________________
૩૦૦
શારદા સુવા
વાંધે નથી આવતા પણ શ્રીમતમાંથી ગરીખ બનતાં માણુસને બહુ દુઃખ થાય છે, કારણ કે પહેલા શ્રીમંત હતા ત્યારે મહાસુખ ભગવ્યું ને પછી દુઃખ આવે તે સહન કરવું બહુ આકરુ લાગે છે, અને ખીજી તરફ ખાનદાન માણસા હૈાય એટલે પહેલાની જેમ ઇજ્જત, આખરૂ સાચવતાં ચિંતાના કીડે એને કોરી ખાતા હોય છે. આ શેઠની પણ આવી પરિસ્થિતિ થઈ. એક વખતના શ્રીમત આજે ર'ક જેવા ખની ગયા. આજ સુધી શેઠને શેઠજી....શેઠજી કરનારાઓ હવે શેઠના સામું પણુ જોતા નથી. સગાવહાલા પણ સાથ દેતા નથી. આ પરિસ્થિતિ થતાં શેઠના હૃદયમાં કારમા આઘાત લાગ્યા. મંધુએ ! ગરીબાઈ તે તણખલા કરતાં પણ હલકી છે.
“ મેાહન ! પાસ ગરીબકી, કે આવત કે। જાત ? એક વિચારા સાંસ હૈ, આત જાત દિન રાત !!
ગરીબ માણસની પાસે કાણુ આવે ? કઈ આવતું જતું નથી, માત્ર એની પાસે એના શ્વાસેાવાસ છે. ગરીબના એન્રી આ દુનિયામાં ધમ સિવાય કોઈ નથી શેઠની સ્થિતિ સાવ ઘસાઈ ગઈ એટલે શેઠને ખૂબ આઘાત લાગ્યું. અહેા ! હું એક વખત હજારાને પાળનાર, મારે આંગણેથી કાઈ ભૂખ્યા ન જાય, તેના બદલે હું આજે આવા કંગાલ બની ગયા ! મારે કોઈની પાસે હાથ ધરવાના સમય આવ્યે ! દુઃખી પરિસ્થિતિમાં ત્રણ વર્ષે તે પસાર કર્યાં. ઘસાઈ ગયેલા કપડાને માણસ ગમે તેટલુ` સાંધીને સાચવીને પહેરે પણ એ કયાં સુધી ટકે? અંતે તે ફાટી જ જાય ને? તે રીતે આ શેડ ખૂબ ઘસાઈ ગયા, તેથી હૃદયમાં જથ્થર આઘાત લાગ્યા હતા. ચિંતામાં ને ચિંતામાં એ રાત-દિવસ પસાર કરતા હતા. એક દિવસ શેઠનુ હા બેસી ગયું. શેઠાણીને તે વીજળી તૂટી પડે તેવા કારમા આઘાત લાગ્યા. હવે હું' શું કરીશ ? મારું આ દુનિયામાં કેણુ ? આ બબ્બે બાળકોને કેવી રીતે ઉછેરીશ? ગમે તેવી ગરીબાઈ આવે પણ જો ઘરમાં પુરૂષ હોય તે છાશ ને શટલે તે ખવડાવે પણ હવે કાણુ ખવડાવશે ? માથેથી છત્ર ચાલ્યું જતાં શેઠાણી દુઃખી દુઃખી થઈ ગયા પણુ Rs'મત રાખ્યા વિના છૂટકો ન હતા.
“ બાળકોને ઉછેરવા દુઃખા વેઠતી માતા” : ગરીબાઈના કારમા દુઃખો વેઠીને માતા દીકરા-દીકરીને ઉછેરવા લાગી. પેાતે ધનથી તે સાવ સાફ થઈ ગયા હતા પણ ખાનદાન ખાઇ ઉપરથી મેહું હસતું રાખીને ઘરસંસાર ચલાવતી હતી. ઘરમાં બેસીને પાપડ વણવા, ભરત-ગૂંથણુ જે કંઇ મળે તે કામ કરીને છોકરાને ભણાવતી. દક્ષા તે પરણીને સાસરે ગઈ હતી તેની માતાને ચિંતા ન હતી. આ બે ખાળકોની ચિંતા છે, છતાં ખાનદાન શેઠાણી એના બાળકોને ફૂલની જેમ સાચવતી હતી અને બાળકો ખૂબ દેખાવડા હતા. રમેશ હવે ભણીગણીને તૈયાર થયા. સારી નાકરી મળી એટલે પૈસા કમાવા લાગ્યું, તેથી