________________
શાણા સુવાસ સી પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે રાણીએ કહ્યું- તમે મારી કેઈ ચિંતા ન કરશે. મારા પતિદેવની મારા ઉપર ખૂબ કૃપાદૃષ્ટિ છે કે મને એમણે ભલે મહેલમાંથી કાઢી મૂકી પણ મને મારી નાંખી તે નથી ને! એ મારા સ્વામી છે. એમની જેમ ઈચ્છા હોય તેમ કરી શકે છે. મને એમણે જીવતી રાખી છે તે હું ધર્મારાધના તે કરી શકીશ ને? અને મારે ધર્મ તે મારી સાથે છે ને ! હું ધર્મને ખાતર રાજવૈભવને ત્યાગ કરું છું તે મારે ધર્મ મારું અવશ્ય રક્ષણ કરશે. એમ કહીને જિનસેના રાણું પિતાની દાસીની સાથે બગીચામાં એક નાનકડે બંગલ હતું ત્યાં ગઈ
પટ્ટરાણીના પદે આવેલી રનવતી – જિનસેના મહેલમાંથી ગઈએટલે રાજાએ . નવતીને પટ્ટરાણીનું પદ આપ્યું, રાજા રત્નાવતીને ખૂબ પ્રેમથી રાખવા લાગ્યા. એક તે રત્નાવતી અભિમાનનું પૂતળું હતી જ. તેમાં પટ્ટરાણીનું પદ મળ્યું ને રાજાની પૂરી હેમઃ દષ્ટિ–પછી શું બાકી રહે ? કહેવાય છે ને કે “ધણીની માનીતી બાર ગાઉ ઉજજડ કરે.” તે રીતે આ નવતી દાસ-દાસીઓ ઉપર પિતાની હકૂમત ચલાવવા લાગી, અને મનમાં હરખાવા લાગી કે મારામાં કેવી ચતુરાઈ છે ! મેં જિનસેનાને કેવી જંગલમાં કઢાવી ને હું પટ્ટરાણું બની, પણ એને ખબર નથી કે મારી ચતુરાઈમને ચાર ગતિના ચક્કરમાં, ભમાવશે ને મારે કેવી શિક્ષા ભોગવવી પડશે. નવતી હરખાય છે ને જિનસેના બગીચામાં શું કરે છે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ વદ ૨ ને રવીવાર
તા. ૨૦-૮-૭૮. અનંત કરૂણાસાગર, શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણ માટે દિવ્ય દેશના ધોધ વહા, એ વીતરાગ વાણી સાંભળ્યા પછી આપણુ રાગ-દ્વેષ અને કષાયે ઘટવા જોઈએ. રાગ અને દ્વેષ એ બે આપણુ શત્રુઓ છે. ઠેષ ઉપર વિજ્ય મેળવનાર અને રાગ . ઉપર વિજય મેળવનારા આ બે વિજેતામાં વિશેષતા કેની? રાગ ઉપર વિજય મેળવનારની તેષ ઉપર વિજય મેળવવા કરતાં રાગ ઉપર વિજય મેળવ અઘરો છે. તેથી જ જગતમાં વીતરાગીઓ વિરલા છે. અહીં તમને કદાચ પ્રશ્ન થશે કે રાગ ઉપર વિજય મેળવી અઘરે શા માટે કહ્યો? તેના જવાબમાં મહાપુરૂષે કહે છે કે દ્વેષને વિષય ફક્ત ચેતન છે. જ્યારે રાગને વિષય જડ અને ચેતન બંને છે તેથી રાગવિજેતા બનવું અઘરું છે.
ખુબ વિચાર કરશું તે સમજાશે કે દ્વેષ ચેતન પર થાય છે. શ્રેષને કેઈ પણ વિષય લઈશું તે એ જીવ જ આવશે. બાળક સમજણના અભાવે કદાચ થાંભલા પર ગુસ્સે ભરાય ને એને લાકડી પણ મારે પણ થાંભલા સાથે અથડાઈને પડી ગયેલે ડાહ્યો