________________
શારદા સુવાસ
૩૩૨
છે સાહેમ ! જેવી તમારી યશે મતી કુમારી છે એવા જ શ ́ખકુમાર રૂપ, ગુણુ અને વિદ્યામાં નિપુણુ છે. અત્યાર સુધી તમારી કુંવરીને ભલે ખીજા કુમારા જીતી શકયા નથી પણ શખકુમાર તે તમારી કુંવરીને હરાવી દેશે. એ કુમાર તમારીને કુવરી ચેાગ્ય છે. હું તે દેશ પરદેશ ફર્યો પણ શંખકુમાર જેવા કોઈ રાજકુમાર મેં હજી સુધી જોયે નથી. એવા અદ્ભુત કુમાર છે. પડદાની પાછળ ઉભેલી યશેામતી આ બધી વાત સાંભળીને ખુશ થઈ ગઈ. એના મનમાં એમ પણ થયું કે મારા પિતાજી મારા માટે કેટલી ચિતા કરે છે? મારે એમની ચિંતા દૂર કરવી જોઈએ. સેાદાગરે વાત કર્યાં પછી રાજાને ભેટછુ આપ્યું ને પછી વિદાય થયા. એટલે પડદા પાછળથી યશેામતીએ બહાર આવીને પિતાજીને નમન કર્યું અને નમ્રતાથી કહ્યું કે પિતાજી ! આપ મારી આટલી બધી ચિંતા શા માટે કરો છે ? હવે આપ મારી ચિંતા છેાડી દે. હવે મારે કોની સાથે પરણવું એ મારી જાતે જ નક્કી કરીને આપને કહીશ, જો આપને યેાગ્ય લાગે તે મને એની સાથે પરણાવજો. મને પસંદ હશે પણ જો આપને ચેાગ્ય નહિ લાગે તે હું જિંદગીભર કુંવારી રહીશ અગર તે દીક્ષા લઈશ. પુત્રૌની વાત સાંભળીને રાજા ખુશ થયા ને કહ્યું, ભલે બેટા ! આપણે એમ કરીએ.
યÀામતી પિતાજીને પ્રણામ કરીને પોતાના મહેલમાં આવી. એક દાસી ચિત્રકળામાં ખૂખ પ્રવીણુ હતી. તેને મેલાવીને કહ્યું. તું આજે ને આજે અહી થી નીકળીને હસ્તિનાપુર જા. ત્યાં પહોંચીને શ’ખકુમારનું ચિત્ર દોરી લાવ. ચિત્ર દોરવાની સાથે એ કુમાર કેવા છે તે પણ ખરાખર જોતૌ આવજે. આ સાંભળીને દાસી ખુશ થઈ, કારણુ કે જે માજીસ જે કાય માં ચતુર હાય તેને તે કાર્યો કરવામાં ઘણા ઉત્સાહ હૈાય છે. દાસી ચ’પાનગરીથી નીકળીને થાડા દિવસમાં હસ્તિનાપુર પહેાંચી ગઈ. રાજદરબારમાં જઈને આડકતરી રીતે શકુમારને જોઈ લીધા. કુમારને જોતાવેંત દાસીની આંખડી ઠરી ગઈ, ખસ, આ શંખકુમાર મારી કુંવરીને ચેગ્ય છે. બે દિવસમાં દાસીએ ચિત્ર તૈયાર કરી લીધુ ને કુંવરને ખરાબર જોઈ લીધે, રૂપ તા છે પણ સાથે ગુગુ અને બુદ્ધિ પણ એટલી જ છે, કુંવર યશેામતીથી ચઢિયાતા છે. દાસી શ ́ખકુમારનું ચિત્ર લઇને હોંશભેર ચંપાનગરી આવશે ને મામતીને ચિત્ર મતાવશે ત્યારે તેને કેવા આનંદ થશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ- રત્નવતી મહેલમાં હરખાય છે ને સુખ ભોગવે છે. આ તરફ જિનસેના ગીચામાં જે મહેલમાં રાજાએ રહેવાનુ કહ્યું ત્યાં ગઈ. એ મહેલ તેા ખાસ કરીને રાજા બગીચામાં ફરવા માટે જાય ત્યારે આરામ કરવા માટે જ હતે. એટલે ત્યાં કંઈ સગવડ ન હતી પણ જિનસેના તે અગવડમાં પણ આનંદપૂર્ણાંક રહે તેવી હુતી. રાજાએ એને માટે થાડા વાસણ અને ઘઉં, ખાજરા માકલાવ્યા, એટલે રાણી દાસીને કહે છે, જો તેા ખરી ! સ્વામીનાથની મારા ઉપર કેટલી કૃપાદૃષ્ટિ છે! મને જગલમાં માકલી પણ હું ભૂખી ન રહે તે માટે અનાજ અને વાસણુ બધું જ મોકલાવ્યું