________________
શારદા સુવાસ
૩૩૦
હતી તે અંગદેશમાં ચંપાનગરીમાં જિતારી નામે રાજાને કીતિ'મતી નામે એક રાણી હતી ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેણે ઘણાં પુત્રો પછી એક પુત્રીને જન્મ આપ્યા. તેનું નામ યશેામત પાડવામાં આવ્યું. આ યશાતિ ઘણાં ભાઇઓની બહેન હોવાથી માતા-પિતા અને ભાઈઓને ખૂબ વહાલી હતી. તે અગિયારમા દેવલાકથી ચવીને આવી છે, મહાન પુણ્ય લઈને આવી છે તેથી દેવી જેવી શૈાભતી હતી. માતાપિતાએ તેને ખૂબ લાડકાડથી ઉછેરી. પેાતાના ભાઈ એની સાથે રમતી ને ખેલતી મેટી થવા લાગી. તે મેટી થતાં જિતારી રાજાએ તેન ગુરૂ પાસે ભણવા મોકલી. તે ચાસડે કળા ભણી પ્રવીણ થઈ. એની કળા કુશળતાના દેશવિદેશમાં ગુણુ ગવાવા લાગ્યા. આ સાંભળીને ઘણાં રાજકુમારો યશામતી સામે હરિફાઇ કરવા માટે આવવા લાગ્યા, અને તેની સાથે વિવિધ પ્રકારે ચર્ચા કરવા લાગ્યા, પણુ કાઈ રાજકુમાર યશેામતીને ન જીતી શકે. ભટ્ટભલા હાંશિયાર કુમારે યશેામતી પાસે હારી જતા, યશેમતિ વિચાર કરવા લાગી કે જો બધા જ પુરૂષો મારી પસે હારી જશે તે પુરૂષપણાની પ્રધાનતા કયાં રહેશે ? માટે મારાથી હીન ગુણવાળા સાથે હું કયારે પણ લગ્ન નહુ કરુ. જે મારાથી રૂપ અને ગુણમાં શ્રેષ્ઠ હશે તેને હું પરણીશ. હવે કોઈ પણ રાજકુમાર આનાથી ચઢતા નથી તેથી જિતારી રાજાને ચિંતા થવા લાગી કે મારી વહાલી કુંવરીને કેની સાથે પરણાવવી ? આવા વિચારમાં રાન્ત ઉદાસ થઈને સિ ́હાસને બેઠા હતા.
આ સમયે હસ્તિનાપુરથી એક સેાદાગર જિતારી રાજા પાસે આન્યા અને રાજાને ભેટછું ધર્યું, પણ ૨ાજા પેાતાની કુંવરીની ચિંતામાં ઉદાસ બની ગયા હૈાવાથી તેમને આ વાતને ખ્યાલ ન રહ્યો, કારણ કે ચિંતા એવી ખૂરી ચીજ છે કે માણસને કોરીને ખાઇ જાય છે. કહેવત છે ને કે
સુખે ન સૂવે ધનના સુખે ન સૂવે દીકરીને
ધણી, સુખે ન સૂવે જેને ચિંતા ઘણી, બાપ, સુખે ન સૂવે જેના ઘરમાં સાપ. આ વાત બરાબર છે ને ? આ તે તમારા અનુભવની વાત છે ને? ધન ન હાય તા ચિંતા ને ધન વધે તે સાચવવાની ચિંતા. પહેલાના સમયમાં ચાર, ડાકુ, આગ કે પાણીના જ ભય હતા કે રખે ને ધન લૂંટારા લૂટી ન જાય, ચાર ચારી ન જાય, અગ્નિમાં બળી ન જાય અને પાણીના પૂરમાં તણાઇ ન જાય પણ આજે તે સરકારના ભય વચ્ચેા છે, એ નંબરના નાણાં સાચવવાની કેટલી ચિંતા છે? એટલે કહ્યું ને કે જેની પાસે ઘણું ધન ડાય તે સુખે ઉંઘી શકતા નથી. આ સ’સાર તા અનેક પ્રકારની વિટખણાઓથી ભરેલા છે. તેમાં જીવાને અનેક પ્રકારની ચિંતા હૈાય છે એટલે ચિંતાતુર માણસ સુખે ઉંધી શકતા નથી. ઘરમાં સાપ નીકળ્યા તેને તમે જોયા પણ કયાંય સાપ ન દેખાય તે પણ તમને સુખે ઉંધ આવે ખરી ? “ના”. જેને દીકરીએ હાય તેના બાપ પણ સુખે ઉંધી શકતા નથી. કારણ કે એક પછી એક દીકરીઓને પરણાવવાની કેટલી ચિંતા થાય છે!