________________
શારદા સુવાસ
ચિંતાતુર રાજાને સોદાગરે કરેલ પ્રશ્ન – જિતારી રાજાને ચિંતાતુર જોઈને સોદાગરે પૂછયું કે મહારાજા ! આપ આજે આટલા બધા ઉદાસ કેમ છો? આપને શું ચિંતા છે? સેદાગર રાજાને આ પ્રમાણે પૂછતો હતો તે વખતે રાજકુમારી સેળ શણગાર સજીને એના પિતાજીના દર્શન કરવા આવતી હતી પણ સોદાગરના શબ્દો સાંભળીને પડદા પાછળ ઉભી રહી અને સોદાગર અને રાજા વચ્ચે થતી વાતચીત સાંભળવા લાગી. સેદાગરે રાજાને ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે જવાબમાં રાજાએ કહ્યું-સેદાગર ! મારી ચિંતાનું કારણ તને કહી શકાય તેમ નથી. સોદાગરે કહ્યું–સાહેબ! અમે નાના માણસ છીએ પણ કઈ વખત આપની મોટી ચિંતા દૂર કરી શકીએ. આપ કહે તે કંઈ માર્ગ બતાવું. હું તે દેશપરદેશમાં ફરું છું એટલે મને ઘણો અનુભવ છે. માટે આપ મને આપની ચિંતાનું કારણ કહો. એટલે રાજાએ પિતાની પુત્રીની વાત કરી ત્યારે સેદાગરે હસીને કહ્યું–સાહેબ ! આમાં આટલી બધી ચિંતા શું કરે છે? આ તે કઈ મોટી વાત છે? હું આપની ચિંતા દૂર કરું. સાંભળે. હું ઘણું દેશવિદેશ ફર્યો ને ઘણુ રાજયમાં ગયે ને ઘણું રાજકુમારોને જોયા. હમણાં હું હસ્તિનાપુર ગયો હતો ત્યાં મેં શ્રીષેણ રાજાના પુત્ર શંખકુમારને સભામાં બેઠેલે જોયે હતે. શું એનું રૂપ! જાણે ઈન્દ્ર જોઈ લે! આખી સભામાં તારાઓમાં જેમ ચંદ્ર શેભી ઉઠે તેમ શોભતો હતો. એકલું રૂપ જ છે એમ નથી. પણ સાથે ગુણ પણ છે.
બંધુઓ! ઘણી વખત માણસમાં રૂપ હોય પણ બુદ્ધિમાં દેવાળું હોય છે. એક શ્રીમંત શેઠને એકને એક દીકરો હતે. રૂપ ઘણું પણ બુદ્ધિ ન હતી. શેઠને ત્યાં પિસે ખૂબ હતો એટલે બહારગામથી કન્યાઓને કહેણ આવવા લાગ્યા. ગામમાં તે સૌ જાણતાં હતાં કે આ છોકરે રૂપે રૂડે છે પણ બુદ્ધિ નથી, પણ બહારગામના લેકને તે આવી ખબર ન હોય ને? એક વખત આ છે કરાને જોવા માટે આવવાના હતા. એટલે શેઠે કહ્યું બેટા ! તું આ દુકાનમાં બેસીને આ ચોપડાના પાના ફેરવ્યા કરજે પણ કંઈ બેલ નહિ. છોકરે કહે ભલે બાપુજી, સારા કપડા પહેરીને દુકાનમાં બેસાડે ને હાથમાં ચોપડે આપે. છોકરાને જોવા માટે માણસે આવ્યા. આ ભાઈસાહેબ તે ચે પડાનાં પાનાં ઉથલાવે છે. માણસ પાનું વાંચીને ફેરવે અને ખાલી ફેરવી જાય એમાં ફેર પડે ને ? બુદ્ધિશાળી માણસને તે તરત જ ખ્યાલ આવી જાય. જેવા આવનાર વિચાર કરવા લાગ્યા કે આ તે ખાલી પાના ફેરવે છે. એમાં કરે છે. બાપુજી! ફલાણુને પિસા આપ્યા ત્યારે આ પાનામાં તમે લખ્યું હતું. માખી અઘાર મૂકી ગઈ તેનું મેં નિશાન રાખ્યું છે. (હસાહસ) બુદ્ધિનું પ્રદર્શન થઈ ગયું ને? જેવા આવનાર સમજી ગયા કે આ તે અભણ લાગે છે. ખાલી રૂપ છે. બુદ્ધિનું દેવાળું છે એટલે ઉઠીને હાલતા થઈ ગયા.
“ “સોદાગરની વાતેથી યશેમતીએ લીધેલ નિર્ણય”:-અહીં સોદાગર કહે