________________
શારદા સુવાસ
૦૯ દુઃખ દેવામાં બાકી રાખ્યું નથી. માતાના હદયમાંથી સંતાન પ્રત્યે સઢવાત્સલ્યના વહેણ વહેતા હોય છે. માતાએ દીકરાને છાતી સમે ચાંપી દીધે.
પ્રેમીલા અને તેની માતા આ દશ્ય જોઈ જ રહ્યા. રમેશ માતા અને બહેનને લઈને ઘેર આવ્યા ને પ્રેમીલાને કહી દીધું કે આજથી તારી માતા જેવી મારી માતાને ગણવી હોય ને તારી બહેન જેવી મારી બહેનને ગણવી હોય તે આ ઘરમાં ' રહે. નહિતર આ તમારી માતા સાથે પિયર પધારે. હવે પ્રેમીલા શું બેલે? રક્ષાબંધનના તાંતણાથી બંધાયેલા એ માતા-પુત્ર અને ભગિનીના છિન્નભિન્ન બનેલા સંસારમાં તે દિવસે સુખની ભરતી આવી ને સૌ આનંદથી રહેવા લાગ્યા, છેવટે રક્ષાબંધને વૈરના બંધન તેડાવ્યા ને પ્રેમના બંધન કરાવ્યા.
બંધુઓ ! રક્ષાબંધનના વિષયમાં ઘણી કહાનીઓ પ્રચલિત છે, પણ કહેવાને ટાઈમ નથી, પણ રાખડી બાંધીને બહેનને સાડી આપી દેવાથી પતી જતું નથી પણ બહેન રાખડી બાંધીને કહે છે વીરા! હું દુઃખમાં હોઉં ત્યારે મારી રક્ષા કરજે. તું મારી વહારે આવજે, જાહલ સૂબાના હાથમાં સપડાઈ ત્યારે રા'નવઘણ તેની વહારે ગયે હતે. એનું નામ સાચી રક્ષાબંધન છે. આજથી જે ભાઈએ બહેનને ન બોલાવતું હોય તે જુના વૈરઝેર ભૂલી જઈને બહેનને બોલાવજે. જેમ રમેશે માતાને અને બહેનને પિતાને ઘેર બોલાવ્યા ને પ્રેમથી રાખ્યા તેમ તમે પણ અણુબેલા હોય તેને તેડીને પરસ્પર ક્ષમાયાચના કરી પ્રેમ સંપાદન કરજે. સમય થઈ ગયે છે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૩૪ શ્રાવણ વદ ૧૩ને શનિવાર
તા. ૧૯-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર ભગવતીએ જગતના છના કલ્યાણ માટે જે વાણુ પ્રરૂપી છે તેનું નામ સિદ્ધાંત. આ પંચમકાળમાં એકવીસ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીર સ્વામીનું શાસન ઝળહળતું રહેવાનું છે. વીતરાગ પ્રભુની વાણીને અમૂલ્ય સંદેશ પાંચમા આરાના અંત સુધી રહેશે. શાસન ચલાવવા માટે જે કઈ મુખ્ય આધારભૂત હોય તે તે વિતરાગ પ્રભુની વાણી (આગમ) છે. આગમના સહારે સાધુ સાવી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ ટકી શકે છે, શાસ્ત્રના આધારે સાધુ -સાધ્વીઓ જિનશાસનને વફાદાર રહી શકે છે, અને બીજા ને પ્રેરણા આપી શકે છે. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન થયા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ચતુર્વિધ સંઘ એક તીર્થ કહેવાય છે. તીર્થ કેને યહેવાય? જેનાથી તરાય એ તીર્થ કહેવાય. આ તીર્થધા દાખલ કેણ થઈ શકે એ જાણે છે? તીર્થમાં દાખલ થવા માટે લવાજમ ભરપાઈ