________________
શારદા વાસ કંસાર બનાવ્યું ને સાંજે માતાને ઘેર મોકલ્યું, એટલે માતાએ આપવા આવનારને કહ્યું અમારે કંસાર નથી ખા. તમે પાછા લઈ જાવ, ત્યારે આવનારે કહ્યું તમારે ન ખાવું હોય તે કાંઈ નહિ, આ રમીલા ખાશે. રમીલાને પૂછયું કે તારે કંસાર ખા છે? તે દિવસે રમીલાએ પણ ખાવાની ના પાડી દીધી. એટલે કહે છે પાં છે લઈ જાવ. આ તમારા કસરે મારે કસ કાઢી નાંખે, તેથી કંસાર પાછા ગ. પ્રેમીલાએ કહ્યું–વામીનાથ ! દેખે, તમારી માએ તે કંસાર પણ ન રાખે. કેટલું અભિમાન છે! પત્નીના વચન સાંભળી ધમધમાટ કરતે રમેશ માતા પાસે આવીને કહે છે બા ! તમે આ ઠીક કર્યું નથી. આ છેટું કરી રહ્યા છે ....આ સમયે માતાએ મઢે ઠાવકું રાખીને કહ્યું દીકરા ! બેટું તે જેટલું થવાનું હતું તે થઈ ગયું. હવે કંઈ બાકી રહ્યું નથી. માત્ર મારે જોવાનું જ છે. તે મારા કર્મો બતાવશે એટલા દિવસ જોઈશ, ત્યારે રમેશે ગુસ્સે થઈને કહી દીધું બાબા ! તું મારો કંસાર નથી રાખતી. હવે આજથી મારે ને તારે કંઈ સગપણ નથી. હવે ૨૫ રૂપિયા નહિ આપું. આ સાંભળી માડીના પગ ભાંગી ગયા. માથે આભ તૂટી પડે તે આઘાત લાગે.
રમીલાને ધમકાવતી એની ભાભી – બીજી તરફ રમેશની વહનાનકડી રમીલાને ખાવાનું બતાવીને બોલાવતી ને લેવા આવે ત્યારે મારીને ધમકાવીને કાઢી મૂકતી. એટલે રડતી રડતી મા પાસે આવતી ત્યારે માતા કહેતી બેટા ! હવે આપણે ત્યાં નહિ જવાનું, પણ આ તે બાળક છે ને? એને કંઈ ભાન હેતું નથી. ગરીબાઈના દુખે કેવા છે એને પણ એને ખ્યાલ કયાંથી આવે? દીકરાએ પૈસા આપવાના બંધ કર્યા એટલે પરાણે પરાણે પગ ઘસીને લેકેના કામ કરીને ગુજરાન ચલાવતી. આ દુઃખને રમીલાને ખ્યાલ આવતે ન હતું તેથી બીજા છેકરાઓ પાસે જોયેલી વસ્તુ લેવા માટે હઠ કરતી. કયારેક એને સારા કપડા પહેરવાનું મન થતું, કયારેક સારું સારું ખાવાનું મન થઈ જતું, તે કયારેક નવા નવા રમકડા રમવાનું એને મન થઈ જતું, પણ આ બધું માતા લાવે કયાંથી? રમીલા ખૂબ હઠ કરતી ત્યારે માતા ક્રોધના આવેશમાં આવી એને ખૂબ માર મારતી ને કહેતી કે હવે ભાઈને ઘેર આપણે જવાનું નથી તે પણ એ તે દોડીને જતી ત્યારે ભાભી ધમકાવતી ને રડતી રડતી મા પાસે આવતી તે માતા પણ એને મારતી. આ જોઈને પ્રેમીલા રાજી થતી ને ઉપથી રમેશને મીઠું મરચું ભભરાવીને કહેતી કે તમારી મા બધાને મેઢે મારું વાંકુ બેલે છે ને મને વગેરે છે. આમ કરવાથી એકબીજા વચ્ચે અંતર વધવા લાગ્યું અને એકબીજા સામું જોવાનું પણ બંધ થઈ ગયું. | માતાના સ્થાને આવેલી સાસુ - રમેશના ઘરમાંથી રમેશની માતા ગઈ અને પ્રેમીલાની માતા પડી પાથરી રહેવા લાગી. સમય જતાં પ્રેમીલાએ પુત્રને જન્મ આપે, રમેશે પુત્રજન્મની ખુશાલીમાં ઘેર ઘેર પેંડા વહેંચ્યા. માતાને ત્યાં પેંડાનું પેકેટ મેકલાવ્યું,