને રાગી ન બને અને દુઃખને કેવી ન બને. બંધુઓ! અત્યાર સુધીમાં જેટલા અરિહંત ભગવંતે થઈ ગયા તેમણે જગતને સર્વનું કલ્યાણ ઈચ્છયું છે. ભગવાને એમના જ્ઞાનમાં જોયું કે આ સંસારમાં જીવે ભૂતકાળમાં દુખી હતા, વર્તમાનકાળમાં દુખી છે અને ભવિષ્યકાળમાં દુખી રહેવાના છે એટલે તેઓ જ્યાં સુધી જગતમાં રહ્યા ત્યાં સુધી જગતને જીને શાશ્વત સુખના ભાગીદાર બનાવવા તનતોડ પ્રયત્ન કર્યા અને જગતમાંથી વિદાય થયા ત્યારે પણ જગતના જીને સુખી થવાને માર્ગ બતાવતા ગયા. કેટલી એમની કરૂણા છે !
આવા અરિહંત ભગવાનને ઓળખવાને અને એમને હદયમાં સ્થાપવાને જે કંઈ ઉપાય હાય તે માત્ર એક જ ઉપાય છે કે સંસાર સુખને દ્વેષ અને મોક્ષની ઉત્કૃષ્ટ અભિલાષા. જેને આવી ભાવના જાગે છે ને અંતરમાં ઝંખના ઉપડે છે તેને અવશ્ય મેક્ષનાં સુખ મળે છે, એટલે મેક્ષ મેળવવા માટે ધર્મ કરે. ધર્મ કરવાથી સુખ મળે પણ સુખની ઈચ્છાથી ધર્મ ન કરાય. અને તર્કવાદીઓ એમ કહે છે કે એકલા ધર્મમાં શ્રદ્ધા રાખીને બેસી રહે શું વળે? પણ આ વાત માત્ર કહેવાથી નહિ સમજાય. અનુભવથી સમજાશે. સાકર ગળી લાગે છે એમ બોલવા માત્રથી સાકરના ગળપણને સ્વાદ આવતું નથી પણ સાકર મોઢામાં મૂકીએ ત્યારે એના ગળપની મધુરતા સમજાય છે. જે ધર્મ સમ છે અને જેને ધર્મમાં દઢ શ્રદ્ધા છે તે સમજે છે કે પાપ કરવાથી દુઃખ આવશે, તેથી પાપ કરતાં ડરે અને કદાચ સગવશાત્ પાપકર્મ કરે તે પણ રસપૂર્વક કરતું નથી, અને પાપ કરીને હરખાતું નથી. એ એમ નથી બેલતે કે આજે પાપ કર્યા વિના કમાણી કયાં