________________
ર૮
શારદા સુવાસ આત્મામાં જન્મતા વિકારીભાવે કર્મસંગના નિમિત્તે છે. તે કર્મસંગે હટતાં દૂર થઈ જાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર બને છે. પાણી અને સાબુને સંગ થતાં વસ્ત્રને મેલ નીકળી જાય છે, અને વસ્ત્ર વસ્ત્રના સ્વરૂપમાં રહી જાય છે. મેલ એ ઘરની વસ્તુ ન હતી એટલે નીકળી ગઈ તેમ આત્મામાં જે રાગદ્વૈપાદિ છે તે આત્માના ઘરના નથી પણ કમ ના ઘરના છે માટે નીકળી જાય છે. ટૂંકમાં સ્વભાવ ઘરને હોય છે. વિભાવ નહિ છતાં આપણે આત્મા વસ્તુઓ પર મમત્વ કરીને વિભાવને વધાર્યું જાય છે, પણ પર વસ્તુઓ પ્રત્યેને મમત્વ અને આત્માને ભારે પડવાને છે. બીજાના બંગલા જોઈને તેમાં ગમે તેટલે મમત્વ કરે પણ તેમાં તમને મહાલવા તે ન જ મળે. માટે તેને પર માને છે ને ? તેમ જે બાગ, બગીચા, બંગલા, ગાડી વિગેરે તમારા પિતાના છે તેને પણ પર માનવા જેવા છે. બીજાના બંગલાને જેમ તમારા પિતાના નથી માનતા તેમ જેને તમારા માન્યા છે તે પણ તાત્વિક દૃષ્ટિએ તમારા નથી. તાત્વિક દષ્ટિએ શરીર પણ પોતાની માલિકીનું નથી તે પછી આ કંચન, કામિની, કુટુંબ, ઘર વિગેરે આપણા કયાંથી બની શકે ?
આવું જાણવા છતાં અનાદિકાળથી જીવની અજ્ઞાન દશા એવા પ્રકારની છે કે તે પરમાં સ્વની માફક અને સ્વમાં પરની માફક વર્તી રહ્યો છે. આ સંસારમાં ઘણાં માણસો એવા નથી કે જે પિતાના ઘર તરફ લક્ષ ન આપે ને પારકા ઘરની પંચાત કર્યા કરે, તેમ અહીં પણું જ સ્વને પર માની સ્વની તરફ પર છે અને પરની તરફ સ્વ જે વર્તાવ કરી રહ્યો છે. અત્મા એ સ્વ વસ્તુ છે ને શરીરાદિ પર વસ્તુ છે. તે એ વસ્તુઓને પિતાની માની શા માટે ચોવીસે કલાક મથી રહ્યા છે? પિતાના માટેની પ્રવૃત્તિ તરફ આત્મા જાણે તદ્દન બેદરકાર છે. મહાન પુરૂ ફરમાવે છે કે માત્મા પ્રવૃત્તા ના પકવૃત્તૌ વધિ મૂર . સ્વ પ્રવૃત્તિમાં અત્યંત મગ્ન રહેવું જોઈએ, અને પરપ્રવૃત્તિમાં બધિર (બહેરા), અંધ અને મક (મૂંગો) બની જવું જોઈએ. તમે પણ ઘણી વાર એમ કહે છે ને કે પરની પંચાત કરનારે પિતાનું કઈ ન કરી શકે. એ વાત સાચી છે કે પુગલેની પળેજણમાં જે પિતાનું આખું જીવન વિતાવે છે તે આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકે ? જીવ વીસ કલાકમાં આત્મા તરફ કેટલું લક્ષ કરે છે? જેની તરફ જોવાનું છે તેની તરફ કેમ જોતા નથી ? મહાપુરૂષે ફરમાવે છે કે તે સ્વ છે ને પર તે પર છે. સ્વ-પરને ભેદ જે જાણે છે તે તત્વજ્ઞ છે. દુન્યવી પર પદાર્થો તમારી પાસે ગમે તેટલા હેય છતાં તમને એમ થાય છે ને કે શાંતિ મળે તે સારું. સમજે, આત્મામાં અનંત આત્મિક સમૃદ્ધિ ભરેલી પડી છે એટલે આત્મામાં અનંત સુખ છે. જેનામાં અનંત સુખ છે તેવા શુદ્ધ સ્વરૂપ અને અનંત સુખના અભિલાષી આત્માએ એ જ્ઞાન મેળવવું જોઈએ કે બહારના બધા પદાર્થો અસ્થિર અને અંતવાળા છે ત્યાં અનંત સુખ કયાંથી હોય? અનંત જ્ઞાન,