________________
૩૦૨
શારદા સુવાસ આવવા લાગ્યા ત્યારે ફુલ જેવી રમીલાને આવી ચિંતાનું નામનિશાન ન હતું. એ તે ભાભીને જોઈને મારા ભાભી આવ્યા. ભાભી આવ્યા એમ ગાંડીઘેલી બની ગઈ.
રૂપાળા ભાભી પાછળ ઘેલી બનેલી રમીલા - નાના બાળકને શું ખબર પડે કે આ ભાભી કેવા છે? એ તો પતંગીયાની જેમ ભાભીની આસપાસ ઘૂમવા લાગી ને રાજી થતી બેલવા લાગી કે બા ! તું જે તે ખરી આ મારા ભાભી કેવા રૂપાળા છે! ભાભીની રેશમી સાડી કેવી સરસ છે. અને આ સેનાના નવા નવા ચળકતા દાગીના ભાભીના શરીરે કેવા શેભી ઉઠયા છે! એમના વાળ કેવા લાંબા ને કાળા ભમર જેવા છે! એને તે એ હર્ષ કે જાણે એને ભાઈ મેંદી રાજકુમારીને પરણીને ન આવ્યું હોય? એને હર્ષને પાર નથી ને માતાને ચિંતાને પાર નથી. પ્રેમીલાને પરણ્યા આઠ દિવસ થયા પછી સાસુ રોટલી કરવા બેઠા એટલે તે રોટલી વણાવવા બેઠી ત્યારે સાત વર્ષની રમીલા કહે છે બા ! આવા રૂપાળા ભાભીની પાસે તું રોટલી કેમ વણવે છે? ત્યારે માતાએ કહ્યું- બેટા! ભાભી જેટલી નહિ વણે તે કેણુ વણશે ? હવે આ તારી માના હાથ ચાલતા નથી. હવે તે ધીમે ધીમે ઘરનું બધું કામ ભાભી કરશે. રમેશને પિતાની વહુ કામ કરે તે ગમતું ન હતું. પ્રેમીલા સારા સારા કપડા પહેરીને પિતાની સાથે હરવા ફરવા આવે, હસે, બેલે એ ગમતું હતું પણ ઘરનું કામ કરે તે ગમતું ન હતું.
મા સામે ત્રાટકેલે દીકરો – દીકરાએ કહી દીધું કે બા! પ્રેમીલાથી ઘરનું કામ નહિ થાય. તું અત્યાર સુધી બધું કામ કરતી હતી ને ? એ આવી એટલે એના માથે નાંખી દેવાનું ? એનું શરીર કેટલું નાજુક છે ! ઘરના વૈતરા કરે એટલે એ તે કરમાઈ જ જાય ને? દીકરાના શબ્દ સાંભળીને માતા તે ઢગલે થઈને પડી ગઈ. અરેરે...મારે દીકરે જ ઉઠીને વહુને કામ કરવાની ના પાડે છે તે વહુને તે મારે કહેવું જ શું ? મારી બહેનેને વહુ લાવવાના બ કેડ હોય છે. એ મનમાં કેટલાય મનેર ચણે છે કે મારે દીકરે પરણશે, પછી મારે ઘેર વહુ આવશે ને હું નિરાંતે ધર્મધ્યાન કરીશ..આરામ કરીશ પણ વહુ આવ્યા પછી બિચારી વધુ બંધાઈ જાય છે, અને શાંતિને બદલે અશાંતિ વધે છે. માતાએ કહ્યું-બેટા રમેશ ! વહુ ઘરનું કામ નહિ કરે તે કેણ કરશે ? તું મારા સામું તે છે. તમને ઉછેરવામાં કાળા વતરા કરીને મારી જાત ઘસાઈ ગઈ છે. બેટા ! હવે મારા હાથ, પગ નથી ચાલતા. વધુ નહિ તે તારી વહુ રસેઈ કરે એટલું તો કહે, ત્યારે રમેશ રૂઆબ કરીને કહે છે એ રસેઈ નડિ કરે એટલે માતાએ કહ્યું કે એ રસેઈ ન કરી શકે તે તું રસે રાખી લે...પણ મારાથી નથી બનતું. રમેશે કહ્યું–ન કેમ બને? અત્યાર સુધી બનતું હતું ને હવે કેમ ન બને? બધું જ કામ તમારે કરવાનું. એ તે પાણીને ગ્લાસ પણ નહિ ભરે. આંસુ સારતી માતા કાંઈ ન બોલી શકી.
માતાને રડતી મૂકીને ચાલ્યા ગયેલા દીકરાવહ – એક દિવસ આ માતાને