________________
શાણા સુવાસ જાય છે. કેપ ન થ હજુ સહેલ છે પણ રાગ ન થવો મુશ્કેલ છે. શ્રેષમાંથી રાગને જન્મ થતું નથી પણ રાગમાંથી હેવને જન્મ થાય છે. સંસારમાં છીએ ત્યાં સુધી તે રાગ-દ્વેષરૂપી શત્રુએ આપણી આસપાસ ગોઠવાયેલા રહેવાના. આ શત્રુઓના પંજામાંથી મુક્ત બની અંતે વીતરાગ બનવું હોય તે ચેતન પર થતે ઠેષ દૂર થાય, કદાચ સંપૂર્ણ હેપ ન જાય તે એ ઠેષ ટે લાગે ને દ્વેષ પર દ્વેષ થાય અને જડ, ચેતન પર થત રાગ વિલય પામે, રાગ સંપૂર્ણ ન જાય તે એ રાગ પેટે લાગે ને રાગ પર દ્વેષ થાય તે આ રાગ-દ્વેષ આપણને ફસાવી ન શકે. રાગને વિષય જડ ચેતન બને હોવાથી આખી દુનિયા છે. જડ અને ચેતનના ખેલ એટલે જ આ દુનિયા. માટે રાગ વિજેતા બનવું અઘરું છે. જિનેશ્વર ભગવંતેને એથી જ વીતરાગ કહેવાય છે. રાગ અને દ્વેષથી પર બનીને વિરાગ કેળવ હોય ને ક્વીતરાગ” બનવું હોય તે એક ઉપાય છે. ચેતન પર થતા વેષને અને જડ ચેતન પર થતા રાગ દ્વેષને જેમ બને તેમ ઓછા કરતાં શીખે.
આપણું ચાલુ અધિકારમાં અપરાજિત રાજાને જીવ હસ્તિનાપુરમાં શ્રીષેણ રાજાની શ્રીમતી નામની રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયેલ છે. સવા નવ માસ પૂર્ણ થતાં શ્રીમતી રાણીએ પુત્રને જન્મ આપે. આ પુત્ર પૂર્ણિમાના ચંદ્ર જે તેજસ્વી છે. જેમ પૂર્ણિમાને ચંદ્ર સૌને પ્રિય લાગે છે તેમ આ કુમાર પણ સૌને પ્રિય લાગે છે. રાજાએ પુત્રને જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજળે અને તેનું નામ શંખકુમાર પાડયું. આ શ્રીષેણ રાજાને ગુણનિધિ નામે એક પ્રધાન છે. એ પ્રધાન ખૂબ બુદ્ધિશાળી હતે. રાજાનું બધું કાર્ય નીતિથી ચલાવતે હેવાથી તે રાજાને ખૂબ પ્રિય હતો. જે પ્રધાન રાજાને અનુકૂળ હોય, રાજાને કારભાર સારી રીતે ચલાવતું હોય તેના ઉપર રાજાના ચારે હાથ રહે છે ને રાજા એને ન્યાલ કરી દે છે, પણ ઘણાં માણસ ઈર્ષ્યાળુ હોય છે. તેમનાથી આ સારું સહન થતું નથી એટલે સુખીને દુઃખી કરવા પ્રયત્ન કરે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક રાજાને પ્રધાન બુદ્ધિશાળી, નમ્ર અને વિવેકી હતે. એના ઉપર રાજાના ચારેય હાથ હતા. પિતાની કાર્યકુશળતાથી એણે રાજાનું દિલ જીતી લીધું હતું. તેથી રાજાને એ પ્રધાન પિતાના શ્વાસ-પ્રાણુ જેવો વહાલે હતે. દરેક કાર્ય રાજા પ્રધાનને પૂછીને કરતા. આથી રાજ્યમાં બીજા નાના મંત્રીઓ તથા અમલદારેને ખુબ ઈર્ષા આવવા લાગી કે મહારાજા તો જ્યારે ને ત્યારે પ્રધાનની પ્રશંસા કર્યા કરે છે. દરેક કાર્યમાં રાજા એને પૂછે. આપણને તે કઈ દિવસ કંઈ પૂછતા નથી. ઈર્ષાના કારણે આ બધા પ્રધાનની વિરૂદ્ધમાં રાજાના કાન ભંભેર્યા કરતા હતા, પણ રાજા કેઈની વાત સાંભળતા નહિ. એટલે બધા ઈર્ષાળુઓએ ભેગા થઈને પ્રધાનને હલકો પાડવા માટે એક જના ઘડી. ઈર્ષાળુ માણસામાંથી એક માણસે કયાંક એવું વાંચ્યું કે (૧) છે જે ને છે (૨) નથી...નથી ને નથી. (૩) નથી