________________
૨
શારદા સુવાણ મૂંઝવણમાં હોય ત્યારે પત્નીએ મિત્ર જેવા બનીને પતિને સલાહ આપવી જોઈએ અને એમની મુંઝવણ ચિંતા દૂર કરવા માટે જે બને તે આપણે કરવું જોઈએ. માટે બા! આપ પિતાજીને એકાંતમાં બેસાડીને પૂછો તો ખરા પણ સાસુએ વહુની વાત લક્ષમાં ન લીધી. પ્રધાનની ચિંતા દિવસે દિવસે વધવા લાગી. એની ભૂખ ભાગી ગઈ ને ઊંઘ ઉડી ગઈ. શું કરવું ને કેવી રીતે બતાવવું.કયાં જવું.પણ ઘરમાં કેઈને વાત કરતા નથી. આમ કરતાં ચાર મહિના વીતી ગયા. હવે માત્ર બે મહિના બાકી રહ્યા છે. પ્રધાનજીની મૂંઝવણ વધતી જવા લાગી. ફરીને વહુ સાસુને કહે છે બા ! આ મારા સસરાના મુખ સામું જોવાતું નથી. એમનું શરીર તે લાશ જેવું થઈ ગયું છે. જે વડલાની છાયામાં બેસીને આપણે લીલાલહેર કરીએ છીએ તે વડલાના મૂળીયા અંદરથી સૂકાવા લાગ્યા છે. જે મૂળીયા તદ્દન સૂકાઈ જશે તે આ ડાળી અને પાંદડા કેના આધારે લીલા રહેશે ? આપણે સોનાના શિખર ઉપર બેઠા છીએ અને સુખ ભેગવી રહ્યા છીએ પણ એ શિખરને સ્થંભ તૂટી પડશે તે આપણા બધાનું શું થશે? આપણા જીવનના મૂળીયા સમાન, આધારસ્થંભ સમાન પિતાજી જયાં સૂકાઈ રહ્યા છે ત્યાં આપણને ખાવું-પીવું કેમ ગમે ? બા ! આટલી મારી વિનંતી સાંભળીને તમે બાપુજીને પૂછે કે તમને શું ચિંતા છે? ત્યારે સાસુજીએ મુખ મચકેડીને કહ્યુંવહુ ! તમે જ તમારા સસરાજીને પૂછી લે. હું નહિ પૂછું.
વિવેકી વહુએ સસરાને કરેલી વિનતી – વહુએ જાણ્યું કે મારા સાસુજી પૂછે તેમ લાગતું નથી. તે કઈ નહિ હવે હું જ પૂછી લઉં. બીજે દિવસે સાસુ અને સસરા બેઠા હતાં તે વખતે પુત્રવધૂ ત્યાં જઈને નમ્રતાપૂર્વક સસરાને પૂછે છે કે બાપુજી! હું એક વાત આપને પૂછું? વહુ ઘરની કુળદેવી સમાન પવિત્ર હતી. બેલે તે જાણે મોઢામાંથી અમી ઝરતું ન હોય ! એમ લાગે. એની નમ્રતા ને બોલવાની મીઠાશ જોઈને સસરાજીએ વિચાર કર્યો કે કઈ દિવસ નહિ ને આજે મને આ પુત્રવધૂ શું પૂછવા માગે છે? સસરાએ કહ્યું–બેટા ! તમારે જે પૂછવું હોય તે મને ખુશીથી પૂછે, એટલે વહુએ કહ્યું-પિતાજી! ક્ષમા કરજે. હું પુત્રવધૂ થઈને આપની સામે ઉભી છું પણ મને પિતાની પુત્રી સમજો. પિતાજી–આજે ચાર ચાર મહિનાથી આપ શાંતિથી જમતા નથી. સુખે ઉઘતા નથી. કંઈ બેલતા નથી, ચાલતા નથી. આપ ઘરમાં આવે છે ને રાજસભામાં જાય છે, આપ બધું જ કાર્ય કરે છે પણ આપનું મન ઉદ્વિગ્ન રહ્યા કરે છે. આપનું મુખ ચિંતાતુર દેખાય છે. આનંદનું તે નામનિશાન નથી. પહેલાં તે આપ કેટલા પ્રેમથી આનંદથી બધાની સાથે બેલતા હતા ને રાજસભામાં કંઈક નવીન બન્યું હોય તે ઘેર આવીને કહેતા હતા. હમણાં તે આ બધું બંધ થઈ ગયું છે. આનું કારણ શું ? આ સાંભળીને પ્રધાને કહ્યુંબેટા ! તમે તે હજુ છોકરા જેવા કહેવાઓ. તમને કહેવાથી શું ? મારા મન ઉપર જે ચિંતા છે તેને કઈ દૂર કરી શકે તેમ નથી. આટલું બોલતાં પ્રધાનનું હૃદય ભરાઈ આવ્યું.