________________
શારદા સુવાસ ": ચરિત્ર - જિનસેના રાણી ધર્મ માટે પ્રાણ આપનારી છે. એને માથે કેવું સંકટ આવ્યું છે. છતાં ધર્મ માટે કેટલી અડગ રહી છે ! એણે એમ પણ વિચાર ન કર્યો કે અત્યારે હું ગર્ભવતી છું ને આ સ્થિતિમાં એકલી જંગલમાં કયાં જઈશ? મારું શું થશે? એણે એવી વિનંતી ન કરી કે મહારાજા ! પ્રસૂતિને સમય જાય પછી મને વનવાસ આપજે. અત્યારે મને મહેલમાં રહેવા દે. એને તે પિતાને ધર્મ સાચવે છે ને પતિની આજ્ઞાનું પણ બરાબર પાલન કરવું છે. જિનસેના રાણી સંસારમાં હતી પણ એનું મન સંસારથી સદા ઉદ્વિગ્ન રહેતું હતું. એને સંસારના સુખ ડાંગરના ફેરા જેવા લાગતા હતા. રાજાએ વનવગડામાં જવાનું કહ્યું ત્યારે વિચાર કર્યો કે અહો ! ભગવાન મને ધર્મારાધના વધુ કરવા માટે આ તક મળી છે તે હું શાંતિથી ધર્મધ્યાન કરીશ. જિનસેના રાણ ફાટલા તૂટલા કપડા પહેરીને મહેલમાંથી નીચે ઉતર્યા છે પણ પ્રજાજને આડા સૂઈ ગયા છે. કેઈ આડા હાથ દઈને ઉભા રહ્યા એટલે રાણી જઈ શકતા નથી. - રાણીને નહિ જવા દેવાની પ્રજાની વિનવણું":- રાણીએ પ્રેમથી કહ્યું હું મારા પ્યારા પ્રજાજને! તમને બધાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે, લાગણી છે એ હું સમજી શકું છું પણ હવે મને મારા પતિદેવની આજ્ઞાનું પાલન કરવા માટે જંગલમાં જવા દે. હું મારા ધર્મને ખાતર જંગલમાં જાઉં છું. મને શ્રદ્ધા છે કે મને આંચ આવવાની નથી. તમે મારી ચિંતા ન કરે ને મને જલદી જવા દે. પણ પ્રજાજને જવા દેતા નથી. આ તરફ પ્રધાનેએ મંગલ રાજાને ખુબ સમજાવ્યા પણ કઇ રીતે માન્યા નહિ ત્યારે પ્રધાને કહ્યું–મહારાજા ! આપ મહારાણુને રાખવા માંગતા નથી, પણ પછી પસ્તાવાને પાર નહિ રહે. હજુ પણ અમારું કહ્યું માને, પણ રાજા એકના બે ન થયા ત્યારે પ્રધાને કહ્યું –સાહેબ! ભલે, તમે રાણું સાહેબને ન બેલાવશે પણ આ ગર્ભવતી અવસ્થામાં એમને વગડામાં ન મેકલે. જંગલમાં એમનું કેણુ? માટે જુદા મહેલમાં રાખે પણ વનવાસ ન આપે. પ્રધાન આદિએ ખૂબ સમજાવ્યા ત્યારે રાજાએ કહ્યું કે મને તે એ જિનસેના હવે દીઠી ગમતી નથી, પણ તમે બધા ખુબ કહો છે એટલે વનમાં નહિ એકલું ને મારા મહેલમાં પણ નહિ રાખું. જો એમને રહેવું હોય તે બગીચામાં એક મહેલ છે ત્યાં જઈને રહે. પ્રધાને કહ્યું-ભલે, એ પ્રમાણે કરીશું પણ રાણીની સાથે એક દાસી મેકલેજે ને એમને આજીવિકાનું સાધન પણ કરી આપજે. t". “ગરીબ હાલતમાં મહારાણું રાજ્યમાંથી લેતા વિદાય” - પ્રધાને અને પ્રજાએ ખૂબ કહ્યું એટલે રાજાએ તેની મુખ્ય દાસી તેની સાથે મેકલી, જિનસેના રાણી ફાટેલા તૂટેલા કપડા પહેરીને એક ભિખારણ જેવી બનીને દાસીની સાથે ગામ બહાર બગીચામાં નાનકડે બંગલે છે ત્યાં જાય છે. આ જોઈને પ્રજાજનેની આંખમાં ધાર આંસુ વહેવા લાગ્યા. અહો કર્મરાજા ! તે આ શું કર્યું? કયાં એક વખત રાજમહેલમાં મહાલનારી અને તે એની કેવી દશા કરી ! હે ભગવાન! મહારાણીનું રક્ષણ કરજે. એમ