________________
૩૧
શારદા સુવાસ મલાડ સંઘને સભ્ય કોણ બની શકે ? સંઘે જે લવાજમ નકકી કર્યું હોય તે ભરે તે સંઘને સભ્ય બની શકે. કેમ બરાબર ને? પછી સંઘની બધી પ્રવૃત્તિને હકદાર બને ને ?
તે રીતે ચતુર્વિધ સંઘની બે સંસ્થાઓ છે. એક આગાર ધર્મ અને બીજે અણગાર ધર્મ. આગાર ધર્મમાં છેડી છૂટ હોવાથી પાપ કરવાનું સર્વથા બંધ થતું નથી જ્યારે અણગાર ધર્મમાં સર્વથા પાપ બંધ છે. આગાર ધર્મમાં પ્રવેશેલા સાચા શ્રાવકના દિલમાં પાપ પ્રત્યેની ઘણું હોય છે. એનું હૃદય પાપકર્મ કરતાં ડંખે છે. મારાથી જેમ બને તેમ પાપ કેમ ઓછા થાય તે તરફનું એનું લક્ષ હોય છે. આ આત્મા સંસારમાં રહેલ હોવા છતાં તેને સંસાર સળગતે દાવાનળ જેવું લાગે અને સંયમ માર્ગ એરકંડીશન જે શીતળ લાગે. એને સંસાર દુઃખમય અને ત્રાસદાયક લાગે છે, એટલે સંસારથી છૂટવા માટે તીર્થમાં દાખલ થાય છે. જેને આવી ભાવના નથી તે આ ચતુર્વિધ સંઘને સાચે મેમ્બર બની શકતું નથી. માત્ર દેખાવ પૂરતું જ મેમ્બર છે. આવા આત્માને સાધુ-સાવ અગર કોઈ તત્વને જાણકાર શ્રાવક પૂછે કે ભાઈ! આગા૨ ધર્મ એટલે શું? અને અણગાર ધર્મ એટલે શું? તેની ખબર છે? ધર્મ કેને કહેવાય ને અધર્મ કોને કહેવાય તે જાણે છે? છકાયના બેલ અને નવતત્વના સ્વરૂપને જાણે છે? ત્યારે એ કંઈ જવાબ નથી આપતે. મૌન રહે છે. જ્ઞાની પુરૂષને આવા જીની દયા આવે છે. એમની દષ્ટિએ આવા પામર અને રંક છે. મનુષ્યની પાસે ગમે તેટલું ધન હોય પણ જો એની પાસે આમિક જ્ઞાન ન હોય તે તે આત્માની દૃષ્ટિએ ગરીબ છે. જેને પિતાના સ્વરૂપનું ભાન નથી, પિતાના આંતર વૈભવનું જેને જ્ઞાન નથી, સ્વ પરને વિવેક નથી એવા જીવે ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ ઉપરથી તમે પણ સમજી લેજો કે મારે નંબર ભગવાનના તીર્થમાં છે કે નહિ ?
બંધુઓ ! ભગવંતોએ ભવ્ય જીને સંસારથી તરવા માટે આગાર ધર્મ અને અણગાર ધર્મને ઉપદેશ આપે છે. જે પિતાપિતાની ગ્યતા પ્રમાણે તે ઉપદેશને ગ્રહણ કરે છે, તેથી ક્રમશઃ જીવને મેક્ષની પ્રાપ્તિ થાય છે. સાધુ–સાવીને તે નવ કેટીએ પાપ ન કરવાના પચ્ચખાણ હોય છે. સાધુ જીવનમાં ગમે તેવું કષ્ટ આવે તે પણ સંતે એમના નિયમથી કદી વિચલિત થતાં નથી. કહ્યું છે કે –
युगान्ते प्रचलदे मेरु, कल्पान्ते सप्त सागराः, ।
साधवः प्रतिभार्याद, न चलन्ति कदाचनः ॥ કદાચિત યુગના અંતમાં મેરૂ પર્વત અને કલ્પના અંતમાં સાત સમુદ્ર ચાલ્યા જાય તે પણ આત્માર્થી સાધુપુરૂષે પોતે સ્વીકારેલા સિદ્ધાંતથી બિલકુલ ચલાયમાન થતાં નથી. એ પિતાના નિયમમાં અડગ રહે છે. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવતેનું વિતરાગી સંતે પિતાના પ્રાણ સાટે પાલન કરે છે. સંતને દાંત