________________
૩ર૬
શારદા સુવાસ કબાટ સામું જોઈ રહ્યા છે કે આમાં શું ભર્યું હશે? સૌના આશ્ચર્ય વચ્ચે પ્રધાનની પુત્રવધૂએ પહેલા કબાટનું બારણું ખોલ્યું તે તેમાંથી સારા વસ્ત્રાલંકારોથી સજજ થયેલો એક પુરૂષ બહાર નીકળે. પુત્રવધૂએ મહારાજાને કહ્યું સાહેબ ! આપ આને પૂછે કે તેં જન્મ ધરીને કદી દુઃખ જોયું છે ખરું? તમને છે છે ને છે ને જવાબ પ્રેકટીકલથી મળશે. આ પુરૂષ બીજે કઈ ન હતું પણ પ્રધાનની પુત્રવધૂને બાપ હતે. એમણે રાજાને કહ્યું સાહેબ! મેં જન્મ ધરીને કદી દુઃખ જોયું નથી. દુઃખ શું કહેવાય એ જ મને ખબર નથી. રાજાએ પૂછયું એનું કારણ શું? પુત્રવધુએ કહ્યું સાહેબ ! એમણે પૂર્વભવમાં ખૂબ દાન પુણ્ય કર્યા છે. દાન દેતાં પાછું વાળીને જોયું નથી. સાધુ સંતેની ખૂબ સેવા કરી છે અને તપ પણ ખૂબ કર્યો છે એટલે પુણ્યની ટાંકી ભરીને આવ્યા છે, તેથી પૂર્વભવમાં એમની પાસે ઘણું હતું. પૂર્વે આપીને આવ્યા છે એટલે આ ભવમાં એમને ઘણું મળ્યું છે. આ ભવમાં પણ સમાગે ધન વાપરતાં પાછું વળીને જોતાં નથી એટલે આવતા ભવમાં પણ એમને મળવાનું છે. બીજ વાવ્યું છે તે ફળ મળવાનું છે. એ તે નિઃશંક વાત છે ને? એટલે એને અર્થ છે છે ને છે. આ આપના પ્રશ્નને પ્રેક્ટીકલ જવાબ છે. આખી સભાને અને રાજાને ખૂબ સંતેષ થયે,
પહેલા કબાટમાંથી આવે પુરૂષ નીકળે એટલે લોકોના મનમાં થયું કે આ બીજા કબાટમાંથી કોણ નીકળશે ? એમાં કેને પૂર્યો હશે? બીજા કબાટ ઉપર લખ્યું છે નથી નથી ને નથી, બીજા પ્રશ્નને જવાબ માટે બીજુ કબાટ ખોલ્યું તે હાથમાં માટીનું શકેરું લઈને ભીખ માંગનારે એક ભિખારી નીકળ્યા. એ બેલે છે આપ મા-બાપ, આપે મા-બાપ, હું ચાર દિવસને ભૂખે છું.
ગરીબૅકી સુને (૨) હે તુમ્હારી સુનેગા,
તુમ એક પૈસા દે દે, તે દસ લાખ મિલેગા....ગરીબેંકી અને " હે શ્રીમંતે! તમે મારી ગરીબની પુકાર સાંભળો. મને એક એક પૈસે આપશે તે તમને ભગવાન દશ લાખ રૂપિયા આપશે. તમે મારે પિકાર સાંભળશો તે ભગવાન તમારે પિકાર સાંભળશે. જોકે વિચારમાં પડી ગયા કે આ નથી નથી કે નથી એને અર્થ આ કેવી રીતે બતાવે છે ? સહુના આશ્ચર્ય વચ્ચે પુત્રવધુએ રાજાને કહ્યું સાહેબ! આને પૂછે કે તેં તારી જિંદગીમાં કદી સુખ જોયું છે? રાજાએ પૂછ્યું એટલે ગરીબે કહ્યું સાહેબ! મેં કદી સુખ જોયું જ નથી મારા જખ્ખર પાપ કર્મના ઉદયે સ્વપ્નમાં પણ સુખના દર્શન કર્યા નથી. આટલી ઉંમર થઈ પણ ભીખ માંગીને ખાઉં છું, ત્યાં પુત્રવધુએ કહ્યું સાહેબ પૂર્વભવમાં એની પાસે કોઈ ન હતું એટલે એણે દાન પુણ્ય કર્યા નથી, તેથી આ ભવમાં એને મળ્યું નથી. એટલે દાન પુણ્ય કરી શકતું નથી. તેથી આવતા ભવમાં પણ તેને મળવાનું નથી. એટલે એને અર્થ એ નથી નથી ને નથી...આ આપના બીજા