________________
ક૭૪
શારા સુવાસ નિસેનાની દાસી પણ હર્ષભેર જ આવી છે ને? છતાં એને રાજાએ કંઇ ન પૂછયું અને રત્નાવતીની દાસીને તરત પૂછયું.
દાસીએ રત્નાવતીના પુત્રના કરેલા વખાણ - હે મહારાજાધિરાજ ! સાંભળે. અમારા રત્નાવતી પટ્ટરાણીજીએ પુત્રને જન્મ આપે છે. એ પુત્ર જેમ ચાંદનીમાં ચંદ્ર શેભે છે તે તે શેભે છે. તારા, ગ્રહ વિગેરે ગમે તેટલા હોય પણ ચંદ્ર વિના એ બધા શોભતા નથી તેમ મહારાણીએ જે પુત્રને જન્મ આપ્યો છે તે ચંદ્ર જે શેભે છે, એનું મુખ તે જાણે પૂર્ણિમાને ચંદ્ર જોઈ લે. આ તે હું આપને વધામણી આપું છું પણ આપ જોશો ત્યારે વિશેષ આનંદ આવશે, એવે એ રાજકુમાર છે. આ પ્રમાણે રત્નાવતીની દાસીએ શુભ સમાચાર આપ્યા એટલે મહારાજાનું મુખ મલકાઈ ગયું ને આનંદ થયો. પુત્ર જન્મની વધામણું આપવા આવનાર દાસીને રાજાએ કિંમર્તા વસ્ત્રાભૂષણે ભેટ આપ્યા, અને દાસીને ખુશ કરીને વિદાય કરી, અને પોતાના માણસોને આજ્ઞા કરી કે તમે બધા રનવતી રાણીના પુત્રને જન્મ મહત્સવ ઉજવવાની તૈયારી કરો. જિનસેનાની દાસી પણ બાજુમાં ઉભી હતી. એને રાજાએ ડું ધન આપીને કહ્યું- હે દાસી ! આ ધન લઈને તું બગીચામાં ચાલી જા.
જિનસેનાની દાસીએ રાજા સામે માંગેલો ન્યાય ” :- આ સાંભળીને દાસીના દિલમાં ખૂબ દુઃખ થયું. દાસીએ કહ્યું- મહારાજા ! હું કંઈ ધનની ભૂખી નથી. મારે તમારું ધન જોઈતું નથી પણ આજે તમે માટે અન્યાય કર્યો છે, તેનું મારા દિલમાં પારાવાર દુઃખ થયું છે. આપે મારું અને મારા પાણીનું ઘેર અપમાન કર્યું છે. આપે મહારાણી જિનસેનાને ત્યાગ કર્યો છે પણ પુત્રને છેડે ત્યાગ કર્યો છે ? પુત્ર તે તમારે જ છે ને? પણ એક પુત્રને જન્મ મહત્સવ ઉજવાય અને બીજા માટે કંઈ નડિ! આ કેટલો ઘેર અન્યાય થઈ રહ્યો છે ! આપને ઉજવે હાથ તે બંને પુત્રને જન્મમોત્સવ ઉજવે. એકને શા માટે ઉજવે છે? આમ કહીને ધન ત્યાં ફેંકી દઈને જિનસેનાની દાસી રાણી પાસે આવી.
આગળની દાસીએ પણ કેવી સ્વમાની હતી ! જે રાણીની દાસી હોય તેનું કઈ હેજ ઘસાતું બેલે તે એને કંઈક થઈ જાય. અરે! પિતાના રાજા-રાણી માટે પ્રાણ આપી દેતી પણ પિતાના રાજા કે રાણીનું અપમાન બિલકુલ સહન કરી શકે નહિ. અહીં જયમંગલ રાજાએ રત્નાવતીના પુત્રને જન્મ મહોત્સવ ઉજવવાની લોકેને રજા આપી. હવે પ્રધાનજી આવશે ને રાજાને કેવી રીતે સમજાવશે તેના ભાવ અવસરે.