________________
શારદા સુવાસ
૩૨૧ આઠ દિવસ પિયર રહીને પ્રધાનની પુત્રવધૂ સાસરે આવી ગઈ ને સસરાને કહ્યુંપિતાજી! મારે ચાર કબાટ જોઈએ છે. બેટા ! તમે કબાટને શું કરશે? પિતાજી! પ્રેક્ટીકલ માટે મારે કબાટની જરૂર છે. પ્રધાને પુત્રવધૂના કહેવા પ્રમાણે પાછળના ભાગમાં હવા આવવા માટે ઝીણું ઝીણાં કાણું પડાવીને કબાટ તૈયાર કરાવ્યા. જે દિવસે પ્રશ્નોના જવાબ આપવાના છે તેના આગલા દિવસે રાતના એ ચાર કબાટ રાજસભામાં બરાબર મધ્યમાં ગઠવી દેવામાં આવ્યા, અને એના પિતાજીને આવવાના સમાચાર આપ્યા હતા તે પ્રમાણે આવી ગયા, આ બધી વાત પ્રધાનજીથી એણે ગુપ્ત રાખી હતી. ગુપ્ત રીતે એણે કબાટમાં જે કંઈ કરવાનું હતું તે બધું કરી લીધું. રાજાએ આગલે દિવસે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્ય હતું કે પ્રધાનજી મારા ચાર પ્રશ્નોના જવાબ સભા વચ્ચે પ્રેકટીકલ કરીને આપવાના છે, એટલે આખું ગામ જેવા ઉમટ્યું. સૌના મનમાં એમ હતું કે છે છે ને છે. નથી નથી ને નથી. આ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપશે? તમાશાને કંઈ તેડું હોય? એ જેવા તે પડાપડી થાય. અહીં જરા મોડું થાય તો ઉંચાનીચા થઈ જાઓ અને અહીંથી છૂટ્યા પછી રસ્તામાં આવું કંઈ જોવા મળે ને દશની ગાડી ચૂકી જવાય તે વાંધો નહિ. કેમ બરાબર છે ને? (હસાહસ) આખી રાજસભા પ્રેકટીલ પ્રશ્ન જોવા માટે ઠઠ ભરાઈ ગઈ. આખા ગામમાં કઈ ઘેર રહ્યું નહિ હેય. સૌ જેવા માટે આતુરતાથી બેઠા હતા.
સભામાં સૌને આવેલી અધીરાઈ – સમય થતાં રાજા-પ્રધાન બધા આવ્યા. રાજાએ કહ્યું–પ્રધાનજી! મારા પ્રશ્નોના જવાબ આપે. પ્રધાન વિચાર કરતું હતું કે આ વહુએ ચાર મોટા કબાટ સભામાં ઉભા કરાવ્યા છે. એમાં શું રાખ્યું હશે ? અને એ હવે શું જવાબ આપશે? જ્યાં મહારાજાએ પ્રધાનને જવાબ આપવાનું કહ્યું કે તરત પુત્રવધૂ ઉભી થઈ ગઈ ને કહ્યું–હે મારા પિતાતુલ્ય મહારાજા ! આ પ્રશ્ન તે મારા સસરાજી માટે સામાન્ય છે. એમના દીકરા પણ એને જવાબ પ્રેકટીકલ કરીને આપી શકે તેમ છે. અમારા ઘરમાં તે બધાને આવડે છે. તે મારી ઈચ્છા એવી છે કે હું જ એને જવાબ આપું. અમે નાના આવું કામ સંભાળી શકીએ તેમ હેઈએ તે વડીલોને શા માટે તકલીફ આપણી જોઈએ મને આવા પ્રશ્નોના જવાબ આપવાને શેખ છે, માટે મને જવાબ આપવા છે. મારી ભૂલ થશે તે મારા સસરાજી સુધારી લેશે. રાજાએ કહ્યું-ભલે, તમે જવાબ આપે. લેકેને અધીરાઈ આવી છે કે આ પ્રશ્નોના જવાબ શું હશે? તમને પણ એમ થાય છે ને કે આ ચાર કબાટ લાવીને મૂકાવ્યા છે તેમાં શું કરામત કરી હશે ? સભામાં લેકોને જેવાની અધીરાઈ આવી છે તેમ તમને પણ સાંભળવાની અધીરાઈ આવી છે ને , ત્યારે સાંભળે.
આશ્ચર્ય પૂર્વક સૌની દષ્ટિ પુત્રવધુ ઉપર’ : ચતુર પુત્રવધૂએ કબાટ ઉપર પહેલેથી બેર્ડ લગાવ્યા હતા. તેમાં પહેલા કબાટ ઉપર છે છે કે છે નું બેર્યું હતું. લકે