________________
૩ર૭
શારદા સુવાસ પ્રશ્નને પ્રેકટીકલ જવાબ છે. બીજા પ્રશ્નનો જવાબ સાંભળીને હવે લેકે ત્રીજા પ્રશ્નને જવાબ સંભળવા માટે અધીરા બની ગયા કે આ બેમાં તે બરાબર બતાવ્યું પણ હવે ત્રીજામાં કેવી રીતે બતાવશે?
બે પ્રશ્નો જાણ્યા પછી ત્રીજા પ્રશ્ન માટે આવેલી પ્રજાજનેને અધીરાઈ - હવે ત્રીજા પ્રશ્નને જવાબ સાંભળવાની લેકને અધીરાઈ આવી. ત્રીજા કબાટ ઉપર લખ્યું છે નથી ને છે. પુત્રવધૂએ ત્રીજે કબાટ ખેલે તે એમાંથી એક સંન્યાસી બહાર નીકળ્યા. એમને જિન સાધુને પરિચય થતાં કંચન-કામિનીને ત્યાગ કર્યો હતો. પિતાની જાતે ભિક્ષાચરી કરીને ખાતા હતા. આવા પવિત્ર સંત હતા. પુત્રવધુએ કહ્યું–સાહેબ! આ સંતને પૂછે કે તમારી પાસે કંઈ છે? સંતે કહ્યું કે મહારાજા ! અમે તે ફકીર કહેવાઈએ. અમને પૈસા ન ખપે, રહેવા માટે ઘાસની કુટીર છે. તેમાં બેસીને ભગવાનનું ભજન કરું છું. પહેરવા માટે બે ભગવા કપડા રાખું છું. મને કેઈ જાતની ફિકર ચિંતા નથી. આ હું મસ્ત સંત છું. મારી પાસે કંઈ જ નથી, છતાં તમારા બધાથી હું મહાન સુખી છું. તમારી આખી સભામાં કેઈને પૂછે કે તે મારા જેવા સુખી છે? હા, જેને કંચન, કામિનીને મેહ છૂટ નથી તે દુઃખી છે. બાકી સાચા સંત જેવા કેઈ સુખી નથી. પુત્રવધૂએ કહ્યું સાહેબ ! જુઓ, આ સંત પાસે અત્યારે રાતી પાઈ નથી. તેમણે છતી સંપત્તિને આ ભવમાં ત્યાગ કર્યો છે. તે આવતા ભવમાં એને ઘણું મળવાનું છે. એટલે આનું નામ નથી ને છે. આ આપના ત્રીજા પ્રશ્નને પ્રેકટીકલ જવાબ છે. આ રીતે ત્રણ પ્રશ્નો હલ થઈ ગયા. હવે એક પ્રશ્ન બાકી છે.
ચોથા કબાટ ઉપર લખ્યું છે “છે ને નથી.” ચે કબાટ જ્યાં છે ત્યાં અંદરથી સારા વસ્ત્રાભૂષણે પહેરેલે એક શ્રીમંત માણસ નીકળે. પુત્રવધૂએ કહ્યું–સાહેબ ! આને તમે પૂછે કે તારી પાસે ધન કેટલું છે? તે તારું ધન ક્યારે વાપર્યું છે? દુઃખમાં મદદરૂપ કેઈને થયે છે ખરે? કબાટમાંથી નીકળેલા માણસે કહ્યું–સાહેબ! મારી પાસે કરોડોની સંપત્તિ છે પણ કેણ જાણે કેમ હું વાપરી શક્તા નથી? પ્રધાનની પુત્રવધૂએ સમજાવ્યું કે ઘણું ધન હોવા છતાં પિતે ખાતે નથી ને બીજાને ખાવા દેતું નથી, એટલે પરભવમાં એને કયાંથી મળવાનું છે? માટે સાહેબ “છે ને નથી” ટૂંકમાં આ ભવમાં ઘણું છે પણ પરભવમાં કાંઈ મળવાનું નથી. આ રીતે આપને એ પ્રશ્ન છે ને નથી એને આ પ્રેકટીકલ જવાબ.
આ ચારે પ્રશ્નને પ્રેકટીકલ જવાબ મળવાથી રાજા તે ખુશ ખુશ થઈ ગયા, અને ખુશ થઈને પુત્રવધૂના ગળામાં નવસેરે કિંમતી રત્નને હાર પહેરાવી દીધું ને કહ્યું–બેટા! તું આજથી મારી પુત્રી છે. તે પ્રધાનના ઘરની પુત્રવધૂ નહિ પણ એક દેવી છે. આજે તે મારી આંખ ખોલી છે. આ જવાબ આપ્યા પછી આખી નગરીમાં આ ચાર પ્રશ્નોના જવાબ . વ્યાપક બની ગયા ને લેકે પિતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય વધુ કરવા લાગ્યા. ઘરઘરમાં પ્રધાનની પુત્રવધુની પ્રશંસા થવા લાગી કે બહેન નાની છે પણ એની બુદ્ધિ તે મેટી છે.