________________
શારદા સુવાસ
વાંસામાં ભયંકર દુઃખાવા ઉપડયા. ન ઉઠી શકે, ન બેસી શકે. શ્વાસ લેતાં પણ દુઃખાવા ઘણા થતા હતા. તેથી સવાર પડી, સાત વાગ્યા પણ માજી ઉઠી શકયા નહિ. વહુરાણી સાડાસાત વાગ્યા એટલે રસેાડામાં આવ્યાં ને જોયું તે રસેડું ઠંડુ છે. દૂધ પણ ગરમ થયું નથી. દ રોજ તે વહુ આવે તે પહેલાં સાપુજી એમના માટે ચા-દૂધ અને ગરમ નાસ્તા તૈયાર કરીને રાખતા, પણુ આજે તેા કંઇ કર્યુ નથી એટલે પ્રેમીલા નાક ચઢાવી ઘૂંઘરાટો કરીને જોરથી મેલી, કેમ હજુ ઉઠયા નથી ! શુ' આજે બધાને ઉપવાસ કરવાના છે? ત્યારે સૂતા સૂતા સાસુજી કહે છે બેટા ! કોઇને ઉપવાસ નથી પણ આજે મને વાંસામાં સખત દુ:ખાવા થાય છે તેથી હુ... ઉડી શકતી નથી માટે તુ આજે મને ચા બનાવીને પીવડાવ. ત્યાં તે રમેશકુમાર આવી પહાંચ્યા. માતાના શબ્દો સાંભળીને કહે છે અમારે તે આજે રવિવારને દિવસ છે, એટલે બહુાર જવાનું છે. ઘણાં પાગ્રામે ગોઠવેલા છે. એટલે પ્રેમીલાને ચા બનાવવાના કે રસેાઇ બનાવવાના ટાઇમ નથી. માતા કંઇ મેલે તે પહેલાં રમેશે કહ્યું–ચાલ પ્રેમીલા જલ્દી તૈયાર થઈ જા. પ્રેમીલા અને રમેશ અને તૈયાર થઇને જતાં જતાં કહે છે કે તમે મા-દીકરી તમારુ ફેડી લેજો. અમે તે આજે આખે દિવસ બહાર ફરવાના છીએ અને મારા સાસરે જમી લઈશું. વહેલુ' મૈડું થાય તે અમારી રાહ ન જોતાં,
Tag
આમ કહીને દીકરા-વહુ તેા ચાલ્યા ગયા. ભીંત માજી મુખ રાખીને સૂતેલી માતાની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. અહા મે' રમેશને કેટલા લાડકેાડથી ઉછેર્યાં. એના પિતાજી નાના મૂકીને ચાલ્યા ગયા, ઘરમાં પસા ન હતા છતાં ઘરની આબરૂ જાળવવા માટે રાત્રે ઉજાગરા કરી છાનામાના ક્રમ કર્યાં ને કરકસર કરી પેટે પાટા બાંધી ભૂખી રહીને એને ખવડાવ્યુ, લેાહીના પાણી કરીને એને ભણાવ્યે, ખાલપણમાં એણે ઘણી હડ કરી તે પણ મેં પૂરી કરી. એક વખત રેશમી ખમીસ પહેરવાની હઠ લઈને બેઠા હતા. તે વખતે પાસે પૈસા ન હેાવાથી મારા ભાઇએ પિયરથી પાંચ વર્ષે રેશમી સાડી મેાકલાવી હતી તેને મે' અંગે અડાડી નહિ ને સાડી ફાડીને એને ખમીશ સીધીને પહેરાવ્યા. રાત્રે સ્હેજ ઉધરસ ખાય કે હું જાગીને બેઠી થઈ જતી. એ મેટ્રિકમાં આવ્યા ત્યારે ઘણી વખત વાંચતા વાંચતા 'ઘી જતા, ત્યારે એના હાથમાંથી ચાપડી લઈ લેતી ને એને ઓઢાડીને સૂવાડી દેતી, અને હું એને સવારે વહેલા વાંચવા ન ઉઠાડુંતા મને ઠપક આપતા તે હું મૂંગે માઢે સાંભળી લેતી. રમીલા તા સાવ નાની હતી ને એના બાપુજી ગુજરી ગયા ત્યારે હું' છૂટા માઢે રડતી ને આ નાની દીકરીનુ' શું થશે તેની ચિ’તા કરતી ત્યારે મારે રમેશ મને કહેતા કે મા ! તું ચિંતા શા માટે કરે છે ? હુ બેઠા છું ને ? આવા મારે રમેશ આ માંદી માતાને અને નાની બહેનને ભૂખ્યા મૂકીન ચાલ્યેા ગયા ! માતા ખૂબ રડી એટલે માથુ' પણ ખૂબ દુઃખવા આવ્યું પણ કોણુ એને કપ ચા કરીને પીવડાવે! દિલમાં ખૂબ આઘાત છે. માથુ સખત ચઢયું છે તે દખાવીને મા સૂતી હતી.