________________
ર૯
શારદા સુવાસ અનંત વીર્ય અને અનંત સુખ જોઈતું હોય તે આત્માએ આત્મામાં એટલે કે સ્વમાં સ્થિર બનવું જોઈએ. પરમાં સુખ નહિ મળે.
આજે રક્ષાબંધનને પવિત્ર દિવસ છે. રક્ષાબંધનનો દિવસ બહેને અતિપ્રિય લાગે છે. આજના દિવસે કંઈક બહેનનાં હૈયા હરખાય છે ને કંઈક બહેને ઘરમાં બેસીને રડે છે, કારણ કે જેને ભાઈ છે તે બહેન હસતી ને રમતી ભાઈના હાથે રાખડી બાંધવા જાય છે ભાઈ બહેનને જમાડીને પિતાની શક્તિ પ્રમાણે સાડી, પાંચ, પચ્ચીસ કે પચાસ રૂપિયા આપે છે, પણ જેને ભાઈ નથી એવી બહેને આંખમાંથી આંસુડા સારે છે કે જે મારે ભાઈ હોત તે હું પણ આજે આ બધી બહેનેની માફક રાખડી બાંધવા જાત ને? જે બહેનને ભાઈ નથી તેને તે આટલું દુઃખ થય છે પણ ઘણી બહેને એવી છે કે જેને ભાઈ હોવા છતાં એ બહેનને પિતાના ઘેર બેલાવતું નથી. આવી બહેને છતે ભાઈએ ભાઈ વિનાની છે. એના દિલમાં કારમે આઘાત લાગે છે. એની તે કરૂણદશા બને છે.
આ સંસાર જ એક કરૂણ દશ્ય છે. એક જગ્યાએ હાસ્યના કુવારા ઉડતા હોય તે બીજી જગ્યાએ કરૂણ રૂદન સંભળાતા હોય છે. એક બાજુ મેવા મિષ્ટાનની મીજબાનીઓ ઉડતી હોય છે તે બીજી બાજુ સૂકે રેટ ને છાશના પણ સાંસા હોય છે. આ જગતમાં તે જેની પાસે સંપત્તિ હોય તેના સત્કાર-સન્માન થાય છે પણ જેની પાસે કંઈ નથી તેને બિચારાને કેઈ બોલાવતું નથી. એના વહાલા પણ વૈરી બની જાય છે. આ વિષમ વિષથી ભરેલે સંસાર છે. તેમાં સમભાવ રાખ સહેલું નથી. એટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે તમને ગમે તેવા સુખ મળે તે છલકાવું નહિ ને દુખ આવે તે ગભરાવું નહિ. એવે સમભાવ કેળવવા માટે જીવનમાં સત્સંગ કરવાની જરૂર છે. જે સત્સંગ કરીને કર્મની ફિલસેલ્ફી સમજે છે તે સુખ-દુઃખમાં સમતા રાખી શકે છે, પણ જે કદી સત્સંગ કરતા નથી એવા છે તે દુઃખ આવતાં ઢગલે થઈને ઢળી પડે છે. આજે રક્ષાબંધનને દિવસ છે. એ વાતને લક્ષમાં લઈને કર્મની કઠીનાઈ અને રક્ષાબંધન એ બે વાતની યાદ અપાવતી એક બનેલી કરુણ કહાની મને યાદ આવે છે.
એક ખાનદાન કુટુંબ હતું. શેઠ તે ઘણું શ્રીમંત અને સમૃદ્ધ હતા. તેમના પુણ્યોદયે પત્ની પણ ખાનદાન મળી હતી. તેમને એક દીકરે અને બે દીકરીઓ હતી. દીકરાનું નામ રમેશ હતું. મેટી દીકરી દક્ષાને પરણાવીને સાસરે મેકલી. એના પછી નાની દીકરી રમીલા દેઢ વર્ષની હતી. સૌ આનંદથી રહેતા હતા પણ આ સંસાર કે છે તે તે તમે જાણે છે ને? માનવના પુણ્યને સૂર્ય કયારે અસ્ત થશે તે કહી શકાતું નથી. આ શેઠના પુણ્યનું પાંદડું ફર્યું. વહેપાર ધંધામાં બધે પેટ...પેટ ને બેટ. ચારે તરફથી ઘેરાઈ ગયા. છેવટે બધી મૂડી સાફ થઈ ગઈ. એમના કપડા, દાગીના બધું વેચાઈ ગયું. મહેનત મજુરી કરીને ખાવા લાગ્યા. માણસ પહેલાં ગરીબ હોય કે પછી શ્રીમંત બને એને બહુ