________________
શારદા સુવાસ
કહે સાહેબ! મને કહેતા સંકેચ થાય છે. બાદશાહ કહે એમાં સંકેચ શા માટે રાખે છે? ખુલ્લા દિલથી કહે. એટલે હજાએ કહ્યું-જહાંપનાહ! આપના બાપદાદા મરીને સ્વર્ગમાં ગયા છે. તેમણે મને સ્વપ્નમાં એવા સમાચાર આપ્યા છે કે અમે મરણ પામ્યા ત્યારે બીરબલ હાજર ન હતું. બીરબલ પ્રત્યે અમને ઘણે પ્રેમ છે. અંતિમ સમયે એને મળવાની અમારી ઈચ્છા અધૂરી રહી ગઈ છે. તે તું અકબરની પાસે જા ને તેને કહેજે કે બીરબલ પ્રધાનને અમારા દર્શન કરવા માટે સ્વર્ગમાં મોકલે, ત્યારે અકબરે કહ્યું–મારા બાપદાદાના દર્શન કરવા હમણું જ બીરબલને એકલું. એમાં શી મોટી વાત છે! હજામ તે બાદશાહને કહીને હજામત કરીને ચાલ્યા ગયે.
બાદશાહે બીરબલને કરેલી આજ્ઞા :-બાદશાહ નાહી ધોઈ તૈયાર થઈને સભામાં આવ્યા. બીરબલ પ્રધાન પણ આવ્યું. આખી સભા ઠઠ ભરાઈ એટલે બાદશાહે કહ્યું બીરબલ! તારે એક કામ કરવાનું છે. બીરબલે કહ્યું-હજૂર! ફરમાવે. જે હુકમ હોય તે ઉઠાવવા આ સેવક તૈયાર છે. એટલે અકબરે કહ્યું–તમારે મારા બાપદાદાના દર્શન કરવા સ્વર્ગમાં જવાનું છે. તેઓ સ્વર્ગમાં બેઠા બેઠા તમને ખૂબ યાદ કરે છે. (હસાહસ) અકબરને હુકમ સાંભળીને બીરબલ વિચારમાં પડી ગયે. આખી સભા પણ દિમૂઢ બની ગઈ કે બાદશાહ આ શું બોલે છે? જીવતે માણસ સ્વર્ગમાં કેવી રીતે જઈ શકે ? બાદશાહ આ હુકમ કેમ કરતા હશે? પણ બીરબલ તે બુદ્ધિને ખજાને હતો. તેના મનમાં થયું કે બાદશાહ આવે વગર વિચાર્યો હુકમ કરે તેવા નથી પણ પેલો હજામ તેમની પાસે બહુ બેસે છે તેણે આ તુકકો ઉભું કરીને હજામવેડા કર્યા લાગે છે. ઠીક, હું એને બરાબર બતાવી દઈશ. બીરબલે કહ્યું–સાહેબ! ભલે, હું દાદાના દર્શન કરવા સ્વર્ગમાં જઈશ.
બુદ્ધિને કીમિયો”:-બંધુઓ! બુદ્ધિ કેઈન બાપની છે! બીરબલની બુદ્ધિને કઈ પહોંચી શકે તેમ ન હતું. તેણે શ્મશાનમાં ગુપ્ત રીતે એક મોટી સુરંગ ખોદાવી. સુરંગમાં થોડે દૂર રહેવા માટે એક નાની બંગલી જેવી એારડી બનાવી. તેમાં એક મહિને ચાલે તેટલી ખાવા-પીવાની બધી સગવડ કરી દીધી. સુરંગનું દ્વાર હતું તેના ઉપર ચિતા ગોઠવાવી બધી તૈયારી કરીને બાદશાહ પાસે આવ્યું ને હાથ જોડીને કહ્યું-જહાંપનાહ! આપને હુકમ શિરોમાન્ય કરીને હું આજે સ્વર્ગમાં આપના દાદા અને બાપાના દર્શન કરવા માટે જાઉં છું. એક મહિને હું ત્યાંથી પાછા આવીશ. એટલે બાદશાહે આખા ગામમાં દ્વરે પીટા કે બીરબલ સ્વર્ગમાં જાય છે. તેને વિદાય આપવા સૌ સ્મશાનમાં આવજે.
અબરને ઢંઢરે સાંભળતા પ્રજામાં થયેલ હાહાકાર” –બાદશાહને દ્રઢ સાંભળીને નગરજનના હાજા ગગડી ગયા. આખા નગરમાં હાહાકાર મચી ગયો કે બાદશાહે આ શું કર્યું? સ્વર્ગમાં ગયેલો કેઈ પાછા આવ્યું છે? અને બીરબલ જે પરોપકારી, બુદ્ધિવંત અને નીતિમાન પ્રધાન બીજો કેણ મળશે! આ રાજ્ય રંડાઈ જશે. બાદશાહને