________________
બંધુઓ! જિનસેનાની કેટલી બધી સમજણ છે. સમ્યગૃષ્ટિ છવ અવળામાંથી પણ સવળું જ ઘટાવે છે. પિતાને મહેલમાંથી કઢાવનાર તે રનવતી છે એમ પતે જાણતી હતી. એને રાજા સાથે આટલા વખતમાં કદી અણબનાવ થ નથી પણ રત્નાવતીએ રાજાને ચઢાવીને તેના સંસારમાં આગ લગાડી છતાં એણે મનથી પણ રનવતી ઉપર ક્રોધ કર્યો નથી કે શ્રાપ આપ્યો નથી કે તે મારા સંસારમાં આગ લગાડી તે એના સંસારમાં પણ દાવાનળ લાગજો. આવું ક્યારે વિચાર્યું નથી. આનું નામ સાચી સમજણ. જિનસેનાની દાસી પણ એવી જ હતી. અનાજને દળીને તેનું ભડકું બનાવીને ખાઈને સંતોષથી રહેવા લાગ્યા.
ઈત જિનસેના શુદ્ધ ભાસે, કરતી ધર્મધ્યાન,
શુદ્ધ ભાસે કરે સમાઈ, ઔર કરતી આત્મજ્ઞાન, જિનસેના અને તેની દાસી દરરોજ સવારમાં ઉઠીને સામાયિક, પ્રતિકમણ વિગેરે ક્રિયાઓ કરતા. આત્મતત્વ ઉપર ચિંતન કરતા. કયારેક બાર ભાવનાઓનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ કેવું છે એ ઉપર ચર્ચા કરતા. કેઈ વખત ખબર પડે કે નગરમાં સંતમુનિરાજ પધાર્યા છે તે તેમના દર્શન કરવા જતાં ને ગૌચર વિહરવા આવવાની ભાવના ભાવતા. આ પ્રમાણે જિનસેના અને તેની દાસી આખે દિવસ ધર્મારાધના કરવામાં પસાર કરતા હતા.
પુત્રજન્મની વધામણી લઈને આવતી દાસી – ધર્મવાન આત્માઓ માટે જંગલ પણ મંગલ બની જાય છે ને જેલ એ મહેલ બની જાય છે. રાણી ધર્મમાં એવી એક લીન રહે છે કે એને રાજમહેલ પણ યાદ નથી આવતે. મનમાં એમ પણ નથી થતું કે કયાં હું પટ્ટરાણી હતી અને આજે દાસી કરતાં પણ મારા ભૂંડા હાલ થયા છે. જ્યાં હું નિત્ય નવા સ્વાષ્ટિ ભેજન જમનારી અને આજે લૂખી રોટલી ને દાળ, ભડકું વિગેરે ખાઈને પેટ ભરું છું! આવું સહેજ પણ મનમાં ઓછું આવતું નથી, પણ આનંદપૂર્વક ગર્ભનું સારી રીતે પાલન કરતી દિવસે વીતાવવા લાગી. દિવસો જતાં ગર્ભકાળ પૂરે થતાં જિનસેના રાણીએ એક તેજવી પુત્રને જન્મ આપ્યો. જિનસેનાએ પુત્રને જન્મ આપ્યા પછી થોડી વારે રત્નવતીએ પણ પુત્રને જન્મ આપે. જિનસેના રાણીની દાસી હર્ષભેર દેડતી રાજાને પુત્રજન્મની વધામણી દેવા આવી. રાણીએ કે દાસીએ એ વિચાર ન કર્યો કે રાજાએ અમને કાઢી મૂક્યા છે તે પુત્ર જન્મની વધામણી આપવા જવાની જરૂર? રાજાએ રાણુને ત્યાગ કર્યો છે પણ પુત્ર તે રાજાને છે ને ? એટલે હર્ષભેર વધામણી આપી કે મહારાજા ! મારી જિનસેના રાણીએ આપના જેવા મહાન તેજસ્વી પુત્રને જન્મ આપે છે. દાસી આ પ્રમાણે કહેતી હતી ત્યાં રત્નાવતીની દાસી પણ દેડતી રાજા પાસે આવી. એટલે મહારાજાએ પૂછયું હે દાસી! તું આટલી બધી હર્ષભેર આવી છું તે શું કંઈ સંગલ વધામણ આપવા આવી છે? જુઓ, દષ્ટિમાં કેટલે બધે ફરક પડી ગયે છે!